SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો પાણીનું સિંચન કર્યુ ત્યારે પારેખ પરિવારે ધર્મરૂપી વટવૃક્ષનું સર્જન કરી જન્મભૂમિ અને કર્મભૂમિમાં નામ રોશન કર્યું. બાલ્યવયથી જ કુશળ બુદ્ધિશાળી અને તેજસ્વીકાર્ય પદ્ધતિથી નિશ્ચલ નીતિનિષ્ઠતા-ચેતનાથી પરિપૂર્ણ હોવાથી યુવાન વય થઈ ત્યારે પોતાની પ્રવીણતા, હિંમત, હોંસલા સાથે સને ૧૯૬૦માં ગાર્ડનસિટી બેંગ્લોરમાં પદાર્પણ કરી કર્ણાટકને કર્મભૂમિ બનાવી. બેંગ્લોરમાં આવી શરૂથી કાપડ લાઇનમાં હોલસેલ અને રિટેઇલ વ્યવસાય શરૂ કર્યો હતો. પોતાના અડીખમ પરિશ્રમ અને પ્રમાણિકતાથી પ્રગતિના પંથે આગળ વધતા ગયા. આ કાર્યમાં સહભાગી હોય તો તેમનાં ધર્મપત્ની શ્રીમતી પન્નાબહેનનાં સુખદ દામ્પત્યજીવનમાં અનેક સુંદર કાર્યોમાં ઉત્સાહપૂર્વક ભાગ લેતા રહ્યા. તેથી તેમના સુપુત્રો જેવા કે ઘનશ્યામ અને અમીત. જે પોતાની ભરયુવાનીમાં પોતાનું પિતા પ્રત્યેનું ઋણ સુંદર રીતે આદા કરેલ. ચિકપેટ ખાતે તેમને જનતા ટ્રેડર્સ–મધુર મિલન અને Gnanshyam's એમ ત્રણ પેઢી બેંગ્લોર ખાતે ચાલુ કરી. આ પેઢીનું તેમના સુપુત્રો હળીમળીને સુંદર રીતે સુકાન સંભાળી રહ્યા છે. સાથે સાથે શ્રી બોનાન્ઝા પોર્ટફોલિઓ લિ. (શેરના સબબ્રોકર)નો વહીવટ સંભાળી રહ્યા છે. સદ્ગુરુવર્યના વિશેષ સમાગમમાં આવ્યા અને વારંવાર ધર્મશ્રવણથી જ્ઞાનપૂર્વક વિરતિમાં આગળ વધ્યા. પુણ્યથી પ્રાપ્ત લક્ષ્મીનો સદુપયોગ કરતા રહ્યા. લગભગ દરેક પ્રતિષ્ઠિત આચાર્ય ભગવંતો, ગુરુ ભગવંતોના શુભ આશીર્વાદ પ્રાપ્ત થયેલ. જેની ફલશ્રુતિરૂપે શ્રી મનહરભાઈ મનોસૃષ્ટિમાંથી પ્રથમ જ જૈનધર્મના સિદ્ધાંતો અને સેવા નિષ્ઠાનો ઉછેર તથા ઉત્કર્ષ થયો, એ ઉચ્ચ સિદ્ધાંત અને સાધનાએ જ એમની સમગ્ર કારકીર્દિનું ઘડતર થયું. લક્ષ્મીની ત્રણ ગતિ છે. આ ત્રણમાં પ્રથમસ્થાને દાન છે. લક્ષ્મી પ્રાપ્ત કરવી, મળ્યા પછી રક્ષા કરવી, રક્ષા કરેલ ધનમાં વૃદ્ધિ કરવી અને વધારેલા ધનનું દાન કરવું. આ સિદ્ધાંતને માની તેને અમલી કરનાર વ્યક્તિ હંમેશાં માન, મોભો, મર્યાદા સહિત પ્રાપ્ત કરનાર મનહરભાઈ પારેખ જેને બેંગ્લોરમાં ‘મનુભાઈ’હુલામણા નામથી સહુ ઓળખે છે. મનુભાઈ શ્રીમંતાઈ છતાં સાદાઈ, પ્રભુના શાસન ઉપર રોમરોમ રાગ, જ્ઞાનાભ્યાસમાં આગળ વધવાની ઉત્કંઠા અને Jain Education International યથાશક્તિ વિરતિનું આરાધન તેમજ લક્ષ્મી ઉપરથી મૂર્છા ઓછી કરવા સાથે યોગ્ય ક્ષેત્રોમાં ખુલ્લો મૂકેલ દાનપ્રવાહ એ ચતુરંગીયોગ ભાગ્યે જ કોઈ પુણ્યશાળી વ્યક્તિમાં દૃષ્ટિગોચર થાય છે. તેમના પરિચયમાં આવનારને પ્રેરણા મળે અને એમનાં સદ્ગુણો–સત્કર્મો તથા સુવિચારો થકી એમની સ્મૃતિરૂપે સૌના દિલમાં કાયમી જૈન ધર્મની ઉન્નતિ અને જૈનસમાજના ઉત્કર્ષ સાથે દરેક હૂંફ આપી ધર્માનુરાગી ઉદારદિલથી સમાજ માટે કરી છૂટવાની ભાવના તેમનામાં રોમેરોમે રંગાઈ હતી. સમાજસેવા જીવદયા કેળવણી સહાય અને ધર્મઆરાધના અને સાધુ-સાધ્વીની વૈયાવચ્ચ વગેરે તેમના જીવનમાં જોવા મળે છે. આવા અનુરાગના કારણે જ તેઓ અનેક સામાજિક, ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તેઓ નીચેની સંસ્થાઓમાં સક્રિય સેવા આપી રહેલ છે. તે અવિસ્મરણીય છે. * * * * * * * * * * ૧૦૪૩ * કંઈક આંશિક ઝાંખી આ પ્રમાણે છેઃ શ્રી ગુજરાતી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, બેંગ્લોર ઉપપ્રમુખ. શ્રી પાર્શ્વલબ્ધિ તીર્થધામ ટૂમકૂર રોડ, બેંગ્લોર ટ્રસ્ટી કમિટી મેમ્બર. શ્રી સૌરાષ્ટ્ર જૈન સંઘ તથા સૌરાષ્ટ્ર મહાસંઘ ફાઉન્ડર અને કમિટી મેમ્બર. શ્રી ડી. વી. વી. ગુજરાતી શાળા, બેંગ્લોર કમિટી મેમ્બર. શ્રી સંયુક્ત ગુજરાતી સમાજ કર્ણાટકા બેંગ્લોર ફાઉન્ડર મેમ્બર તથા ફાઉન્ડર જોઈન્ટ સેક્રેટરી. શ્રી બેંગ્લોર વૈષ્ણવ સમાજ, બેંગ્લોર ડોનર મેમ્બર. શ્રી આદર્શ કોલેજ, બેંગ્લોર લાઇફ મેમ્બર. શ્રી ભારત વિદ્યાનિકેતન, બેંગ્લોર ટ્રસ્ટી. શ્રી બી. એ. પી. એસ. સ્વામિનારાયણ મંદિર, બેંગ્લોર પરિસરના ગભારા તથા ઇંડા-કળશ મુખ્ય લાભાર્થી તથા સક્રિય કાર્યકર. શ્રી દશાશ્રીમાળી વણિક જ્ઞાતિ મહાજન, બેંગ્લોર ફાઉન્ડર મેમ્બર તથા ખજાનચી. શ્રી નાકોડા અવન્તિ ૧૦૮ પાર્શ્વનાથ તીર્થધામ, બેંગ્લોર એક દેવકુલિકા નિર્માણમાં સંપૂર્ણ લાભાર્થી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy