SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ૯૯૫ તપ, ત્યાગ અને સાધનાથી વિભૂષિત - કચ્છવાગઠ શ્રમણી સમુદાય પૂ.પં.શ્રી પૂર્ણચંદ્રવિજયજી મ.સા. ભારતની પશ્ચિમ દિશાએ આવેલો ખમીરવંતો કચ્છ પ્રદેશ એના ભૌગૌલિક સ્થાન, એની ભાષા અને રિવાજોથી સૌમાં નિરાળો તરી આવે છે. અહીં જૈનધર્મ પ્રાચીનકાળથી પળાતો આવ્યો છે, આ ભૂમિને ભારે મોટું ગૌરવ અપાવવામાં અનેક સંતરત્નોનું મૂક છતાં મહત્ત્વનું પ્રદાન નોંધપાત્ર બની ગયું છે. ભગવાન મહાનીરની સમુન્લલ પાટ પરંપરામાં આજ સુધી અનેકાનેક શાસનપ્રભાવક સંવિગ્ન ગીતાર્થ મહાપુરુષો આચાર્ય ભગવંતો તથા શ્રમણ ભગવંતો થયા. જેનો ભવ્ય જાજ્વલ્યમાન ઇતિહાસ શાસ્ત્રોના પાને અંકિત છે. આજે પણ અનેક સંયમચુસ્ત મહાપુરુષો વિચરી રહેલ છે, જે સકલસંઘનું સૌભાગ્ય છે. લગભગ ૧૫૦ વર્ષ પહેલાં ત્યાગી વૈરાગી તરીકે પ્રસિદ્ધ વાગડ સમુદાયનું સર્જન થયું....જે મહાપુરુષની પરંપરામાં વર્તમાન તપાગચ્છના લગભગ સમુદાયો આવી જાય છે, તે દાદાશ્રી મણિવિજયજી મ.સા.ના શિષ્ય પૂ. પદ્મવિજયજી થયા. તે રીતે પૂ. પદ્મ-જીતહીર-કનક-દેવેન્દ્ર-કલાપૂર્ણસૂરિની ભવ્ય પાટ પરંપરા વાગડ સમુદાયને સંપ્રાપ્ત થઈ. અનેક મુમુક્ષુ આત્માઓ ભાગવતી દીક્ષા ગ્રહણ કરી સુંદર સંયમ જીવનની સમારાધના કરીને સ્વ-પરનું કલ્યાણ કરીને વાગડ સમુદાયનું નામ રોશન કર્યું. ભૂતકાળમાં અનેક શ્રમણ-શ્રમણીઓ થયા. વર્તમાનમાં રચ્છ-વાગડ સમુદાયનાયક પૂ. આ. શ્રી વિજય કલાપ્રભસૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાવર્તી તરીકે ૬૩૦ ૫.પૂ. શ્રમણ-શ્રમણી ભગવંતો વિચરી રહેલ છે. જેમાં ૮૪ સાધુ ભગવંતો તથા ૫૫૦ ઉપર સાધ્વીવૃંદ છે. વાગડ સમુદાયના ઉપકારી અનેક પૂજ્ય આચાર્ય ભગવંતો, સાધુ ભગવંતો તથા સાધ્વીજી વૃન્દ વાગડ જેવા અણવિકસિત પ્રદેશોમાં ઝબકી ઊઠ્યાં. તેમના ત્યાગી-વૈરાગી અને ઉત્તમ ચારિત્રજીવનના અપૂર્વ પ્રભાવે અનેક જીવોને શુદ્ધ મોક્ષમાર્ગે ચડાવ્યા છે. તેઓશ્રીના નિર્મલ ચારિત્રપ્રભાવથી વાગડ સમુદાય દિન-પ્રતિદિન વૃદ્ધિ પામતો ગયો. તેમાંએ વળી રાજસ્થાન જેવા પ્રદેશમાં જન્મ લઈ કચ્છ-વાગડની અજાણી ભૂમિને પોતાની કર્મભૂમિ બનાવનાર, આ ભૂમિને પોતાની સાધનાની અનુભૂતિનું પયપાન કરાવવા વાગડ સમુદાયના ગચ્છાધિપતિ અધ્યાત્મયોગી પ.પૂ.આ.શ્રી વિજય કલાપૂર્ણસૂરિજી મ. તથા પૂ.આ.શ્રી કલાપ્રભસૂરિજી મ. આદિએ સમુદાયની વિજયપતાકા દૂર દૂરના વિસ્તારો સુધી ફરકાવી મહાન ઉપકાર કર્યો છે. વાગડની આ તપોભૂમિમાં એક એકથી ચડિયાતા નારીરત્નો પણ પ્રગટ થયાં છે. અખંડ નિર્મળ ચારિત્ર્યવિભૂષિત વાગડ સમુદાયના સાધ્વીગણના પ્રથમ સાધ્વી પ.પૂ. શ્રી આણંદશ્રીજી મ.સા.એ વાગડ ભૂમિમાં જન્મ લઈ પોતાના જીવનને સફળ બનાવવાની સાથે કેટલાએ જીવોને તાર્યા છે, એટલું જ નહીં, પોતાની ઉત્તમ જ્ઞાનસાધના વડે વાગડની સાધ્વીસમૂહને વધુ પ્રકાશિત-પ્રજ્વલિત કરેલ છે. શાસનની શોભા વધારનાર આ પરોપકારી સાધ્વીજી ગુરુમહારાજને પગલે પગલે કચ્છવાગડ અને દૂર દૂરના પ્રદેશોમાંથી પણ કેટલાએ ભાગ્યશાળીઓએ મોક્ષલક્ષ્મીને પ્રાપ્ત કરવા ઉત્તમ એવું ચારિત્ર્ય વાગડ સમુદાયમાં સ્વીકારીને આ પ્રદેશમાં તેમ જ ભારતભરમાં ધર્મની આરાધના કરી, કરાવી શાસનપ્રભાવના પ્રવર્તાવી રહેલ છે. આ વાગડ સમુદાયના સાધ્વીજીઓની સંખ્યા ભૂતકાળ તથા વર્તમાનમાં ૭૫૦-૮૫૦ હોવાનું જણાય છે. વાગડ સમુદાયના તપ, ત્યાગ અને સાધનાના આદર્શો અને ધર્મની પ્રભાવનાથી જો કોઈ તેનો આસ્વાદ માણી રહેલ છે. સૌજન્ય : પૂ. પંન્યાસશ્રી પૂર્ણચંદ્રવિજયજી મ.સા.ની પ્રેરણાથી માતુશ્રી ખીમઈબેન લખીઘર શીવજી ગડા જૈન ધર્મશાળા, પાલિતાણા Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy