SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૭૪ દોડિયા પરિવાર તરફથી પ્રેમ કોમર્શિયલ કોમ્પ્લેક્ષ”, ભૂપેન્દ્ર રોડમાં ત્રીજા માળે ઓફિસ નં. ૩૦૧ અને ૩૦૬ની જગ્યા સંસ્થાને અર્પણ કરી મૂળુભાઈના કાર્યને આગળ ધપાવ્યું છે. છેલ્લા કેટલાય વર્ષોથી તેઓ આખા દિવસ દરમિયાન પાણી સહિત પાંચ દ્રવ્ય જ વાપરતા, ખાદીના કપડાં જ પહેરતા તેમ જ વર્ષો સુધી પગમાં ચંપલ પણ નહોતા પહેરતા. નામાંકિત એન્જિનિયર હોવા છતાં સાદગીમય જીવન જીવતા હતા. થોડી ઘણી જે ધનપ્રાપ્તિ થતી તે બોર્ડિંગ, જૈન બાલાશ્રમ તથા ગરીબ વિદ્યાર્થીઓ પાછળ ખર્ચી નાખતા. ૨૦૦૧માં આવેલ ધરતીકંપમાં જેઓની મિલ્કતને નુકશાન થયું હતું. તેઓને નિઃશુલ્ક સેવા આપી યોગ્ય રીતે સમારકામ કરાવવામાં મદદરૂપ બન્યા હતાં. રાજકોટની કેટલીયે ધાર્મિક સંસ્થાઓ, મંદિરો, ઉપાશ્રયો, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ પ્રતિક્રમણ મંડળના સભ્યો ઉપરાંત કેટલાય શ્રાવક-શ્રાવિકાઓના મકાન બાંધકામમાં તેઓએ એન્જિનિયર તરીકે સાવ નિઃશુલ્ક સેવા આપેલ છે. આવા જૈનધર્મના આદર્શ શ્રમણોપાસક વિષે એટલું કહીશ તો અતિશયોક્તિ નહિ ગણાય. તેમના જીવનમાં આ પંક્તિઓ જાણે વણાઈ ગઈ હતી— ત્યાગ જેવું કોઈ સુખ નથી, વૈરાગ્ય જેવી કોઈ શાંતિ નથી સંયમ જેવી કોઈ સમાધિ નથી, મુક્તિ સમાન કોઈ જડીબુટ્ટી નથી. અડસઠ તીરથ ઘર આંગણિયે ધર્મનિષ્ઠ, પુણ્યવંત, પ્રભાવશાળી આદર્શ દંપતિ શ્રી વિનયકાંત પ્રભાશંકર બખાઈ સ્વ. શ્રીમતી ઉષાબેન વિનયકાંત બખાઈ શ્રી વિનયકાંત પ્રભાશંકર બખાઈનો જન્મ ધોરાજી મુકામે તા. ૨૦-૪-૧૯૩૧ના રોજ પ્રભાશંકરભાઈ તથા સમરતબેનના ઘરે થયેલો. ધોરાજીમાં ૬ઠ્ઠી ઇંગ્લીશ સુધીનો અભ્યાસ કરી કુટુંબ મુંબઈ સ્થાયી થતાં ત્યાં જઈ વસ્યા. B.Com. સુધીનો Jain Education International જિન શાસનનાં અભ્યાસ મુંબઈ કર્યો અને વેકેશનમાં જ સર્વિસ State Govt.માં મળી જતાં રાજકોટ મુકામે પાછા ફર્યા. ૧૯૫૨ની સાલમાં એક ક્લાર્ક તરીકે જોડાયેલા પરંતુ ધીમે ધીમે પોતાની કાબેલિયત અને હોશિયારીથી ગેઝેટેડ ઓફિસર વર્ગ-૧ સુધી પહોંચ્યા. નાણાખાતાની મહત્ત્વની શાખાઓમાં એકાઉન્ટ્સ ઓફિસર, ટ્રેઝરી ઓફિસર, આસિસ્ટન્ટ એક્ઝામીનર, ચીફ ઓડિટર જેવા મહત્ત્વના હોદ્દાઓ પર રહીને ૧૯૮૮માં ખૂબ જ માનભેર નિવૃત્ત થયા. તેમની સુવાસ, કીર્તિ અને કર્મનિષ્ઠા એવી હતી કે નિવૃત્તિ બાદ પણ તેમને કાર્યભાર સંભાળવાની, Extention આપવાની ભલામણ થઈ પરંતુ સંતોષી સ્વભાવ અને જવાબદારીવાળી નોકરીને કારણે ધર્મધ્યાન થયું નહોતું તેથી ધર્મધ્યાન કરી આત્માના કલ્યાણ માટે સ્વેચ્છાએ એ નોકરીની ના પાડી. વફાદારી, કાર્યશીલતા અને હોશિયાર હતાં તેથી ઘણી મોટી મોટી ખાનગી કંપનીઓએ પણ પોતાને ત્યાં કામ કરવા આમંત્રણ આપ્યું પણ તેમના સંતોષી સ્વભાવે તેમને ધર્મ કરવા તરફ વાળ્યા આથી તેઓએ ધન કમાવવાને મહત્ત્વ ના આપ્યું. ૧૯૯૦માં પોતાની ત્રીજી પુત્રીના લગ્નની જવાબદારી પૂર્ણ કરીને તેઓએ સાંસારિક જવાબદારી પૂર્ણ કરી અને સંપૂર્ણપણે ધર્મ તરફ વળ્યા. વ્યાખ્યાન શ્રવણ, પ્રતિક્રમણ તેમ જ શાસનની સેવામાં સતત કાર્યરત રહેતા. ઉપાશ્રયની બાજુમાં ઘર હોવાને કારણે બહુ સુંદર રીતે ધર્મકાર્યનો લાભ લેતાં. આયંબિલની ચૈત્ર તથા આસો માસની ઓળી, પર્યુષણ પર્વ વિગેરેમાં તેઓ તન-મન અને ધનથી લાભ લેતા. ૧૯૯૨ આ દંપતિ ખંડિત થયું અને ધર્મપત્નીનું અવસાન થતાં સંસાર પ્રત્યે સાવ ઔદાસીન્ય ભાવ કેળવી માત્ર ધર્મમાં જ એકાકાર થતાં ગયા. આખી જિંદગી પ્રામાણિકતાથી નોકરી કરી જીંદગી કરકસરથી જીવ્યા પરંતુ ઉચ્ચ મધ્યમ વર્ગના હોવા છતાં દાનધર્મમાં ક્યારેય પાછીપાની નથી કરી. ઉપાશ્રયમાં સ્વાધ્યાયગૃહના બાંધકામમાં, આયંબિલ ખાતામાં, પ્રભાવના ખાતામાં, કાયમી ધોરણે ચાલતા અન્નક્ષેત્રોમાં, મૂંગા જીવોને અન્નદાન વગેરેના દાન આપી ખૂબ જ લાભ લીધો છે. જીવદયા તો જાણે તેમના શ્વાસમાં વણાઈ ગયેલ છે. પાંજરાપોળોમાં કાયમી ધોરણે તેમનું દાન હોય જ. આ ઉપરાંત શેડના બાંધકામમાં તેમ જ જીવને છોડાવવા માટે તેઓ હંમેશા પોતાની લક્ષ્મીનો સદ્યય કરતા રહે છે. આ ઉપરાંત નીચેની સંસ્થાઓ સાથે જોડાયેલા રહ્યા છે. * સ્થાનકવાસી જૈન મોટા સંઘ કારોબારી સભ્ય. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy