SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૭૦ જિન શાસનનાં ધર્મનિષ્ઠ, પુણ્યવંત પ્રતિભા છેશ્રી પ્રાણલાલ દેસાઈ ઉર્ફે પ્રસનમુનિ જૂનાગઢ જિલ્લાના પલાસવા ગામના પ્રતિષ્ઠિત શ્રેષ્ઠીવર્ય શ્રી ધરમશીભાઈ અને શ્રીમતી કસુંબાબેન માણેકચંદ દેસાઈના આંગણે વિ.સં. ૧૯૮૪માં કારતક વદ ૧૩, સોમવાર તા. ૨૧-૧૨-૧૯૨૭ના રોજ એક પુત્રરત્નનો જન્મ થયો. જયાબેન, વિજ્યાબેન અને ધનીબેન એ ત્રણ-ત્રણ ભાવનાશીલ ભગિનીઓનો લાડકવાયો વીરો એટલે શ્રી પ્રાણલાલભાઈ. વ્યાવહારિક અભ્યાસ ગુજરાતી પાંચ અને ત્રણ અંગ્રેજી સુધીનો એમ કુલ આઠ ચોપડી. નાનપણથી જ ધર્મવત્સલ માતા-પિતાના પુત્ર હોવાને કારણે ધાર્મિક સંસ્કારો ગળથુથીમાં મળ્યા હતા. આવા આ સંસ્કારોની ફલશ્રુતિ સ્વરૂપે માત્ર ૧૬ વર્ષની વયે સામાયિક, પ્રતિક્રમણની સાથે સાથે કેટલાયે થોકડાઓ કંઠસ્થ કરી લીધા હતા. એકવાર પૂ. પ્રાણલાલજી મ.સા.ના વ્યાખ્યાનમાં ગયા હતાં ત્યાં રાત્રિભોજન વિષે વ્યાખ્યાન સાંભળ્યું અને ૧૬ વર્ષની યુવાનવયે ભરી સભામાં માવજીવન જ રાત્રિભોજન-ત્યાગના પ્રત્યાખ્યાન કર્યા, પોતાની દઢ ધાર્મિક આસ્થા વ્યક્ત કરી. ત્યારબાદ ૧૭માં વર્ષે ઝાંઝરડા નિવાસી શેઠ શ્રી અંબાવીદાસ મીઠાભાઈ શાહ અને અ.સૌ. મણિબહેનની 3 સુપુત્રી રસીલા સાથે લગ્નગ્રંથિથી જોડાયા. સુખી દામ્પત્યના પરિપાકરૂપે છ પુત્રી અને એક પુત્રના પિતા બન્યા. આ બધા બાળકોમાં પણ ખૂબ નાનપણથી જ દેઢ ધાર્મિક સંસ્કારોનું સિંચન કરતાં ગયાં જેના પરિણામે એકના એક પુત્ર મહેન્દ્ર (જેઓ હાલ ગોંડલ સંપ્રદાયના આગમદિવાકર પૂ. જનકમુનિના શિષ્ય તરીકે મુંબઈ મુકામે બિરાજીત છે) તથા બે પુત્રીઓ સરલા તથા ભારતીને આ અસાર સંસારમાં કાંઈ સાર ન લાગતા સ્થાનકવાસી પરંપરામાં, ગોંડલ સંપ્રદાયના પ્રાણ પરિવારમાં ભાગવતી દીક્ષા લઈ શ્રમણ તથા શ્રમણીજીવનમાં સંયમપાલન કરી રહ્યા છે. એકનો એક પુત્ર કે જે ઘડપણની લાકડી જેવો હતો, જીવનનો આધારસ્તંભ હતો તેને દીક્ષા લેવાની આજ્ઞા આપવી એ ખૂબ કપરું કાર્ય હતું. સામાન્ય માનવી તો આવી વાત વિચારી પણ ન શકે ત્યારે આ શૂરવીર શ્રાવકે એકના એક પુત્રને ઉત્સાહથી દીક્ષા આપી, રંગે–ચંગે દીક્ષા મહોત્સવ ઊજવ્યો અને સ્વાર્થ ત્યાગની કઠિન તપસ્યાની શરૂઆત કરી. પૂ. મનોહરમુનિની દીક્ષા પ્રસંગે તેમણે યાવત્ જીવન સચેત પાણીનો (કાચા જળનો) ત્યાગ, જમતી વખતે મૌન તથા જમીને થાળી ધોઈને પીવાના પ્રત્યાખ્યાન કર્યા. પુત્રની દીક્ષા બાદ બંને વૈરાગ્યવાસિત પુત્રીઓનો ધાર્મિક અભ્યાસ શરૂ થયો. પાંચ વર્ષની સાધુ-જીવનની તાલીમ બાદ જૂનાગઢ મુકામે ૯ દીક્ષા થઈ તેમાં સંવત ૨૦૩૧ તા. ૨૨-૫-૭૫ના વૈશાખ સુદ ૧૧ના દિવસે બંને પુત્રીઓને પણ શાસનના ચરણે સમર્પિત કરી ત્યારે પોતાના જીવનને વધુ ધર્મમય બનાવવા આજીવન બ્રહ્મચર્યવ્રતનો સ્વીકાર કર્યો. દ્રવ્યમર્યાદા, વસ્ત્રમર્યાદા, આઠમ-પાખીના પૌષધ કરવા, રોજની પાંચ સામાયિક કરવી, ઉભયકાળ પ્રતિક્રમણ કરવું વગેરે અમૂલ્ય પ્રત્યાખ્યાન કર્યા. આમ પુત્ર-પુત્રીઓને ધર્મમાર્ગે વાળવા ઉપરાંત પોતાના જીવનને પણ ધર્મથી ભાવિત કરતા ગયા. શ્રાવકપર્યાય દરમિયાન તેમનું મુખ્ય કાર્યક્ષેત્ર જૂનાગઢ ઉપરાંત સાંગલી, જયસીંગપુર, વડાલ, રાણપુર (ભેસાણ) અને મુંબઈ રહ્યું. મોટાભાગનો સમય જૂનાગઢમાં પસાર કર્યો. જૂનાગઢમાં નિઃસ્વાર્થભાવે જૈનશાળામાં તથા છાસકેન્દ્રમાં સેવા આપતા. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy