SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો યશ પ્રાપ્ત કર્યો. એ માટે લબ્ધિ-વિક્રમ કૃપાપાત્ર પૂ.આ.શ્રી વિજયરાજયશસૂરીશ્વરજી મ.નો ફાળો પણ આવકારદાઈ હતો. (૧૮) બાળબચારી સાધ્વીજી શ્રી આગમજ્યોતિશ્રી ખુબ ઉમંગથી સંઘમધર્મનો સ્વીકાર કરી મોક્ષના પયિક બન્યા. પણ અચાનક ૫-૧૫ દિવસમાં જ અશાતાવેદનીયકર્મના ઉદયે જોર પકડ્યું. ન ધારેલુ ન કલ્પેલું કેન્સર રોગનું આગમન થયું. શ્રમણી–સંસારી સમુદાયમાં ચિંતાનું જોર કરી બેઠું. શું કરવું? કર્યો રસ્તો અપનાવવો તેની રોજ મિટીંગ થવા લાગી પણ.... સાધ્વીજી પ્રસન્ન હતા. સમતાપૂર્વક અશાતાવેદનીયકર્મના ઉદયને દૃઢતાથી સહન કરવા તૈયાર થયા. ૨૨ પરિષહને જીતવા તેઓએ મનથી તૈયારી કરી લીધી. સંયમનું નિરતિચાપણે પાલન કરવા તપ-જપ કરી કર્મને બંધાવવા તેઓએ યજ્ઞ માંડ્યો. જોનાર મનમાં મુંઝાય પણ તેઓ “અવધુ સદા મગનમેં રહના'ની જેમ પ્રસન્નતાના શુદ્ધ વાતાવરણથી દર્શનાર્થીને પણ શાતા આપતા. પુણ્યપ્રકાશ અને પદ્માવતી આરાધનાના મૂક સંદેશ જીવનમાં ઉતારવાના કારણે આ અત્યંતર રીતે પ્રસન્ન. બાહ્ય રીતે રોંગી સાધ્વીય દર્શનાર્થીઓને નકાર શરીરનો સંદેશ આપતાં ધર્મ કરો, ધર્મ સંભળાવો, આત્મજાગ્રતિ રાખો જેવા વિચારો વહેતા કરતા. ધૈર્યના કારણે અનેક તપસ્યા કરી સ્વાધ્યાયમાં પ્રવૃત્તિશીલ રહી સંયમ કે ઉમ્મરથી નહીં પણ જ્ઞાનથી થવીર એવા શ્રમથી સમાધિકાળ પામ્યા, કોટી વંદન હો એ શ્રમણીને. (૧૯) કાયા પાતળી—નબળી અને મન દૃઢ-મજબૂત જેઓનું હતું તેવા એક દીર્ઘ સંયમી સાધ્વીશ્રીની વાત છે. તેઓના દર્શન કરવા જનાર પણ એક ક્ષણ આશ્ચર્ય પામી જાય તેવું તેઓનું જીવન હતું. સંયમની આરાધનામાં શુદ્ધતા અને શાશ્વતગિરિની છઠ્ઠ કરી સાત જાત્રા/૯૯ની જાત્રા કરવી તેઓને મન રમત હતી. એક નહીં અનેક વખત ૯૯ યાત્રા કરી અવઢના પચ્ચકખાણે આહાર વાપરતા. સિદ્ધક્ષેત્ર એ પુણ્યભૂમિ કહેવાય, ભગવાન આદીનાથ એ આરાધક આત્માની ભાવના પૂર્ણ કરનારા તારક દેવ પછી ઉણપ કોઈ વાતની વનમાં હોય ખરી? દર્શનાર્થીને સાત અથવા ૯૯ યાત્રા કરવા હંમેશા પ્રેરણા આપતા. (૨૦) એ શ્રમણી યુગલે તપ-જપ-આરાધનાની નિત્ય રિફાઈ કરી. જીવનમાં લગભગ ૪૦ વર્ષમાં ૩૫૦૦૦થી વધુ ઉપવાસ, વીશસ્થાનક તપ, ૨૦-૨૦ સળંગ ઉપવાસે ૩૦૦૦ થી વધુ આયંબિલ (વર્ધમાન તપની ૫૫મી ઓળી ચાલે છે) વિગેરે Jain Education International ૯૭૯ કર્મ ખપાવવા ભગીરથ પ્રયત્ન કર્યો છે. કોઈ દિવસ અલ્પ તપ કરવું પડે તો મનને ઠપકો આપતા. પુણ્યશાળી સાધ્વીથી ગીતપમાશ્રી તથા સાધ્વીજી દીપયશાશ્રીજી વિહાર હોય, શિયાળો હોય, ઉનાળો હોય કે લાંબા વિહાર કરવાના હોય તોપણ શુભ અધ્યવસાય સાથે પૂ.આ.મ.શ્રીમદ્ વિજયવિક્રમસૂરીશ્વરજી મ.ની કૃપાથી અસ્ખલીત આરાધના કરે છે. (કરતા હતા.) (૨૧) એ ૧૧૩ ઓળીના આરાધક તપસ્વી સાનીશ્રી અરુણોદયશ્રીજી મ. જીવનમાં શાતા-અશાતા ઘણા ચડાવઉતારને સમભાવે અનુભવ્યા. ૮૫ વર્ષની ઉંમરે પણ પ્રમાદને વશ ન થનાં દર્શન-જ્ઞાનચારિત્રની શુદ્ધ આરાધનામાં મગ્ન રહે છે. માત્ર તપ નહીં પત્ર વિવિધ ધર્મની આરાધના દ્વારા નિત્ય મહાવિદેહમાં જન્મ ઝંખે છે. કારણ જલ્દી મોક્ષે જવું છે. (૨૨) પૂ. બાપજી મ.ના સમુદાયના અને આગમપ્રજ્ઞ પૂ. મુનિ શ્રી જંબૂવિજયજી મ.ના માતુશ્રી સાધ્વીજી શ્રી મનોહરશ્રીજી મ. શતાબ્દી વટી ચૂકેલા એક વંદનીય સાધ્વી હતા. વૃદ્ધાવસ્થા ઘણી વખત અતૃપ્ત અવસ્થા કહેવાય. જ્યારે આ શ્રમણી તૃપ્તિના, સમતાના, શાંતિ, સમાધિના ઉપાસક હતા. (૨૩) એક જ્ઞાનપિપાસુ મહાસતીની વાત છે. લગભગ ૨૦ વર્ષથી વર્ષીતપના આરાધન સાથે જ્ઞાનપ્રાપ્તિ માટે આગમોનું મનન-વાંચન કંઠસ્થ કરવાનો ઉદ્યમ ચાલું છે. જ્ઞાનાવરણીય કર્મનો સોપશમ સારો હોવાથી વર્તમાનમાં લગભગ ૨૫-૨૬ આગમો કંઠસ્થ કરી ચૂક્યા છે. ઉપરાંત ભાવના ભાવે છે કે બધા જ આગમાં કંઠસ્ય કરી લેવા. પીએચ. ડી.ની ડીગ્રી પણ બંધરધાન” વિષય ઉપર મહાનિબંધ લખી ચાર વર્ષ પૂર્વે પ્રાપ્ત કરી છે. આ બધુ ત્યારે જ શક્ય બને જયારે આત્મા જાગ્રત હોય. કાંઈક કરી છૂટવાની તમન્ના હોય. એ મહાસતી નીનાબાઈને ધન્યવાદ આપીએ નેટલા ઓછા છે. ઉપસંહાર ‘બહુરત્ના વસુંધરા’ એ ન્યાયે જેટલા શ્રમણીઓને આ લેખમાં સંક્ષિપ્તમાં સ્થાન આપ્યું છે તેનાથી અનેકાનેક જાણ્યાઅજાણ્યાં છૂપા રત્ન સમાન શ્રમણીઓ વિદ્યમાન છે. ગુણાનુરાગી ભાવે જે લખાયા છે તેમાં જે બાકી છે તે સર્વે પણ અનુમોદનીય છે. શત્રુંજયગિરિરાજનો મહિમા યાદ કરો. પગલે પગલે કાંકરે કાંકરે જો અનંતા આત્મા મોક્ષમાં ગયા હોય, જઈ શકતા હોય તો આવી અનેક શ્રમણી આત્માઓ આત્મકલ્યાણ કરી જાય તેમાં નવાઈ નથી. લખાણ લખવામાં અતિશયોક્તિ થઈ હોય તો તે માટે મિચ્છામિ દુક્કડં. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy