SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬૪ કાનમાંથી ખીલા કાઢવામાં આવ્યા ત્યાં બામણવાડા તીર્થ વસ્યું... એની બાજુમાં જ બે કિ.મી.ના અંતરે પ્રભુવીરના નામથી વીરવાડા વસેલું છે. પ્રભુ મહાવીરનું વિશાલ જિનાલય ગામ બહાર આવેલું છે. આ જિનાલયને વર્ધમાન વિધા સાધનાપીઠ તરીકે પણ ઓળખી શકાય છે. કારણ કે અહીં અનેક સાધક મુનિઓએ શ્રી વર્ધમાન વિદ્યાની સાધના કરેલી છે. સાંભળવા પ્રમાણે આ ગામમાં તરોજી અને માધોજી નામના બે સગાભાઈઓ જિનશાસનના ઉપાસક સુશ્રાવકો હતા. શ્રી મહાવીરસ્વામી જિનાલયની ઉત્તમ વ્યવસ્થા, સારસંભાલ અને સુંદર ઉપાસના કરતાં હતાં. કોક અગમ્ય કારણસર આ બન્ને ભાઈઓએ ગામ છોડવાનો નિર્ધાર કર્યો. તરોજી વાગરા બાજુ જઈને વસ્યા એમના સંતાનો તરાણી કહેવાયા. માધોજી માલવાડા આદિમાં ગયા અને તેઓ માધાણી કહેવાયા. એટલે તરાણી અને માધાણી ભાઈઓ થયા. તરાણી શ્રી છોગાજી સેનાજી વ્યવસાયાર્થે પોતાના ભાઈઓ સાથે કર્નાટકમાં બસવન ભાગેવાડી જઈ વસ્યા. ગચ્છાધિપતિ આ. શ્રી હેમેન્દ્રસૂરીશ્વરજી મ. સા. તરાણી પરિવારમાંથી બસવન ભાગેવાડીથી દીક્ષિત થયા. શ્રી છોગાજીના પુત્ર શ્રી પુખરાજજી વ્યવસાયાર્થે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં સ્થિર થઈ ‘જૈનબ્રધર્સ' નામથી વ્યવસાય શરૂ કર્યો. ધર્મપત્ની ફૂલવંતીદેવી ખૂબ જ સંસ્કારી કુટુંબના હતા. એમના બે સગા ભાઈઓ દીક્ષિત થઈ આ. શ્રી જિતેન્દ્રસૂરિજી મ. સા., આ. શ્રી ગુણરત્નસૂરિજી મ. સા. રૂપે શાસનનાં નભોમંડળમાં ચમકી રહ્યાં છે. તેમને દીક્ષા માટે ઘરથી ભાગી જવાનો પુરુષાર્થ કર્યો પણ પરિવારવાળા પાછા લઈ આવી લગ્ન કરાવી દીધા. લગ્ન પછી પુખરાજભાઈને સંયમ લેવાના કોડ જાગ્યા. પરંતુ કર્મસંજોગે નીકળી ન શક્યા. સંતાનોમાં પાંચ પુત્ર સંપત, કિશોર, રમેશ, મુકેશ, સુરેશ અને બે પુત્રી પુષ્પા અને પ્રમીલા હતા. એમાં ત્રીજા પુત્ર રમેશનો ભાગ્યોદય થયો. *** બાલકનો જન્મ સં. ૨૦૨૦ ફાગણ વદ ૭ મંગળવાર ૪૨-૧૯૬૪ સ્વાતિ-૧ વિશાખાપટ્ટનમમાં થયો પૂજ્ય ગુરુદેવશ્રી પાસે ૮ વર્ષની ઉંમરે જવાનું થયું. નારકી ચિત્રાવલી જોઈ ભવનો ભય લાગ્યો. સંયમની તાલાવેલી જાગી. ૧૨ વર્ષની ઉંમરે વિશાખાપટ્ટનમથી તખતગઢ મોટાભાઈના લગ્નપ્રસંગે જવાનું થયું-ત્યાં જોગાનુજોગ પૂજ્ય ગુરુદેવ શ્રી ગુણરત્નસૂરિજી મ. Jain Education Intemational જિન શાસનનાં (ત્યારે મનિશ્રી) નું ચાતુર્માસ હતું. વિહાર વખતે ઘરથી ભાગીને નીકળ્યા ત્યારે શાસનદેવની જાણે સહાય હોય તેમ કોઈ સફેદ વસ્તુ તેમને રસ્તો દોરતી જાય–નાની ઉંમર આંધ્રથી આવેલું બાલક જંગલની વાટે સંયમના ભાવ સાથે એકલો હાલ્યો જાય– ગુરુ સંગે રહી ૧૦ દિવસમાં બે પ્રતિક્રમણ બે સામાયિક! પારસમણિનો સ્પર્શ થયો. લોઢુ સોનુ બની ગયું. સાથે રહ્યા, ઘરે લગ્નપ્રસંગે ૧૨ વર્ષના રમેશની કસોટી આવી છતાં મક્કમ રહી ચાંદરાઈમાં લગ્ન મંડપના સ્થળના જ મુખ્ય અવરજવરના માર્ગે લાઈટો બંધ કરાવી પ્રતિક્રમણ કર્યું. વગર ઇચ્છાએ લગ્નમાં આવ્યા ને રાત્રે ખાવાની વાત આવી તો ત્યાંથી ભાગીને ગુરુ પાસે જતા રહ્યા. સંવત ૨૦૩૪ ફાગણ વદ ૧૦ ૨-૪-૧૯૭૮ રવિવારે ૧૪ વર્ષની ઉંમરે તખતગઢમાં દીક્ષા થઈ. દીક્ષાપ્રસંગે તખતગઢના મુખિયા શ્રી કેસરીમલ જાડાના કહેવા પ્રમાણે ઘણા સમયથી સુકાયેલ બગીચો લીલોછમ થઈ ગયો. ફૂલવાડીમાં ફૂલો લાગ્યા જે શુભ માનીતા સંકેત હતા. સં. ૨૦૫૩ કા. વ. ૯ના અમદાવાદ શ્રી ભુવનભાનુસૂરિજી સ્મૃતિમંદિર પ્રતિષ્ઠાના ઐતિહાસિક મહોત્સવમાં ગણિપદવી થઈ. પૂજ્યશ્રીની ભીલડીયા તીર્થમાં સં.૨૦૫૫ ફા. વ. ૩ તા. ૫-૩-૯૯ના મંગલ દિને પંન્યાસ પદવી થઈ. સુરત અઠવાલાઈન્સમાં સં. ૨૦૬૫ માગશર સુદ૩ રવિવાર તા.૩૦-૧૧-૦૯ના મંગલ દિવસે પૂજ્યશ્રીની આચાર્યપદવી થઈ. પદવી પ્રસંગે રેકોર્ડબ્રેક ઉછાણીમાં પૂજ્યશ્રીના પરિવાર આદિએ અવિસ્મરણીય અને સુંદર લાભ લીધેલ. પૂજ્યશ્રીના ૪૫ આગમ આદિના પ્રવચનો લગભગ દરેક ચાતુર્માસમાં યોજાય છે. રાત્રિ પ્રવચનો અને યુવા શિબિરોમાં હજારો યુવાનોના જીવન પરિવર્તન થયા છે. વિધિવિજ્ઞાન અને જૈન મનોવિજ્ઞાનના પ્રવચનો તો યુવાનોને ખુબ જ આકર્ષે છે. પૂજ્યશ્રી દીક્ષા લીધી એ જ દિવસથી એટલે છેલ્લા ૩૨ વર્ષથી ગુરુનિશ્રામાં આરાધના કરી રહ્યા છે. ગુરુકૃપા એ જ સંયમ સાધના છે, એવું તેમનું માનવું છે. જ્યાં ઝાડ ત્યાં છાયડો, ગુરુ ત્યાં શિષ્ય આ એમનો જીવનનો મુદ્રાલેખ છે. પૂજ્ય ગુરુદેવશ્રીની અપરંપાર ગુરુકૃપાના પાત્ર બની પૂજ્યશ્રીની નિશ્રામાં થતાં દરેક ઐતિહાસિક આયોજનનું કુશળ માર્ગદર્શન કરે છે. ગુરુની આશિષના બળે જ ૪૫ વર્ષની લઘુ વયે ૩૨ વર્ષના દીક્ષા પર્યાયમાં પૂજ્યશ્રીના ૩૨ જેટલા શિષ્યો છે. જેઓ જ્ઞાનધ્યાન સ્વાધ્યાયમાં સદા રત રહે છે. કેટલાક બાળમુનિઓ પ્રતિભાવંત અને તીવ્ર મેઘાવી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy