SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦૬ આનંદાને પોતાના બનેવી લક્ષ્મીચંદભાઈના ઘરે રહેવાનો અવસર મળતાં જ એના ધર્મસંસ્કાર જાગી ઊઠ્યા. આના પરિણામે લગભગ ૭ થી ૮ વર્ષની વયે એણે પંચ પ્રતિક્રમણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય અને છ કર્મગ્રંથનો અભ્યાસ પૂર્ણ કરી દીધો. લક્ષ્મીચંદભાઈએ સંસાર તો માંડ્યો હતો, પણ એમના મનનો ઝુકાવ તો સર્વવિરતિ તરફજ હતો! આથી લગભગ ઉપધાન તપ આદિ ક્રિયાઓના પ્રભાવે એમણે ભરયુવાન વયે ચતુર્થ વ્રત અંગીકાર કર્યું હતું. આ વ્રતગ્રહણના સમયે એમના પત્ની રાજુલાબહેનની ઉંમર માત્ર ૧૯ વર્ષની હતી. આ ભીષ્મપ્રતિજ્ઞાના પ્રભાવે મદ્રાસ સંઘે આયંબિલ ખાતાનું ઉદ્ઘાટન આ દંપતીના વરદ્ હસ્તે કરાવ્યું. જિન શાસનનાં રાજુલાને રોકી શકવા સમર્થ ન હતા, પણ આનંદા પર તો એમનો હક્ક હતો. એમને લક્ષ્મીચંદભાઈને અને રાજુલાને તો દુભાતા દિલે અનુમતિ આપી પણ આનંદા માટે પ્રશ્ન થઈ પડ્યો. આનંદાને થયું કે હવે ભીષ્મ નિર્ણય નહીં લઉં તો બાજી બગડી જશે! એણે અભિગ્રહ કર્યો કે “મને બહેન-બનેવી સાથે ત્યાગમાર્ગે જવાની રજા નહીં આપો તો હું ચારે આહારનો ત્યાગ કરીશ.” અંતે એની મક્કમ ધર્મભાવનાનો વિજય થયો અને બહેન-બનેવી સાથે એ પણ પૂ. કનકસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં ચાતુર્માસની આરાધના કરવા પહોંચી ગઈ. આચાર્યદેવ ત્યારે ગુજરાતના ચાણસ ગામમાં ચાતુર્માસ બિરાજમાન હતા. Jain Education International લક્ષ્મીચંદભાઈની ઇચ્છા તો બંને બહેનો (રાજુલાઆનંદા) સાથે જ દીક્ષા લે એવી હતી, પણ આનંદા માટે તેના પિતાજીની રજા ન હોય ત્યાં સુધી આવું પગલું ભરી શકાય એમ ન હતું. એથી ચાતુર્માસ પૂર્વે જેઠ વદ ૨ના દિવસે ખૂબ ઠાઠમાઠથી રાજુલાબહેનની દીક્ષા થઈ અને પૂ. સાધ્વીજી શ્રી ચતુરશ્રીજી મ.ના શિષ્યા તરીતે એઓશ્રી નિર્મલાશ્રીજી નામે જાહેર થયા. મદ્રાસ જેવા દૂરના પ્રદેશમાં તો સુવિવાહિત સાધુઓનો યોગ ક્વચિત જ મળી શકતો. લક્ષ્મીચંદભાઈને થયું કે, “સર્વવિરતિના પંથે આગળ વધવાનું પોતાનું સ્વપ્ન સાકાર કરવું હોય તો ગુજરાત જેવી પાલિતાણા જઈને વસવાનો અને પોતાના સંયમ સ્વપ્નને સાકાર બનાવવાની તાલિમ લેવાનો નિર્ણય કર્યો. આ નિર્ણયની જાહેરાત થતાં જ મદ્રાસ શહેરમાં આઘાતનું વાતાવરણ ફેલાઈ ગયું પણ લક્ષ્મીચંદભાઈ શુભકાર્ય માટે વિદાય થતા હતા, એથી હસતે હૈયે વિદાય આપ્યા વિના છૂટકો ન હતો. મદ્રાસ સંઘના નાના-મોટા અનેકાનેક સભ્યની આંસુભીની વિદાય લઈને એઓ પાલિતામા આવ્યા ને મહાજનના વંડામાં આવેલ શાંતિભુવનમાં પોતાનું રસોડું ખોલીને રહેવા માંડ્યા. ચાતુર્માસ પૂર્ણ થાય, એ પૂર્વે તો માણેકલાલભાઈ ટૂંકી બિમારી ભોગવીને જીવનલીલા સંકેલી ગયા. આનંદાને એક વાતનું દુ:ખ રહી ગયું કે પોતાના પિતા સહર્ષ અનુમતિ આપવાનું પુણ્ય ન પામી શક્યા. ચાતુર્માસ બાદ કાર્તિક વદ પાંચમે (વિ.સં. ૧૯૯૩ના) ધીણોજ પાસેના મૃગુ ગામમાં પૂ. મુનિ મ. શ્રી ભદ્રંકરવિજયજી મ.સા. (હાલ આચાર્યદેવ કરી આનંદા નિર્જરાશ્રીજી તરીકે વડીલ ભિંગના સા. નિર્મલાશ્રીજીનાં શિષ્યા બન્યા. સાધુભક્તિ, સાધર્મિક ભક્તિ આદિનો લાભ લેવાપૂર્વક ભદ્રંકરસૂરીશ્વરજી મ.સા.ના વરદ્ હસ્તે સંયમજીવનનો સ્વીકાર પોતાની સંયમભાવના વધુ વિકસતી રહે એવી સાવચેતી સાથે લક્ષ્મીચંદભાઈ જ્ઞાન-ધ્યાનમાં આગળ વધી રહ્યા હતા, ત્યાં જ એક દહાડો કચ્છ-વાગડ દેશોદ્ધારક પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય કનકસૂરીશ્વરજી મ.સા.ના પાલિતાણામાં પુણ્ય પગલાં થયાં. એમના પવિત્ર ચારિત્રની સુવાસે ત્રણે મુમુક્ષુઓના મને આકર્ષી લીધું. ત્રણેયના જીવનનાવને જાણે સુકાનીનો ભેટો થઈ ગયો. આ વર્ષ ૧૯૯૨નું હતું. એટલે આનંદાબહેન લગભગ ૧૦ વર્ષના થઈ ગયાં હતાં. બસ સંયમજીવનની પૂર્વતાલીમ હવે લગભગ પર્ણ થઈ ગઈ હતી. લક્ષ્મીચંદભાઈએ એક વાર તીરુપુર જઈ આવીને છેલ્લી વિદાય લઈ આવવાનો નિર્ણય કર્યો. શ્રી નિર્જરાશ્રીજીના ભાગ્યમાં સંયમ-પ્રાપ્તિ બાદ વધુ વિઘ્નો લખાયાં હશે! એથી દીક્ષાદિનથી જ એઓ રોગના ભોગ બન્યાં. બપોર પછી એક વાર વમન થયું પછી તાવ લાગુ પડ્યો. બસ! વમન અને તાવનાં સામાન્ય ચિહ્નો દ્વારા આવેલો રોગ પછથી દિવસે-દિવસે વધુ ને વધુ વ્યાપુક બનતો જ ગયો. છતા નિર્જરાશ્રીજીના ચિત્તની પ્રસન્નતા જરાય ઓછી ન થઈ ઉપરથી એઓ પ્રસન્નતા વ્યક્ત કરવા માંડ્યા-સારુ થયું કે રોગનાં આ કર્મો સંયમ મળ્યા બાદ ઉદયમાં આવ્યા! જેથી હું સહર્ષ સહી શકું છું. પહેલાં ઉદયમાં આવ્યા હોત તો હું સંયમી ન બની શકત અને આવી સમાધિ પણ ન ટકાવી શકત! આનંદાના પિતા માણેકલાલભાઈ પોતાની મોટી પુત્રી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy