SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો માતાપિતાએ લાકડવાયું નામ આપ્યું ‘હસુમતી'. માતાપિતાના ધાર્મિક સંસ્કારોને લીધે હસુમતીબહેનમાં નાનપણથી જ ધર્મભીરુતા, સરળતા અને સાદાઈના ગુણો વિકસતા ગયા. તેમની ધાર્મિક ક્રિયારુચિ જોઈને કુટુંબીજનો પણ આનંદ પામતા. વ્યાવહારિક શિક્ષણ બાદ પૂ. સુભદ્રાશ્રીજી મહારાજના પરિચયમાં આવતાં હસુમતીબહેનનો વૈરાગ્યદીપ જલી ઊઠ્યો. સંસારથી મન વિમુખ થઈ ગયું. ત્રણ વર્ષ તાલીમ મેળવ્યા બાદ પૂ. બાપજી મહારાજના સ્વહસ્તે પૂ. સુભદ્રાશ્રીજી મહારાજનાં શિષ્યા તરીકે વિ.સં. ૧૯૯૮ના મહા સુદ ૬ના શુભ દિને શ્રી સુલસાશ્રીજી નામે ઘોષિત થયાં. પૂ. સુભદ્રાશ્રીજી મહારાજ, કે જેઓ (વાગડવાળા)ના સમુદાયમાં ૪૫૦ શ્રમણીવૃંદના પ્રવર્તિની શિરછત્ર તરીકે અદ્વિતીય–અનુપમ સંયમસાધના કરી રહ્યા હતા. તેમના ચરણોમાં સર્વસ્વ સમર્પણ કરી સંયમયાત્રાનો આરંભ કર્યો. સંયમજીવનના પ્રાણ સમી ‘ગુરુઆણા'ને આત્મસાત્ બનાવી અને પૂ. ગુરુણીશ્રીજીની તાલીમ લઈશાન અને સાધનામાં સિદ્ધિ પ્રાપ્ત કરી. ખરે જ, ઘેઘૂર વટવૃક્ષ સમા વડીલોની નિશ્રામાં થતી જીવોની જાળવણી તે સમયની કેળવણી દ્વારા સોળે કળાએ ખીલી ઊઠતી. આજે પણ પૂ. સુભદ્રાશ્રીજી મહારાજ આદિમાં ‘ચંદનબાળા’ સમાન આદર્શોની ઝાંખી થાય છે. શત શત વંદન હો એ અગણિત ગુણાલંકૃત આર્યાવૃંદને! પૂજ્ય સુલસાશ્રીજીએ ગુરુકુલવાસમાં રહી આત્માને અનેરા સંયમથી, તપથી, જ્ઞાનથી મઢી લીધો કે તેની ચમક પણ અનેકોને પ્રભાવિત કરતી હતી. સહવર્તી આર્યા સાથેનો જેવો સંપ તેવી જ સહવર્તી ગુરુબહેનોની સેવા કરવાની સદાય તત્પરતા રાખતા. સહવર્તી આર્યાને અધ્યયનાદિમાં પૂરો સહકાર આપવાની વૃત્તિ અને વિનય-વૈયાવચ્ચ કર્યા બાદ પઠન માટેની જાગૃતિ રાખતાં. તેમના સ્વભાવમાં ક્યારેય વ્યગ્રતા કે વાણીમાં ક્યારેય ઉગ્રતા રહેતી નહીં. દેવ-ગુરુની ભક્તિ અને તપ શક્તિમાં વધારો કરવા ઉદ્યત રહેતાં વર્ધમાન તપની ૧૦૦ ઓળી સાથે કાયાનો કસ કાઢવામાં સતત પ્રયત્નશીલ આ સાધ્વીજી મહારાજે માસક્ષમણ, સિદ્ધિતપ, ચત્તારિ-અઃદસદોય, ૧૬ ઉપવાસ, ૮-૧૦-૧૧-૧૫ ઉપવાસ, સમવસરણ, વર્ષીતપ, ક્ષીરસમુદ્ર આદિ થોકબંધ તપશ્ચર્યા દ્વારા દેહની દિવ્યકાંતિ પ્રાપ્ત કરી હતી. પૂજ્યશ્રીના જીવનમાં સમતા પણ ગજબની હતી. ગરમઠંડો, જાડો-પાતળો, સરસ-નિરસ આહાર ઉચાટ કર્યા વિના મસ્તીથી વાપરે. નાનામાં નાની વ્યક્તિની વાતને માન્ય કરવામાં Jain Education International ૧૦૧૭ જરા પણ નાનપ ન અનુભવે એવી સરળતા હતી. એવી જ રીતે, કોઈ પણ વિપરીત પરિસ્થિતિમાં સહનશીલતા ગુમાવવી નહીં એવો વિવેક કેળવ્યો હતો. એવા અનેક ગુણાલંકૃત શ્રી સુલસાશ્રીજી મહારાજની સંયમયાત્રા વિકાસ પામતાં પામતાં વર્ધમાન સ્વરૂપે બની હતી. ગુરુકૃપા દ્વારા સા. શ્રી સુવર્ણરેખાશ્રીજી, સા. શીલરત્નાશ્રીજી મ., સૌમ્યગુણાશ્રીજી ત્રણ શિષ્યા અને અન્ય પ્રશિષ્યા સાથે અનેક આત્માઓએ તેમના ચરણે શરણું લીધું છે. છેલ્લા ૪૫ વર્ષથી શરીર સ્વાસ્થ્ય બરાબર ન રહેતું હોવા છતાં શ્વાસોચ્છ્વાસમાં નવકારનો જાપ ચાલતો જ હતો. સમતાપૂર્વક અશાતાને વેઠી રહ્યા હતા. વૃદ્ધાવસ્થામાં પણ જ્ઞાન અને સાધનામાં એક મિનિટનોય વિક્ષેપ પાડતા ન હતા. આખા દિવસમાં એકાદ કલાક સ્તવન-સજ્ઝાય-ચૈત્યવંદન વિગેરેથી પણ પુનરાવર્તન સાધી લેતા હતા. એવા એ જ્ઞાન-ધ્યાન-તપના સાધક દિવ્ય આત્મા સાધ્વી શ્રી સુલસાશ્રીજી મ. અંજાર(કચ્છ) નગરે વિ.સં. ૨૦૪૮, પોષ સુદ-૯, મંગળવારે પરમ સમાધિમય કાલધર્મ પામ્યા હતા. પૂજ્યશ્રીના ચરણોમાં કોટિ કોટિ વંદના! સૌજન્ય : પૂ. પંન્યાસશ્રી પૂર્ણચંદ્રવિજયજી મ.સા.ની પ્રેરણાથી માતુશ્રી ખીમઈબેન લખીઘર શીવજી ગડા જૈન ધર્મશાળા, પાલિતાણા વર્ધમાન તપોરત્ના અને અનેક ગુણગણવારિધિ પૂ. સાધ્વીજી શ્રી પુષ્પસૂલાશ્રીજી મહારાજ ‘ઉત્તમના ગુણ ગાવતાં–ગુણ આવે નિજ અંગ' એ ઉક્તિ અનુસાર મહાપુરુષોની ટૂંકી પણ રહસ્યમયી–સત્ત્વભરી ગુણગાથા સહુ કોઈને ઉન્નત અને આદર્શ જીવનની પ્રબળ પ્રેરણા આપે છે. જેમ પુષ્પનો પરિમલ સમીપવર્તી વાતાવરણમાં પ્રસરીને સમગ્ર વાતાવરણને મઘમઘાયમાન બનાવી મૂકે છે, તેમ મહાપુરુષોની સદ્ગુણ-સૌરભ વાતાવરણને સુવાસિત બનાવે છે. જે કચ્છ દેશની ધન્યધરા પર જગવિખ્યાત દાનવીર જગડુશા અને દેવવિમાનતુલ્ય દેવાલયો બંધાવી શત્રુંજય ગિરિરાજ પર નવ ટૂંકોનું નિર્માણ કરનાર નરશી કેશવજી જેવા નરવીરો પાક્યા તે કચ્છ દેશના તુંબડી ગામે પિતા- ધનજીભાઈ અને માતા કાનબાઈના ગૃહે સં. ૧૯૭૨માં એક પુત્રીરત્નનો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy