SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨૪ પૂ.આ.શ્રી નિર્મલચંદ્રસૂરિજી મ.સા. જગ બોહે, નરહે ખિણ કોહે, સૂરિ નમું તે ભેહે ... અણગારી સંત અનેક હોય પરંતુ, અલગારી કોક જ હોય. ગુરુની સેવા કરનાર ઘણાં હોય પરંતુ, ગુરુ કહે તેની સેવા કરનાર કો'ક જ હોય. પોતાના મુખમાં ગુરુનું નામ હોય તેવા હોય, પરંતુ ગુરુના મુખે પોતાનું નામ હોય તેવા કો'ક જ હોય. દરેક સાધુની ભક્તિ કરનાર, ગુરુના મુખમાં જેમનું નામ સતત હતું તેવા અલગારી સંત એટલે પૂ.આ. શ્રી નિર્મળચંદ્રસૂરિજી મ. ભાવનગરના, નિરાસણી ઉમરાળાના પરિવારના, ભાણેજ, પિતા શાંતિલાલ, માતા શાંતાબેનની કુક્ષિએ પુત્ર તરીકે જન્મ્યા નિરંજનકુમાર. નાનપણથી જ બધાની સેવા કરવાની વૃત્તિ-દરેક માટે કંઈક કરી છૂટવાની ભાવના. પ.પૂ.આચાર્ય શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજના સંપર્કથી સંયમની ભાવના ઉલ્લસિત થઈ. મોટી બહેન પૂ.સા. શ્રી ચરણધર્માશ્રીજીના પગલે વિ.સં. ૨૦૩૬માં ફાગણ સુદ-૭ના બીજા બે બહેનોની સાથે ૭૭- પૂજ્ય આચાર્ય મ.ની નિશ્રામાં ભાવનગરમાં સંયમ સ્વીકારી પૂજ્યશ્રીના શિષ્ય મુનિ શ્રીનિર્મળચંદ્રવિજયજી બન્યા. બહેનો સા. શ્રી ઋજુમતિશ્રીજી તથા સા. શ્રીવિપુલમતિશ્રીજી નામે થયાં. અભ્યાસની સાથે સાથે ગુરુદેવ તથા પ્રત્યેક સાધુ મ.ની ભક્તિમાં ઓતપ્રોત બન્યા. તે પરિસ્થિતિમાં જાણે ગુરુદેવના પર્યાય બની ગયા. ગુરુદેવ સૂચન કરે અને તે કામ ગમે તેવા સંયોગમાં થઈ જ જાય. ગુરુકૃપાથી પ્રતિભાવંત શિષ્ય થયા ગણિ શ્રી જિનેશચંદ્રવિજયજી અને તેમના શિષ્ય નિજમસ્તીમાં મસ્ત મુનિશ્રીકલ્પચંદ્રવિજયજી. વિ.સં. ૨૦૫૫, અમદાવાદ-ઓપેરામાં ગણિપદ, વિ.સં. ૨૦૬૦ મુલુંડમાં પંન્યાસ પદ પામ્યા. ભાવનગરમાં ૬૦૦ વર્ષીતપ આદિ ઉત્તમ સાધના કરાવી પોતે નિત્ય એકાસણાની સાથે ૯૬, ૯૭, ૯૮મી વર્ધમાનતપની ઓળી કરી રહ્યા છે. Jain Education International જિન શાસનનાં સાલસતા અને નિખાલસતા જેનાં ઉરમાં ઉઠરી છે વૈયાવચ્ચ અને વિનય જેમનાં જોડીયા ભાઈ-બહેન છે. પૂ.આ.શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ., મુનિશ્રી બલભદ્ર વિ.મ.સા., પૂ. મુનિશ્રી મુક્તિચંદ્ર વિ.મ. આદિની સેવા કાજે જે હંમેશા દોડ્યા. જેમની પ્રેરણાએ અનેક લોકોને આરાધનામાં જોડ્યા. આપની પ્રભાવકતાને આચાર્યપદનું ગૌરવ મળે ને જિનશાસનને આચારનિષ્ઠાના અનેક આદર્શો મળે તેવી શુભાભિલાષા. પૂ.આશ્રી નિર્મળચંદ્રવિજયજી નામની નિર્મળતાની સાથે મનની નિર્મળતા દ્વારા શીઘ્રાતિશીઘ્ર આત્માની નિર્મળતા પામે. સૌજન્ય : સમવસરણ જૈન તીર્થદર્શનભવન ટ્રસ્ટ, પાલિતાણા પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમપ્રભસૂરીશ્વરજી મહારાજ સારી નામ : હર્ષદ ઉર્ફે અશોક. પિતા : પ્રેમજીભાઈ માતા : તેજબાઈ.ાં સારી ગામ વાંકી. : કચ્છ ૫.પૂ.આચાર્ય શ્રી હેમપ્રભસુરીશ્વરજી મહારાજ પરિવાર : ચાર બહેનો એક ભાઈ. ગુરુ મહારાજ : પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ કુંદકુંદસૂરીશ્વરજી મહારાજા દીક્ષાદાતા : પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્વિજય ભદ્રંકરસૂરીશ્વરજી મહારાજા સં. ૨૦૩૭ વૈશાખ વદ ૬ના ધીણોજમાં પોતાની નાની બે બહેનો સાથે હર્ષદે દીક્ષા લીધી અને બન્યા મુનિશ્રી હેમપ્રભવિજયજી મહારાજ. For Private & Personal Use Only સારી “મોરના ઈંડાને ચિતરવા પડતા નથી' આ ઉક્તિને સાર્થક કરતા હેમપ્રભ વિ.મ.માં સહજભાવે નાનપણથી સેવા– વૈયાવચ્ચના સંસ્કારો ખીલેલા હતા. એને દાદાગુરુદેવ પૂજ્ય www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy