SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪૨ છે, પણ એકમાત્ર અરિહંત સ્મરણાદિ સાંભળવાની તીવ્ર ઇચ્છા રહે છે. રાત્રે નિદ્રાનો પણ અભાવ છે. દિવસ-રાત મુનિઓ તેમને સંભળાવે છે. દસેક દિવસથી આખો ઉપાશ્રય નવકાર મંગલ ધ્વનિથી ગુંજતો થઈ ગયો છે. શ્રાવણ વદ ૧૦ની રાત્રે નબળાઈ વધી. રાત-દિવસનો પણ ખ્યાલ નથી રહેતો, પણ પ્રતિક્રમણ-પડિલેહણ-લોચ-જાપ વગેરેની જ લગની શુભ આંતરપરિણતની સૂચક હતી. અંદર આ જ રટણા ચાલતી, આર્તધ્યાનને જરાય સ્થાન ન હતું. વદ ૧૧ સવારે થોડા ઘેનમાં છે. બધાને લાગ્યું કે નિદ્રામાં હશે, પણ ગફલતમાં ન રહેવાય એટલે ગુરુદેવે સાવધાન કર્યા “પદ્મવિજયજી! ઊંઘમાં છો? જુઓ દિવસ ચઢી ગયો છે. નવકાર સાંભળવા છે ને? જાપ કરવો છે ને?” તુરત સજાગ બન્યા. અરિહંતનો જાપ ચાલુ કરી દીધો. ૧૧ વાગ્યા. વધુ ગભરામણ થઈ. પૂજ્યપાદ ઉભય આચાર્ય ભગવંતો, પંન્યાસજીઓ, મુનિઓ વીંટળાઈ ગયા. સાધ્વીજી, શ્રાવક-શ્રાવિકાઓ ભેગાં થઈ ગયાં. ચતુર્વિધ સંઘે તાલીબદ્ધ ‘નમો અરિહંતાણં' નો નાદ શરૂ કર્યો. વચ્ચે વચ્ચે ગુરુદેવ પૂછતા-“પદ્મવિજયજી ! સાંભળો છો?' માથું ધુણાવીને હા પાડતા. ગુરુદેવે ખામે િમ સવ્વજીવે.......'' દ્વારા સર્વ જીવોને ખમાવડાવ્યા. અરિહંતનું જ ધ્યાન રાખવા સૂચન કર્યું. ‘નમો અરિહંતાણં’ ની ધૂન ચાલુ થઈ. આ ધૂનનું એકાગ્ર ચિત્તે શ્રવણ કરતાં તેમનો આત્મા પાર્થિવ દેહ છોડી ઊર્ધ્વલોકમાં ચાલ્યો ગયો. પિંડવાડાની ધરતી પર પંડિતમરણને પ્રાપ્ત કરી મૃત્યુ પર વિજય મેળવ્યો. સંધને ન પુરાય તેવી ખોટ પડી. ૨૫૦ શ્રમણોના સાર્થાધિપતિ પૂજ્ય ગચ્છાધિપતિના મુખમાંથી સહજભાવે ઉદ્દગાર નીકળી પડ્યા.—“મારો જમણો હાથ ચાલ્યો ગયો.'' ગામમાં વાતાવરણ ગમગીન બન્યું. સૌનાં મુખ ઉદાસ બન્યાં. આવનાર સર્વ દેહનાં દર્શન કરી જીવનની અનુમોદના કરવા લાગ્યાં. પૂજ્ય આચાર્ય ભગવંતાદિએ મુનિના દેહને વોસિરાવી સંઘને કર્યો. સંઘે પણ સ્નાનાદિ કરાવી વલેપન વસ્ત્રાદિથી સુપ્રત વિભૂષિત કરી પાલખી બનાવી પધરાવ્યો. નગરમાં ફેરવી ઉછામણીપૂર્વક અગ્નિસંસ્કાર કર્યો. એક મહાન આધ્યાત્મિક સિતારાનો અસ્ત થયો. શાસનનો કોહિનૂર ચાલ્યો ગયો. સંઘે એક સાધક સર્વવિરતિધર આત્માને ગુમાવ્યો. લોકોના મુખમાંથી ઉદ્ગાર નીકળી પડ્યા-“ધન્ય ગુરુદેવ, ધન્ય મહામુનીશ્વર, ધન્ય લોકોત્તર મહાપુરુષ!” સૌજન્ય : ગચ્છનુજ્ઞાપ્રદાન મહોત્સવ સમિતિ, પાલિતાણા Jain Education International જિન શાસનનાં જૈન ધાર્મિક શિક્ષણના ભેખધારી, સાહિત્યભૂષણ ૫.પૂ. મુનિરાજ શ્રી જિતેન્દ્રવિજયજી મ. મુનિશ્રીનો જન્મ વદ-૧૩ સં. ૧૯૬૪માં તાપીના પવિત્ર નીરથી જે ભૂમિ પરમ પવિત્ર થઈ છે, એ ભૂમિ સુરત શહેરમાં શ્રી વીસા ઓસવાળ શ્વેતામ્બર મૂર્તિપૂજક જ્ઞાતિના માનીતા પેઠ શ્રી જીવનચંદ નવલચંદ સંઘવીના ઘરે માતા શ્રી પાર્વતીબાઈની પવિત્ર કુક્ષિએ થયો હતો. તેઓશ્રીનું લાડીલું નામ-જેચંદભાઈ પાડવામાં આવ્યું હતું. મહા “જન્મવું એ નવું નથી પણ જન્મ સફળ સાર્થક કરવો એ જ મહત્ત્વનું છે.” એ દૃષ્ટિએ શેઠ શ્રી જીવનચંદ ભાઈએ પોતાની સુકૃત લક્ષ્મીને સં. ૧૯૭૬માં સુરતથી શાશ્વતગિરિ સિદ્ધાચળજીનો છ’રીપાલિત સંઘ પ.પૂ. આ. મ. શ્રીમદ્ આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ની પવિત્ર નિશ્રામાં કાઢી પવિત્ર કરી હતી. તે વખતે મુનિશ્રી ખૂબ નાની વયના હતા, તો પણ તેઓમાં છુપાયેલી ધર્મભાવના સંસ્કાર અને સદ્વિચારનો પરિચય અનેક સંઘોને ઉત્તમ રીતે અને અનુકરણીય થયો હતો. શાળાકીય શિક્ષણ ‘ન્યુ ભરડા હાઇસ્કૂલ'માં S.S.C. સુધીનું લીધા બાદ મુનિશ્રીએ નહીંવત વ્યાપાર-વ્યવસાયમાં સં. ૧૯૮૫ પછી પ્રવેશ કર્યો અને સં. ૧૯૮૭માં સુરતના રહીશ શેઠશ્રી મગનભાઈ દયાચંદમલજીની સુપુત્રી શ્રી જશવંતીબહેન સાથે જાણે ભોગાવલી કર્મ બાકી રહ્યાં ન હોય એ રીતે નિર્લેપ નિર્મળભાવે જળકમળવત્, જીવન જીવવાની ભાવનાથી લગ્ન-ગ્રંથિથી જોડાયા! પ્રાચીન કાળમાં જેમ અનેક મહાપુરુષોને લગ્નમંડપમાં ચોરીના ફેરા ફરતાં હસ્તમેળાપ કરતાં સંસારની અસારતાનાં દર્શન થયાં, વૈરાગ્યના ઝરણામાં નિર્મળ સ્નાન કરવાના કોડ જાગ્યા તેમ મુનિશ્રીના જીવનમાં પણ આવી જ અદ્ભુત ઘટના થઈ ગઈ. ખબર નહીં કે મુનિશ્રીએ ધર્મપત્નીને પણ વૈરાગ્યના માર્ગે વાળવાના કોડ સેવ્યા હશે! અને તેથી લગ્ન પછી અલ્પ સમયમાં જ મનના વિચારને સંસારીઓની સામે વહેતા મૂક્યા અને સં. ૧૯૯૦ માગશર વદ ૮ના પવિત્ર દિવસે પાટણની For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy