SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો આચાર્યપદ : આ. વદ ૮ વિ.સં. ૨૦૫૦ ગચ્છાધિપતિ : મા. સુદ ૨ વિ.સં. ૨૦૫૦ છ વર્ષની વયે સંયમ સ્વીકાર, માતા-પિતા, બહેન, દાદા-દાદી કાકા સાથે ૨૭ દીક્ષા, ગુજરાત કપડવંજનું ગૌરવ, આગમોદ્ધારકશ્રીના હસ્તે દીક્ષિત લઘુવય અંતિમ શિષ્ય, પ.પૂ.પં. અભયસાગરજી મ.ના પરમ મિત્ર. પ.પૂ.ગચ્છાધિપતિ માણિક્યસાગરસૂરિ મ.સા.ના કૃપાપાત્ર. ૩૨ વર્ષની વયથી પ્રાયશ્ચિત્ત આપવાના અધિકારી, શતાધિક દીક્ષાદાતા. માંડવગઢ, અયોધ્યાપુરમ્, ઉવસગ્ગહરં, નાગેશ્વર કરજણ, મહાવીરપુરમ્ જિનાલય આદિ અનેક તીર્થોના પ્રતિષ્ઠાકારક. જંબુદ્રીપ મંદિરના સ્વપ્રશિલ્પી. દાદામુનિ શ્રુતસાગરજી, પિતા મુનિ લબ્ધિસાગરજી મ.ના આજીવન વૈયાવચ્ચે. ૮૬ વર્ષની વયે પણ અપ્રમત્ત જ્ઞાનમગ્ન સ્વાધ્યાયી. ગીતાર્થતા, વાત્સલ્યતા, સરલતા, સહજતાના સ્વામી. કપડવંજના પૂ. સાગરજી મ.ના ભવ્ય સ્મારકના પ્રણેતા. બાજના, વાંસવાડા, બિબડોદ, ઘાટોલ જિર્ણોદ્ધારના પ્રેરક. વિદ્યાગુરુ : પ.પૂ. વિજયસાગરજી મ., પ.પૂ.ગ.આ. માણિક્યસાગરજી મ., પૂ. ઉપાધ્યાય ધર્મસાગરજી મ. વડીલોની સેવાનો લાભ, પ.પૂ.પં. વિજયસાગરજી મ., પ.પૂ.ગ.આ.માણિક્યસાગરજી મ.સા., પ.પૂ.પં. ક્ષમાસાગરજી મ.સા. તેઓને સાત વર્ષની લઘુવયમાં દીક્ષા મળી તેમાં વર્તમાન જીવનના માતા-પિતા આદિની પ્રેરણા કરતા ભૂતકાળની આરાધના બલ આ વર્તમાન સંયમમાર્ગનું મુખ્ય કારણ સમજાય છે; કેમકે ગુરુદેવનો જન્મ થયો ત્યારે તેઓના પિતાશ્રીએ પોતાની ગૃહીણીને જણાવ્યું કે “તને સંભાળનાર પુત્ર આવી ગયો છે. તો મને સંયમ માટે રજા આપ.” ત્યારે અર્ધાંગનાએ કહ્યું કે “તમે મને નહીં તારો? સંસારમાં ડૂબાડવા માટે મૂકીને જશો?” આવા પરસ્પરના સંવાદમાં નક્કી થયું કે પુત્ર સાત વર્ષનો થાય અને તેની મરજી હોય તો તેને લઈને દીક્ષા લેવી. આ જાતના માનસિક નિર્ણય થયા બાદ ગુરુદેવના પિતાશ્રી વિશાલ કુટુંબની જવાબદારી સાથે દુકાને બેઠા અને પુત્રની ઉંમર ફાગણ સુદ-૧૨ના સાત વર્ષની થતા પિતાજીએ પોતાની પત્નીને કહ્યું કે “આપનો વાયદો પૂરો થયો છે' પ્રિયતમાએ ઉત્તરમાં જણાવ્યું કે હું તૈયાર જ છું. આ પછી અઠવાડીયામા જ પતિ-પત્ની-પુત્ર ઘેરથી પ્રયાણ કર્યું અને ત્રણ મહિના સુધી સંપૂર્ણ સૌરાષ્ટ્રની તીર્થયાત્રા કરી અને ગામોગામના જિનાલયો જુહારી છેક અ.સુ. ૨ના અમદાવાદ આવ્યા અને ત્યાં પૂ. સાગરજી મ. વિધાશાલામાં ચાતુર્માસ 10 Jain Education Intemational ૮૭૭ હતા અને તેઓશ્રીની અજોડ પ્રેરણા અને ઉપદેશ મળતા તેમની નિશ્રામાં જ અ.સુ. પના જ ત્રણેજણાએ દીક્ષાનો સ્વીકાર કર્યો. આ હતું ભવાંતરની આરાધનાનું સુંદર બળ....જેને એક ચમત્કાર તરીકે ગણી શકાય. આથી પણ વધુ ચમત્કારીક ઘટના બની, દીક્ષાના દોઢ માસ બાદ એટલે કે શ્રાવણ વદ-૫ના પૂજ્ય ગુરુદેવશ્રીએ સાત નવા દીક્ષિતોના દોઢ માસના ગાળામાં ઉગેલા બાલનો લોચ અશક્ય જણાતા સાતેય નૂતન દીક્ષિતોને મુંડનનો આદેશ કર્યો. પોતે વ્યાખ્યાન આપવા પધાર્યા. આ બાજુ ગુરુદેવ કે જેઓ નૂતન બાલમુનિ સાત પૈકી એક હતા. તેઓશ્રીએ પૂ. અમરેન્દ્રસાગરજી મ.ને વિનંતી કરી કે તમે મારો લોચ કરી આપો. તમે ખાનગીમાં ચીપીયો મંગાવી લ્યો અને ઉપર અગાસીમાં બંધ બારણે વ્યાખ્યાન ઉઠતા પહેલા મારો લોચ કરી આપો. લોચ કરે તે સાધુ કહેવાય...મુંડન કરે તે મુંડિયો કહેવાય. ગુરુ મ. ઠપકો આપશે કે પ્રાયશ્ચિત્ત આપશે તે લઈ લેશું પણ આટલું મારું કાર્ય કરી આપો. અને મને સાધુતામાં રાખો. તેઓશ્રીએ આ બાબતનો સ્વીકાર કર્યો અને ગુરુ મ.ની આજ્ઞા ન હોવા છતાં પણ ગુરુજી (નાના બાલ મુનિ)નું વચન માની લોચનું કાર્ય કર્યું. તેમાં પણ ભવાંતરની આરાધનાનું બળ કામ કરી ગયું એમ જણાય છે. આ ઘટના પછીના નજીકના અરસામાં બાલ્યવયમાં પણ આવા સત્વના પ્રભાવે કુટુંબમાં સંયમની અસર વિસ્તરી. જેથી દાદાજી પૂ. મુનિશ્રી શ્રુતસાગરજી, દાદી પૂ.સા. મનહર શ્રીજી, બેન વિચક્ષણાશ્રીજી મ. આદિની દીક્ષાઓ થઈ. પૂજ્યશ્રીના સંયમ જીવનના ઘડતરમાં કાકા મ. આ. શ્રી કંચનસાગરસૂરિ મ.નો પણ વિશેષ ફાળો હતો. આ બાલમુનિ સુંદર ભણે અને કઠોર સંયમની સાધના કરવામા ઉઘમવંત રહે તેવા ઉત્તમભાવથી તે વખતમાં કઠોર સંયમના પાલક તપસ્વી અને શાસન સેવામાં રક્ત પૂ. ધર્મસાગરજી પાસે એકાકી મૂક્યા જેથી સંયમ અને ભાવનામાં વ્યયઘાત ન આવે. અહીં આગળ બાલમુનિ અભયસાગરજી મ.સા. સાથે ભણવાનો અને બાલવય યોગ્ય તોફાન મસ્તીનો અનુભવ કરતા આગળ વધ્યા. ત્રણ વર્ષ સા. વીતાવ્યા બાદ ઉત્તરોત્તર વિકાસ વધતા અભ્યાસ આદિમાં સુંદર પ્રગતિ કરી તેના ફળસ્વરુપે સંસ્કૃત ભાષામાં અનેક પરીક્ષાઓ આપી જેના અભ્યાસગ્રંથો પીએચ.ડી.ના ગ્રંથો કરતા પણ વધુ હતા અને સાગર સમુદાયા રત્ન તરીકે પ્રસિદ્ધિ પામ્યા અને પૂ. પં. અભયસાગરજી મ. સાથે ઉત્તરોત્તર અનેક For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy