SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો મોહબ્બત-નગર ઉપધાનતપ તથા પ્રતિષ્ઠાનું મુહૂર્ત અર્પણ કરેલ! પ્રતિક્રમણમાં પાંચે દિવસ ઉપા. યશોવિજયજીકૃત સીમંધર સ્વામીની ઢાળો બોલાતી. દરરોજ ૫૦ રૂપિયા, પદવીનાં દિવસે ૧૦૦ રૂપિયાની પ્રભાવના થયેલ. ૫૦ ઉપર સંખ્યા પ્રતિક્રમણમાં થતી હતી. * ઉપાધ્યાયપદ પ્રસંગે મુંબઈ–સૂરત-માલવાડા આદિ પાઠશાળામાં ૩૦૦થી વધારે બાલક–બાલિકા તથા સમુદાયનાં ૫૦ જેટલાં સાધુ સાધ્વીજીએ ચોવીશી તથા ૧૨૫ ગાથાનું સ્તવન કંઠસ્થ કરેલ. લગભગ ૩૦,૦૦૦ ઉપર ગાથા કંઠસ્થ થયેલ. * ઉપાધ્યાયપદ પ્રસંગે મહેસાણા-નાકોડાજી–તપોવનમાં ચાલતી સંસ્કૃત પાઠશાળામાં ભણતા તમામ શિક્ષક તથા બાળકોનું પણ સન્માન કરેલ. ★ આ પ્રમાણે માલવાડા નગરમાં માલવાડા સંઘ, યુવકમંડળ ધાર્મિક પાઠશાળાના શિક્ષકો તથા બાળકોએ સુંદર સહયોગ આપી ઉપાધ્યાયપદ પ્રસંગને સુવર્ણ ઇતિહાસમય બનાવેલ. ★ માલવાડા ગામની સ્કૂલોના ૨૫૦૦ બાલક–બાલિકાને પ્રવચન દ્વારા સંસ્કાર અર્પણ કરેલ. ઉપાધ્યાયપદ પ્રસંગે શા મુલતાનમલ છોગાજી માધાણી પરિવાર દ્વારા ૬ નોટબુક એક કંપાસ દરેક છાત્ર-છાત્રાઓને અર્પણ કરેલ. अग्यारह अंग + v ; x + + s < > ? ૧૧. પૂ. ઉપાધ્યાયશ્રી રત્નત્રયવિજયજી મહારાજશ્રીને સંદર્ભસાહિત્યમાં ઘણી જ દિલચસ્પી જણાય છે. મરુઘર દેશમાં આવેલ જાલોર જિલ્લામાં માલવાડા ગામ, જે નગરમાં આજ સુધીમાં પચાસથી વધારે દીક્ષાઓ થઈ છે. આ પવિત્રભૂમિ માલવાડાના વતની પ. પૂ. આ. શ્રી રત્નશેખરસૂરિજી મહારાજના શિષ્યરત્ન પૂ. આ.શ્રી રત્નાકરસૂરિજી મહારાજના શિષ્ય પૂ. મુનિશ્રી રત્નત્રયવિજયજી મહારાજશ્રીને જ્ઞાનભંડારોને સમૃદ્ધ કરવામાં અને શ્રુતસાહિત્યના પ્રચાર-પ્રસારમાં ભારે રસ લાગ્યો છ સંસ્કૃત-પ્રાકૃત હસ્તપ્રતોની જાળવણી તેમજ અવનવાં પ્રકાશનો પ્રગટ કરવાની તેમની દિલચસ્પી ખરેખર દાદ માગી લે છે. તેમનાં પ્રકાશનોમાં ‘રત્નસંચય' ભાગ-૧-૨-૩-૪-૫ તથા સાગરમાં મીઠી વીરડી' (પ્રાચીન સજ્ઝાય), ‘પાર્શ્વનાથચરિત્ર’ (ગદ્યમાં) અને વિવિધ તીર્થકલ્પનું ગુજરાતી ભાષાંતર તથા વિવિધ વિષય વિચારમાળા ભા. ૧થી ૯ ભારે લોકાદર પામ્યાં છે. નવું નવું સંશોધન-સંપાદનનું તેમનું કાર્ય ચાલુ જ છે. જ્યાં જ્યાં ધાર્મિક પાઠશાળાઓ, ગુરુકુલ વ. ચાલતાં હોય ત્યાં ખાસ પ્રભાવના, યુનિફોર્મ વ. અર્પણ કરી બાળકોનો ઉત્સાહ વધારે છે. જૈન સમાજની નવી પેઢીને ધર્મમાર્ગે વાળવા પૂજ્યશ્રીના યોજનાબદ્ધ કાર્યક્રમો અવિરતપણે ચાલુ જ હોય છે. પૂજ્યશ્રીની ચીવટ અને ધગશ ખરેખર અનુમોદનીય છે. પૂજ્યશ્રીની આત્મિક ચેતના ગજબની છે. આ ગ્રંથ પ્રકાશનમાં પૂજ્યશ્રીએ ઘણું જ પ્રોત્સાહક બળ આપ્યું છે. પૂજ્યશ્રીને લાખ લાખ વંદનાઓ. સૌજન્ય : પૂ. મુનિશ્રી રત્નતીર્થવિજયજી મ.સાની પ્રેરણાથી શા. મુલતાનમલ છોગાજી માધાણી પરિવાર, માલવાડા उपाध्याय भगवंत के २५ गुण श्री आचारांग सूत्रम् श्री सूयगडांग सूत्रम् श्री ठाणांग सूत्रम् श्री समवायांग सूत्रम् श्री भगवती सूत्रम् श्री ज्ञाताधर्मकथांगम् श्री उपासकदशांग सूत्रम् श्री अंतगडदशांग सूत्रम् श्री अनुत्तरोववाई सूत्रम् श्री प्रश्नव्याकरण सूत्रम् श्री विपाकांग सूत्रम् Jain Education Intemational ૨૪. श्री करणसित्तरी ૨૫. श्री चरण सित्तरी For Private & Personal Use Only बार उपांग ૧૨. ૧૩. ૧૪. ૯૩૧ ૧૬. ૧૬. ૧૭. ૧૮. ૧૬. ૨૦. ૨૧. ૨૨. ૨૩. श्री उववाई सूत्रम् श्री रायपसेणी सूत्रम् श्री जीवाभिगम सूत्रम् श्री पन्त्रवणा सूत्रम् श्री सूर्यप्रज्ञप्ति सूत्रम् श्री जंबूद्विपप्रज्ञप्ति सूत्रम् श्री चंद्रप्रज्ञप्ति सूत्रम् श्री निरयावलिका सूत्रम् श्री कप्पवडंसिया सूत्रम् श्री पुफिया सूत्रम् श्री पुप्फचूलिया सूत्रम् श्री वहिनदशा सूत्रम् www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy