SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો યોજનાઓમાં ભક્તિનો જે લાભ મળ્યો છે તેમાં જંબૂદીપવાળા પ.પૂ.આ. શ્રી અશોકસાગરસૂરિજી મહારાજ તથા બંધુબેલડી પ.પૂ.આ. શ્રી જિનચંદ્રસાગરસૂરિજી મ. અને પ.પૂ.આ. શ્રી હેમચંદ્રસાગરસૂરિજી મ.સા.ની પ્રેરણા મુખ્યત્વે રહી છે. માતુશ્રી પ્રભાકુંવરબહેનના નામે વિકલાંગ સાધનસહાયક કેન્દ્રમાં મુખ્ય સહયોગી બન્યા. પી.એન.આર. સોસાયટીમાં વાઇસચેરમેન તરીકેનું સ્થાન શોભાવી રહ્યા છે. અંધ ઉદ્યોગશાળામાં, રામમંત્રમંદિર સંચાલિત એકતા હાઇસ્કૂલમાં આ પરિવારનું ભારે મોટું યોગદાન નોંધાયેલું છે. શાસન અને સમાજસેવાની વિવિધ પ્રવૃત્તિઓમાં શ્રી શશીભાઈને સાધર્મિક ભક્તિ તરફનું ખેંચાણ વધારે રહ્યું જણાય છે. આમેય જૈન શાસનની અનેક આદર્શ પરંપરાઓમાં સાધર્મિક ભક્તિ એક ઉત્કૃષ્ટ અભિયાન ગણાય છે. શ્રાવકજીવનના વાર્ષિક કર્તવ્યોમાં પણ સાધર્મિકતાને મહત્ત્વનું ગણાવ્યું છે. ભરત મહારાજાએ પોતાના રસોડે કરોડો સાધર્મિકોને જમતા કરી દીધા હતા. દેવગિરમાં જગતસિંહ શેઠની સાધર્મિક ભક્તિ કે નાગકેતુએ સાધર્મિકોનું કરેલું વાત્સલ્ય આજ અમર બની ગયા છે. સંભવનાથ ભગવાનના જીવે પૂર્વના ત્રીજા ભવમાં સાધર્મિક ભક્તિ વડે જ ‘તીર્થંકર’ નામ ઉપાર્જન કર્યું હતું. તેમ ભૂતકાળમાં અનુપમાદેવી, જયંતિ શ્રાવિકા, ગંગાબા, ઉજમબાઈ અને હરકોર શેઠાણીની સાધર્મિક ભક્તિ ખરેખર અજોડ હતી. થરાના આભુ સંઘવી કે વઢવાણના રત્નશેઠની સાધર્મિક ભક્તિ આજ પણ કોઈ ભૂલતા નથી. સાધર્મિક ભક્તિના ઘોડાપુર વહાવનાર તપોનિધિ આચાર્ય ભુવનભાનુસૂરિજી મ.ના સમુદાયના પૂ.પંન્યાસપ્રવરશ્રી મુક્તિવલ્લભવિજયજી મ. આદિની પ્રેરણા પામીને શ્રી શશીભાઈએ હૈયાના ઉમળકાથી કમર કસી અને ભાવનગરના વડવા વિસ્તારની શાંતિલાલ ગોવિંદલાલ ભાવસાર ટ્રસ્ટની જૂની ભોજનશાળાને નવા રૂપ રંગ આપી આધુનિક સુવિધાઓ સાથે પૂ.આ.શ્રી પ્રબોધચંદ્રસૂરિજી મ.સા.ના આશીર્વાદ લઈ ઉદ્ઘાટન કરાવી કોઈપણ ગચ્છ સંપ્રદાયના ભેદભાવ વગર સંખ્યાબંધ શ્રાવક પરિવારો માટે બે ટાઈમ ભોજન-પાણીની ઉત્તમ વ્યવસ્થા કરી આ પાયાનું કામ આજ આશીર્વાદરૂપ થઈ પડ્યું છે. માત્ર રૂા. ૪=૦૦માં ભોજન અપાય છે. આ સંસ્થાના છેલ્લા દશબાર વર્ષથી પ્રમુખ તરીકેની સેવા આપી ટ્રસ્ટીઓ અને સ્ટાફના સહકારથી લગાતાર જેના ઉત્તરોત્તર વિકાસમાં Jain Education International શ્રી સોમાજી વિધાન વાર કાં રાયના વારાહી માટે બે માતૃશ્રી મંજવાળીબેન અલ્લુઈ દેહ જેને સડક ખેલ ભાજાશાળા ૧૦૬૫ ઝડપભેર આગળ વધી રહ્યા છે. મુખ્ય દાતા વૃજલાલ લલ્લુભાઈનું ભારે મોટું યોગદાન રહ્યું છે. ભરૂચ પાસે ઝઘડીયા તીર્થસ્થાન કે અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં મધ્યમવર્ગી જૈન શ્રાવકો માટે વિરાજ નામનું આવાસ, પાલિતાણા તળેટી રોડ ઉપર એક પરોપકારી મહિલા કનકબેને તથા હમણાં જ ગિરિવિહાર ટ્રસ્ટ તરફથી સાધર્મિક ભક્તિ માટે ઉઠાવેલા કદમ ભારે અનુમોદનીય બન્યા છે. આજના કઠણ-કાળમાં પણ જે કેટલાંક ભક્તિવંત દીવડાઓ ટમટમી રહ્યાં છે તેનો પ્રકાશપુંજ આપણને ઘણી બધી પ્રેરણા આપી જાય છે. વર્તમાન સમયમાં મળતો સુપાત્ર ભક્તિનો આવો અપૂર્વ લાભ ભૂત-ભાવીના અઢળક પુણ્યનું સૂચક મનાય છે. સંઘ અને શાસનની દેદીપ્યમાનતા સાધર્મિક ઉત્થાનને જ હમેશા આભારી હોય છે. For Private & Personal Use Only જૈન શાસનને આવા ૨૫-૫૦ શશીભાઈઓ જો મળી જાય તો શાસનનો સુવર્ણકાળ બહુ દૂર નથી. જૈન મંદિરોમાં મૂર્તિઓની મન મૂકીને પ્રતિષ્ઠા કરાવનારા જૈન શ્રેષ્ઠીઓ સાધર્મિક ભક્તિમાં પણ અગ્રેસર રહ્યાં છે. તેમાં ભાવનગરના શ્રી શશીકાન્તભાઈ ઉત્તમ ઉદાહરણ બની ગયા છે. શ્રી શશીભાઈને તેના દરેક કાર્યોમાં તેમના ધર્મપત્ની શ્રીમતી ચંદ્રાબહેનનો મહત્ત્વનો ફાળો છે. શું સાધર્મિક ભક્તિ !! શું સંધ વાત્સલ્ય !! www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy