SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો મુંબઈમાં સં. ૨૦૨૨ અને ૨૦૨૩ના ચાતુર્માસ અનુક્રમે ભાયખલા તથા મિનાથજી ઉપાશ્રય (વિજયવલ્લભચોક)માં કરેલ અને તે પ્રસંગે શ્રી આત્માનંદ જૈન સભાનો રજત મહોત્સવ ઉજવાયો. મુંબઈમાં ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબોને સસ્તા રહેઠાણો બનાવવા પ્રેરણા કરી હતી અને પરિણામે કાંદીવલીમાં મહાવીરનગર બનેલ છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલય-મુંબઈના સુવર્ણ મહોત્સવમાં સાધ્વીજીએ ઉપસ્થિત રહી નિધિ એકત્ર કરાવવા પ્રેરણાત્મક બળ પૂરું પાડેલ. આચાર્યશ્રીના લોકોપકારક જીવનને અનુરૂપ, જૈનદર્શનનો અભ્યાસ અને સંશોધન કેન્દ્ર, તુલનાત્મક અભ્યાસ કેન્દ્ર, પ્રાચીન અને સમકાલીન સ્થાપત્યનું કલાસંગ્રહાલય, યોગ અને ધ્યાનનું સાધના કેન્દ્ર, જનઉપયોગી સાહિત્ય નિર્માણ અને પ્રકાશન, પુરાતન સાહિત્યની સુરક્ષા, પ્રાકૃતિક ચિકિત્સા પર સંશોધન, મહિલા ઉપયોગી પ્રવૃત્તિઓ, વૈદ્યકીય રાહત વગેરે અનેક કાર્યવાહીનું અખિલ ભારતીય સ્તરે આ મહત્ત્વનું કેન્દ્ર બની રહ્યું છે. કલાત્મક જિનપ્રાસાદ તૈયાર થઈ ગયું છે. પૂજ્યશ્રીની પ્રેરણાથી જાણીતા ઉદ્યોગપતિ શ્રી પ્રતાપભાઈ ભોગીલાલે શ્રી ભોગીલાલ લહેરચંદ જૈન એકેડેમી ઓફ ઇન્ડોલોજિકલ સ્ટડીઝ'' માટે સારી રકમ આપી છે. એકાએક ગુરુવાર, તા. ૧૭મીના પૂજ્યશ્રીએ બધું વોસિરાવી દીધું અને જેમ જેમ પ્રાણ ઓછો થવા લાગ્યો તેમ તેમ તેમના મોં ઉપર કાંતિ અધિકાધિક ઝળકવા લાગી અને શુક્રવાર, તા. ૧૮-૭-૧૯૮૬ના સવારે ૮-૦૦ કલાકે પોતાના જીવનપટને સંકેલીને સદાને માટે શાંત થઈ ગયા : કાળધર્મ પામ્યા. સૌજન્ય : શૈલેષ હિંમતલાલ કોઠારી પરિવાર, મુંબઈ પૂ. સાધ્વીજી શ્રી મોક્ષમાલાશ્રીજી મ. ઉંમર જ્યારે પાનખરો પહોંચી હોય, ત્યારે જીવન ઉપવનમાં સાધનાની વસંતને ખીલવી જનારા વિરલ વ્યક્તિત્વનો સોનેરી ઇતિહાસ જ્યારે લખાશે, ત્યારે કદાચ પહેલું નામ સુવિશાલ ગચ્છાધિપતિ Jain Education International ૯૮૧ પૂ. શ્રી વિજય હેમભૂષણસૂરીશ્વરજી મહારાજ તથા તેઓના લઘુબંધુ પૂ. મુનિરાજ શ્રી દિવ્યભૂષણ વિજયજી મહારાજના માતુશ્રી ૮૩ વર્ષની ઉંમરે દીક્ષા ગ્રહણ કરનાર ‘બા મહારાજ’ તરીકે સુપ્રસિદ્ધ પૂ. સાધ્વીજી શ્રી મોક્ષમાલાશ્રીજીનું હશે. તેઓ સંયમ જીવનમાં પ્રવેશ્યા એ સમયનું દૃશ્ય કેટલું બધું અદ્ભુત હતું. દીક્ષા આપનાર ગચ્છાધિપતિ હોય, દીક્ષા લેનારા ગચ્છાધિપતિના માતુશ્રી હોય, ઉંમર આઠ દાયકા વટાવી ચૂકી હોય, દીક્ષાભૂમિ મુંબઈ જેવી મહાનગરી હોય, દીક્ષા પ્રસંગ વાલકેશ્વર જેવા રીચેસ્ટ એરિયામાં હોય, માનવ મહેરામણ હજ્જારોનો હોય, સાલ વિ.સં. ૨૦૬૩ની હોય અને દિવસ વૈશાખ સુદ ૭નો હોય. ૨૫૦૦ વર્ષના ઇતિહાસમાં કોઈ ગચ્છાધિપતિએ પોતાના ૮૩ વર્ષના બુઝુર્ગ માતુશ્રીને પોતાના હાથે રજોહરણ આપી દીક્ષા આપી હોય, એવો કદાચ આ પહેલોવહેલો પ્રસંગ હશે. સંયમ સ્વીકાર્યા બાદ સાધનાનો યજ્ઞ પ્રારંભ્યો. દરરોજ ૩૦૦ લોગસ્સનો કાઉસ્સગ્ગ, ૫૦૦ ખમાસમણા, ચાર કલાક સ્વાધ્યાય, આ ઉંમરે પણ ભણવાની લગની એવી કે અતિચાર સુધીના સાધુ ક્રિયાના સૂત્રો કંઠસ્થ કરી લીધા, શક્તિ હોય ત્યાં સુધી કોઈની સહાય લેવી નહીં અને શક્તિ હોય તો સહાય કર્યા વિના રહેવું નહીં.' આ ગુણને આત્મસાત કરનારા સાધ્વીજીશ્રી મોક્ષમાલાશ્રીજીએ સાધના જીવનના ત્રણ વર્ષ એ રીતે પૂર્ણ કર્યા કે, સહુ એમની સાધનાને જોતા રહ્યાં. સાધનાની સાચી ફલશ્રુતિ સમાધિ ગણાય. સમાધી સમયનું દેશ્ય પણ કેટલું બધું અનુમોદનીય અને સ્પૃહરણીય હતું. ચૈત્ર મહિનો, સુદ બીજુંનો દિવસ, ચોવિહાર ઉપવાસનું પચ્ચક્ખાણ અને ચોમેર સમાધિમાં સહાયક બને તેવું વાતાવરણ! પૂ. આ. શ્રી મુક્તિપ્રભસૂરિજી મ., પૂ. પં. શ્રી ચંદ્રભૂષણવિજયજી ગણિ, પુત્ર મુનિરાજ શ્રી દિવ્યભૂષણવિજયજી મ. સહિત ગુરુ શ્રી તરુલતાશ્રીજી આદિ અનેક શ્રમણીઓની ઉપસ્થિતિ વચ્ચે સવારે ૪-૫૦ મિનિટે નાસિકના આંગણેથી પરલોક તરફ પ્રયાણ ! સમાધિથી સુવાસિત માહોલ વચ્ચે આમ જૈન શાસનના નભાંગણમાંથી બા મહારાજ' નામનું એક વિરલ વ્યક્તિત્વ સદા માટે વિલુપ્ત થઈ ગયું. જીવનને સાધનાથી સુવાસિત બનાવીને સાધનાની એ સુવાસને ચારેકોર ફેલાવી જનારા પૂ. સાધ્વીજી શ્રી મોક્ષમાલાશ્રીજી એવું નામ ધારણ કરનારા પરિયાવાપીના ‘મણિબા’નું જીવન પણ સર્વતોમુખી સાધનાથી હર્યું ભર્યું હતું. એમણે પોતાના બન્ને સંતાનો હરીન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy