SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો -------- ♦ મંજુલા ભોગના મુખ્ય મંડળ રંગ અંગ થાય ગ્રામ કરા પાલિતાણામાં સમાજરત્ન શ્રી ચિનુભાઈ હિંમતલાલ શાહને નામકરણ વખતે ટ્રોફી અર્પણ કરતા સંસ્થાના પ્રમુખ તથા ઉપપ્રમુખ કોલેજની સ્થાપના કરાવીને ઉચ્ચ શિક્ષણક્ષેત્રે એમની સંપત્તિનો સર્વ્યય થયો છે. વિરમગામમાં ઓર્થોપેડિક હોસ્પિટલ અને માંડલ જેવા નાના ગામમાં પેથોલોજિકલ લેબોરેટરીની સ્થાપના કરીને ચિકિત્સા માટે સુવિધા લોકોને પ્રાપ્ત થઈ છે તેમાં પણ જો કોઈનું યોગદાન હોય તો ચિનુભાઈનું. આ બધી સંસ્થાઓમાં ચેરમેનપદ સંભાળીને તેના વિકાસ માટે તેઓશ્રી સંપત્તિને સમય અને શક્તિનો પણ ભોગ આપ્યો છે. એમની સેવાનું ક્ષેત્ર વહાલસોયા વતનથી વિસ્તાર પામીને જન્મસ્થળની આજુબાજુના વિસ્તાર ઉપરાંત મુંબઈમાં પણ વિસ્તાર પામ્યું છે. શ્રી ઝાલાવાડ જૈન શ્વે. મૂ.પૂ. ફાઉન્ડેશન, સર્વોદય મેડિકલ સોસાયટી, સહયોગ ટ્રસ્ટ, મંજુલાબહેન ચિનુભાઈ શાહ ટ્રસ્ટ, માનવમંદિર ટ્રસ્ટ, ઠક્કરબાપા સાર્વજનિક છાત્રાલય, મહેતા જૈન બોર્ડિંગ, શ્રી ઝાલાવાડ જૈન મૂ. સંઘ, મહાવીર સેવા કેન્દ્ર, મહાવીર હાર્ટ ફાઉન્ડેશન, સૌરાષ્ટ્ર મેડિકલ સેન્ટર જેવી સંસ્થાઓના સક્રિય કાર્યકર્તા છે. આ સંસ્થાઓની યાદી ઉપરથી ખ્યાલ આવે છે કે એમની સેવાપ્રવૃત્તિના પાયામાં શિક્ષણ અને આરોગ્યની સેવાની સાથે પછાત વિસ્તારનાં લોકોના ઉત્થાનની પ્રવૃત્તિઓ પણ થાય છે એટલે જનસેવા એ પ્રભુસેવા' છે. એ એમના જીવનનો સિદ્ધાંત બની ગયો છે. જૈન સાધુ–સાધ્વીજીઓની વૈયાવચ્ચ, અભ્યાસ, આયંબિલખાતું, સાધર્મિકભક્તિ, સાત ક્ષેત્ર વગેરેમાં પણ ઉદાર હાથે સુપાત્ર દાન કરીને એમના હાથને આભૂષણોથી નહીં પણ Jain Education International ૧૦૫૩ દાનથી અલંકૃત કર્યો છે. આજે ધાર્મિક પ્રસંગોમાં વિજ્ઞાનયુગની ગતિએ પહોંચી જાય છે અને યથાશક્તિ લાભ લઈને જિનશાસનના એક આદર્શ કાર્યકર્તા, મિલનસાર સ્વભાવ, મૈત્રી–વિનય, શ્રુતજ્ઞાનપ્રેમી વગેરે ગુણોથી એમનું વ્યક્તિત્વ નિરાળું છે. કેટલાક જન્મથી ગર્ભશ્રીમંત હોય પરંપરાગત રીતે દાન-પુણ્ય-સેવા કાર્યો કરે છે, પણ ચિનુભાઈ જન્મથી સામાન્ય હતા તેમાંથી એક અસાધારણ વ્યક્તિ તરીકે આજે વિદ્યમાન છે. એમની પ્રતિભાની આ લાક્ષણિકતા પ્રતિભાદર્શનનું નવલું નજરાણું છે. તેમણે ૩૨ વર્ષની યુવાન વયે સામાજિક સેવાઓ શરૂ કરી હતી. તેઓએ અન્ય સંસ્થાઓમાં દાન આપેલાં છે. અનેક સંસ્થાઓના ટ્રસ્ટી છે. ખાસ કરીને મહાવીર હાર્ટ રિસર્ચ ફાઉન્ડેશન, સી.યુ. શાહ મેડિકલ કૉલેજ–સુરેન્દ્રનગર, મંજુલા ઓર્થોપેડિક હૉસ્પિટલવિરમગામ, જૈન બોર્ડિંગ, મંજુલા કલા એકેડેમી આવી પાંત્રીસ જેટલી સંસ્થાઓમાં સક્રિય સેવા આપી રહ્યા છે. તા. ૧૦-૧૨૦૬ના રોજ મુંબઈમાં વસતા ઝાલાવાડી પરિવારોના એ સ્નેહમિલન વખતે તેમના ‘સમાજરત્ન' પદપ્રદાનનો પ્રસંગ પણ ભવ્ય રીતે ઊજવાઈ ગયો. રાષ્ટ્રીય પ્રતિભા ધરાવતા--લબ્ધિવિક્રમ સમુદાયના પ્રભાવક જૈનાચાર્યશ્રી રાજયશસૂરીશ્વરજી મ.સા.ના સદુપદેશથી પૂ.સા.શ્રી વાચેંયમાશ્રીજી મ.ની પ્રેરણાથી સમાજરત્ન શ્રી ચિનુભાઈ શાહની ઉદાર દેણગી અને તેમના પ્રબળ પુરુષાર્થે જનસેવાના જે અનેકાનેક કાર્યો થયાં તેમાં હમણાં જ ૨૦૧૧ના માર્ચ મહિનાની નવમી તારીખે ,શ્રી શત્રુંજયની છાયામાં પાલિતાણા મુકામે શ્રી ચિનુભાઈ-મંજૂલા ભગીની મિત્ર મંડળના ઉપક્રમે રેલ્વે સ્ટેશન પાસે અનેક દાનવીર રત્નોની વિશાળ હાજરીમાં ત્રિવિધ સંકુલોનો ઉદ્ઘાટન સમારોહ શાનદાર રીતે યોજાઈ ગયો જેમાં સૌ. શોભાબેન રસિકલાલ ધારીવાલ સુપુત્રી જાહ્નવી-. ‘દીકરીનું ઘર' સંકુલ વૃદ્ધ માવતર, વૃદ્ધાશ્રમ અને ધીરજબેન નંદલાલ શાહ આઈ.ટી. સેન્ટર વગેરે સંકુલોનો જનસેવાર્થ ખુલ્લા મૂકાયા--સમાજરત્ન શ્રી ચિનુભાઈએ આમ અનેક સ્થળે સંપત્તિનો સદ્બય કરી જૈનશાસનને ભારે મોટું ગૌરવ અપાવ્યું છે. આ બધા સંકુલોમાં કુ. ડોલરબેન કપાસીનું સફળ સંચાલન ખૂબ જ દાદ માંગી લ્યે તેવું છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy