SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો માનપત્રો તેમ જ લખાણો થયાં હતાં. આ વખતે તેમની સાહિત્ય લેખન-પ્રવૃત્તિ ચાલુ હતી ને તેમના ગ્રંથો જૈન જૈનેતર સમાજમાં સારો આદર પામ્યા હતા. તેમણે લગભગ ૨૦ ઉપરાંત પુસ્તકો નીતિ, ધર્મ, સ્થાનક ને યોગને અંગે લખ્યાં છે. વિ. સં. ૧૯૮૫નું વડાલીનું ચાતુર્માસ પૂર્ણ કરી તેઓ તારંગાજી ગયા. અહીં ગુફામાં ધ્યાન અવસ્થામાં બેસતાં શરદીએ ભયંકર હુમલો કર્યો, હૃદયમાં દર્દ પેદા થયું ને આ દર્દે છેવટે પ્રાણ લીધા. ઉપચાર કરવા અમદાવાદ ઊજમફઈની ધર્મશાળામાં તે ચાતુર્માસમાં શ્રાવણ વદી પાંચમે તો સૂરિજીએ તમામ ત્યાગ કરી ઓમકારનો જાપ શરૂ કર્યો અને જીવનની છેલ્લી ક્ષણે પણ ઓમકાર. શોકની અમાવસ્યા છવાઈ ગઈ, છતાં તેમની પવિત્રતાની પૂર્ણિમા તો આજે પણ સદોદિત છે. પોતાના સમગ્ર કુટુંબને સંયમમાર્ગે વાળનાર પૂ. ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજ સમગ્ર ભારતવર્ષ આઝાદી માટેના નારાઓથી ગુંજતું હતું ત્યારે જિનશાસનનાં કેટલાંક તીર્થસ્થાનોને આઝાદી અને આબાદીના પંથે લઈ જવામાં અગ્રણી એવા ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજનો જન્મ થયો હતો. ઉત્તર ગુજરાતનું ગામ ઉનાળા, ઊંઝા પાસેનું મીરાદાતાર. ત્યાં પિતા નહાલચંદ અને માતા ખુશીબહેનને ઘરે સં. ૧૯૫૭ના ભાદરવા સુદ ૭ને દિવસે એક પુત્રનો જન્મ થયો. કુટુંબીજનોએ નામ રાખ્યું મૂલચંદભાઈ. મૂલચંદભાઈ બાળપણથી હોશિયાર હતા. અભ્યાસમાં અને અભ્યાસ પૂરો કરીને ધંધામાં સારી કુશળતા દર્શાવી. પરિણામે, ધંધાના વિકાસ અર્થે મુંબઈ ગયા, પણ મુંબઈ પહોંચતાં જ જીવનની દિશા ફરી ગઈ. અમદાવાદના શેઠ ભગવાનદાસ (પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી) તથા શેઠ ચીમનલાલ (પૂજ્યશ્રીના દીક્ષાગુરુ) પૂ.આ. શ્રી ચંદ્રસાગરસૂરિજી આદિની મિત્રમંડળી રચાઈ. પૂ. શ્રી આનંદસાગર મહારાજ, પૂ. શ્રી વિજયલબ્ધિસૂરિજી મહારાજ, આદિનાં વ્યાખ્યાનો નિયમિત સાંભળવા જવા લાગ્યા. આ મંડળીની સંખ્યા ૪૫ ઉપર પહોંચી. સાથે પ્રતિક્રમણ, સાથે પૂજા, સાથે સ્નાત્રપૂજા, સાથે પૌષધ આદિ જોઈને સૌના અચંબાનો પાર રહેતો નહીં. આ વાતાવરણમાં મૂલચંદભાઈને દીક્ષાની ભાવના જન્મી, પરંતુ એમાંયે માત્ર પોતાને એકલાને જ આ સન્માર્ગે લઈ જવાને બદલે આખા કુટુંબને આ માર્ગે લઈ જવાનો મનોરથ જાગ્યો. સૌ પ્રથમ પોતાના મોટા પુત્રને દીક્ષા અપાવી; તેઓ મુનિશ્રી મહોદયસાગરજી મહારાજના નામે Jain Education International ૮૭૩ ઘોષિત થયા. ત્યાર પછી પોતે જામનગરમાં પૂ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના વરદ્ હસ્તે ૫. આચાર્યદેવ શ્રી ચંદ્રસાગરજી મહારાજના શિષ્ય તરીકે ધર્મસાગરજી નામે શાસનના અણગાર બન્યા. બે વર્ષ ચારિત્રપાલન, તપશ્ચર્યા, શાસ્ત્રાભ્યાસ આદિમાં ખૂબ પ્રગતિ સાધી ધર્મસાગરજી મ.ના પૂરા પરિવારે દીક્ષા લીધી. તેમાં પોતાની પત્ની ૨ પુત્રો ૧ પુત્રી અને ખુદ એમ પાંચની દીક્ષા થઈ તેમાં મહાન વિદ્વાન શિરોમણિ પ્રથમ નંબરનો પુત્ર મુનિ મહોદયસાગરજી મ.સા. દીક્ષાના અલ્પપર્યાયમાં અનેક સભાઓમાં ધર્મદેશના દ્વારા જિનશાસનના નામનો ડંકો વગાડ્યો હતો. તેમની પાછળ મુનિ દર્શનસાગરની પ્રભા નીખરી અને ધર્મસાગરજી તીર્થરક્ષાના કાયદાકોર્ટના કામોની આગેવાની લીધી હતી. તપસ્વી મહાન હતા. અટ્ટાઈના પારણે અજૈનને ત્યાંથી ગોચરી લાવી એકાસણાથી પારણા અને આયંબિલમાં કરિયાતુ આદિ ભેગુ કરી ૧૫-૨૦ મિનિટમાં વાપરી લેવું આ ત્યાગ ઉચ્ચો અનેરો હોવાથી એમને લોકો લાકડાના મહાદેવના ઉપનામથી પણ સંબોધી તપાનુમોદના કરતાં હતાં. આવા હતાં પૂ. ધર્મસાગરજી મ. અને પોતાના બીજા પુત્ર અમૃતકુમારને શંખેશ્વરમાં બાળવયે, દીક્ષાવિરોધની જંગી જેહાદ વચ્ચે દીક્ષા અપાવીને, સ્વશિષ્ય બનાવી બાલમુનિ શ્રી અભયસાગરજી નામ આપ્યું. અહીંથી ન અટકતાં, સં. ૧૯૯૧માં રતલામમાં સંસારી પત્ની અને સુપુત્રીને દીક્ષા અપાવી સાધ્વી શ્રી સદ્ગુણાશ્રીજી અને બાલસાધ્વી શ્રીસુલસાશ્રીજી નામથી વિભૂષિત કર્યાં. આમ આખું કુટુંબ જિનશાસનને ચરણે ધરી દીધું. પૂજ્યશ્રીએ પોતાના વિહારમાં એક સિંહની માફક ગર્જના કરીને ધર્મસ્થાનો પર આવેલા ભયને હટાવેલા છે. સરકાર સામે વણથંભી લડત આપીને વિજય હાંસલ કર્યો છે. આ પૂજ્યશ્રીએ બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટના કાયદાને લલકાર્યો અને ઠેઠ દીલ્હી સુધી કેસ લડવા માટે ગયા. શ્રીયુત ગુમાનમલજી લોઢા આદિના સહકારથી વેજલપુરના રતિલાલના નામે કેસ લડી વિજય પ્રાપ્ત કર્યો અને સકલ શ્રીસંઘની અબજોની ` મૂડીને બચાવી. તેમના આ વિજયન્ અખિલ ભારતીય શ્વેતામ્બરની પ્રતિનિધિ શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના અધ્યક્ષ શ્રી કસ્તુરભાઈ લાલભાઈએ અમદાવાદના નગરશ્રેષ્ઠીઓને બોલાવી બિરદાવ્યો હતો. પણ નિસ્પૃહી મહોપાધ્યાયજી તે સભામાં જ હાજર ન રહ્યા અને કોઈને જાણ ન થાય તેવા ક્ષેત્રમાં વિહાર કરી પહોંચી ગયા. શ્રીયુત પ્રભુદાસભાઈ બેચરદાસભાઈપંડિત શ્રી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy