SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ભોપાલ તીર્થોદ્ધારક ગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ.શ્રી વિજય હેમપ્રભસૂરીશ્વરજી મહારાજાના વિશિષ્ટ ગુણોના દર્શન ૧. ગુરુ સમર્પિતતા : આ યુગમાં ગુરુને સમર્પિત થઈને રહેવું. ગુરુને પોતાના હૈયામાં વસાવવા ઉપરાંત ગુરુના હૈયામાં સ્થાન મેળવવું અને ગુરુના વ્યક્તિત્વમાં પોતાના સર્વસ્વને ઓગાળી નાખવું એ કાંઈ સહેલું નથી. લોઢાના ચણા ચાવવા કરતાં ય વધુ કઠિન ગણાવી શકાય એવી અને ઘણાને તો સાવ જ અશક્ય લાગે એવી એ સાધના છે, છતાં દોહ્યલી આ સાધનાને સાવ સહેલી બનાવીને, ગુરુને પોતાના હૈયે વસાવીને ગુરુના હૈયામાં વસી જવા સુધીની સિદ્ધિ પૂજ્યશ્રીએ મેળવી હતી. પૂજ્યશ્રીએ તેઓશ્રીના દાદા ગુરુદેવ પૂ.આ.શ્રી ચંદ્રસૂરીશ્વરજી મહારાજાના તથા તેઓશ્રીના ગુરુદેવ પૂ.આ.શ્રી પ્રભવચંદ્રસૂરીશ્વરજી મહારાજાની ૧૨-૧૨ વર્ષ સુધી ખડેપગે સેવા કરી. તે સેવા દરમ્યાન એક ઘડો પાણી પણ શ્રાવક કે સાધ્વીજીને લાવવા નથી દીધું. યાને પોતાની તમામ શક્તિ ગુરુચરણે સમર્પિત કરી હતી. ૨. જિનશાસન પ્રત્યે અગાધ રાગ : જિનશાસન પામેલો જીવાત્મા નાનો હોય કે મોટો હોય, ગરીબ હોય કે અમીર હોય. સર્વ પ્રત્યે એક જ ભાવ, એક જ ભાષા, સમયે સમયે જિનેશ્વર પ્રરૂપિત ધર્મ પ્રત્યે ભારોભાર બહુમાનભાવ, જિનશાસન પ્રત્યે જબરદસ્ત અનુમોદના, (પૂજ્યશ્રીને) જન્મતાં જ જિનશાસનની પ્રાપ્તિ ન થતાં મનમાં અત્યંત ખેદનો અનુભવ. કોઈ પણ નાનું બાળક પ્રભુ દર્શન કે ગુરુવંદન કરે તો પણ આનંદિત થઈ જાય. 3. બ્રહ્મનિષ્ઠતા : પૂજ્યશ્રી પાંચેય મહાવ્રતનું પાલન કરી રહ્યા છે. બ્રહ્મચર્ય વ્રતના પાલનનું તેજ તેઓશ્રીના મુખ પર દેખાઈ આવે છે. પૂજ્યશ્રીએ ક્યારેય વિજાતીય પ્રત્યે દૃષ્ટિ મીલાવીને જોયું નથી અને વાત પણ કરી નથી. હા, એમની પાસે બેસવાથી પણ બ્રહ્મનિષ્ઠતાની સુવાસ પ્રસરતી હોય છે. Jain Education International ૮૩૯ ૪. સંઘ એકતા : પૂજ્યશ્રીએ દીક્ષાના ૬૦ વર્ષમાં જ્યાં જ્યાં પણ વિચરણ કર્યું છે ત્યાં સર્વ સ્થળે સંઘને એકત્રિત કરવાનું કાર્ય કર્યું છે. પણ ક્યારેય જુદા પાડવાનું કે પક્ષ-વિપક્ષ રચવાનું કાર્ય કર્યું નથી. કોઈ પણ જીવ પોતાના આચરણથી ધર્મ પામે તેવું કાર્ય કર્યું છે, અધર્મ પામે તેવો ઉપદેશ કે આચરણ કર્યું નથી. તેના સાક્ષાત્ દર્શન પાલીતાણા ગિરિવિહારમાં (કોઈ પણ ગચ્છસમુદાયના ભેદોને દૂર રાખી સર્વેને સમાવી લેવાનું કાર્ય) આજે કરી શકાય છે. ૫. વ્યસનમુક્તિ : પૂજ્યશ્રીએ આજથી ૨૫ વર્ષ પૂર્વે કોંકણ પ્રદેશના (આપણા જૈનૌ મરાઠી સાથે મિશ્રિત થઈ સાથે જ જમતા હતા) નાના ગામોમાં પદાર્પણ કરી ૧૦-૧૨ દિવસ રોકાઈને ૩-૫ ટાઈમ વ્યાખ્યાનો ગોઠવીને અનેક વ્યસનોથી ભરેલા યુવાનોનું જીવન-પરિવર્તન કરેલ. તેવી રીતે બેંગલોર શહે૨માં ૨૫ વર્ષ પૂર્વે શિબિરો દ્વારા ૫૦૦ યુવાનોના હૃદય પરિવર્તન કર્યા હતા, આમ ઠેરઠેર પ્રવચનો કરી લોકોને જિનશાસનના રસિક બનાવ્યા છે. ૬. વિશેષ : પૂજ્યશ્રીની કરુણાથી પ્રેરાઈને તેઓશ્રીની પ્રેરણા અનુસાર સંસ્થાએ પાલિતાણા તીર્થમા અજૈનો માટે બે સ્થળે અન્નક્ષેત્ર, સાત સ્થળે છાશની પરબો, પરમાત્મ ભક્તિ તેમજ ચતુર્વિધ શ્રીસંઘની ભક્તિ માટે વિશાળ ગૌશાળા, કતલખાને જતાં-દુકાળથી પીડાતાં પશુઓ મૉટ પાંજરાપોળનું નિર્માણ કરેલ છે. પ્રાચીન સંસ્કૃતિને પુનઃજીવિત કરવા માટે દુ:ખીજનો પ્રત્યેની અપાર કરુણાથી પ્રેરાઈને પૂજ્યશ્રીની પ્રેરણા અનુસાર પંચગવ્ય આધારિત આયુર્વેદિક કેન્સર હોસ્પિટલ દ્વારા અનેક જીવોને શાતા આપવાનું કાર્ય ચાલી રહ્યું છે. તદુપરાંત પ્રાચીન તીર્થ ભોપાલનો તીર્થોદ્ધાર અને પાલિતાણા સ્થિત ગિરિવિહારની જેમ અમદાવાદ શેરીસા તીર્થ રોડ ઉપર · ચતુર્વિધ શ્રીસંઘના વૃદ્ધો-અશક્તો માટે આરાધના સ્થળ, વિહારમાં આવતા જતા પૂજ્ય ગુરુભગવંતો માટે ઉપાશ્રય સહ શ્રી પંચ જિનેશ્વર કૈવલ્યધામ મહાતીર્થનું નિર્માણ પૂજ્યશ્રીની પ્રેરણાથી થયેલ છે. છેલ્લા ૧૭ મહિનાથી શત્રુંજય ગિરિરાજને અડીને ૧૦૦ ગામ છે તે પ્રત્યેક ગામમાં ૧૦૦૦ ગરીબ-અનાથ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy