SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ઉપવાસ, ૩૩ ઉપવાસ, ૪૨ ઉપવાસ કરીને જૈન જગતમાં તપસ્વીઓને પ્રેરણા માટે ક્રાંતિ સર્જી છે. અત્યાર સુધી આયંબિલો ૫૦૭૦ તેમજ તીર્થંકર તપના આયંબિલો પણ ૧૦૦૦ કરેલ છે. ૬૦ હજાર કિલોમીટરથી વધારે પગપાળા વિહાર તેમજ સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર, બિહાર ભારતના દસથી બાર રાજ્યમાં તેમણે ધર્મ પમાડ્યો છે. ગુરુકૃપાના બળે અને ફળસ્વરૂપે પૂજ્યશ્રીમાં સાધના– સ્વાધ્યાય–શાસનસેવાના અનેકાનેક ગુણોનો વિકાસ થયો. સ્વપર કલ્યાણની પ્રવૃત્તિઓમાં તપશ્ચર્યા એ સંયમજીવનનો પાયો છે. પૂજ્યશ્રીએ તો સંસારીપણામાં પણ તપ-સાધના પર વિશેષ રુચિ દર્શાવી હતી. સાધુપણામાં તો આ ગુણનો અનેકગણો વિકાસ થયો. પૂજ્યશ્રીએ આજ સુધીમાં છટ્ટનાં પારણે છટ્ઠ— એક માસ, ચારનાં પારણે ચાર–એક માસ, પાંચ ઉપવાસ પાંચ વારથી માંડીને ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩, ૨૦, ૩૦, ૩૩, ૪૨ ઉપવાસની આરાધના દોઢ વર્ષમાં કરી છે. આજ સુધીમાં સત્તર સો ઉપરાંત ઉપવાસ કર્યા છે. વીશસ્થાનક તપની ઓળી, ૧૦૮ અઠ્ઠમ પૂર્ણ કર્યાં. ૨૪ ભગવાનના ચઢતા-ઊતરતા, વળી ચઢતા આ સો-ઓળી ઉપરાંત એક હજાર આયંબીલ કર્યાં છે. આયંબિલ, ૧૦૦ ઓળી પૂરી થઈ ગઈ છે. પૂજ્યશ્રીની વર્ધમાનતપની ૯૫મી ઓળી નિમિત્તે ૯૯ છોડનો ભવ્ય ઉઘાપન મહોત્સવ તેમ જ ૯૪ અને ૯૬મી ઓળી નિમિત્તે ભવ્ય ઉજમણાં અમદાવાદ-નવરંગપુરામાં ઊજવાયાં હતાં. એવી જ રીતે, પૂજ્યશ્રીની પ્રેરણા અને નિશ્રામાં ૨૦ જેટલાં ઉજમણાં, ૧૫ છ'રીપાલિત યાત્રાસંઘો અમદાવાદ, જામનગર, બોરસદ આદિ સ્થાનોમાં ઉપધાનતપની આરાધના, અનેક ભવ્યાત્માઓને દીક્ષાપ્રદાન, ૧પ જેટલા નવા સંઘોની સ્થાપના અને સ્થિરતા, ૪૦ જેટલાં નાનાંમોટાં જિનમંદિરોનાં નિર્માણ, પાંચ દેરાસરોના જીર્ણોદ્ધાર, અનેક ઉપાશ્રયોનું નિર્માણ, ૧૩/૧૪ પાઠશાળાઓની સ્થાપના આદિ મહાન પ્રભાવક કાર્યો થયાં છે. પૂજ્યશ્રીએ અમદાવાદમાં શ્રી કૃષ્ણનગર જૈન સંઘ અને શ્રી બાપુનગર જૈન સંઘ આદિની સ્થાપના કરાવી છે. તેઓશ્રી દ્વારા જ્યાં સંઘો સ્થપાયા, એ આજે સારી રીતે વિકાસ પામ્યા છે. ૨૦ ઘરોનો સંઘ ૧૬૦૦ ઘર સુધી પહોંચ્યો છે. જ્યાં જ્યાં ચાતુર્માસ થયાં છે, ત્યાંના શ્રીસંઘોમાં આરાધનાનાં પૂર ઊમટ્યાં છે. અગાધ અભ્યાસના ફળસ્વરૂપે પૂજ્યશ્રીએ સાહિત્યનું વિપુલ સર્જન કર્યું છે. લોકોપકારી–લોકભોગ્ય સાહિત્યસર્જનમાં 13 Jain Education International ૮૨૧ તેઓશ્રી અગ્રેસર રહ્યા છે. ધર્મ, અધ્યાત્મ, સમાજ, વિજ્ઞાન આદિ વિષયોને સાંકળીને વર્તમાન સંદર્ભમાં ધર્મસંસ્થાપના અને જૈનદર્શનની મહત્તા પ્રતિપાદિત કરતા ૪૦ થી વધુ ગ્રંથો રચ્યા છે, જેમાં ‘વિજ્ઞાન અને જૈનદર્શન' ભાગ ૧-૨, ‘સંસ્કૃતિનું વિજ્ઞાન’,‘શ્રમણો-પાસકનું ઝગમગતું જીવન', ‘વિલય ચિનગારી’, ‘પ્રેરણાની પરબ’, ‘મહામંત્રનું વિજ્ઞાન’, ‘જીવનમાં મૌનનો ચમત્કાર', વીતરાગવચનનું સર્વશ્રેષ્ઠ વિજ્ઞાન', ‘સાપેક્ષવાદનું વિજ્ઞાન”, ‘પ્રેમસૂરિદાદા’, ‘જીવનનું અમૃત', ‘આત્મવાદ', ‘જીવન અને વ્રતો', ‘ક્રોધનો દાવાનળ અને ઉપશમની ગંગા’, ‘ચિંતનનું ચૈતન્ય’, ‘આચારસંહિતા’, ‘અદૃશ્ય એટમબોમ્બ’, ‘રાત્રિભોજન કેમ નહિ?’, ‘બાળભોગ્ય નવકાર’, ધર્મનું વિજ્ઞાન’, ‘સાર્થવાહ’, ‘મારું વહાલું પુસ્તક’, ‘હું પુસ્તકની સાથે', ચિંતનની સાથે સાથે પ્રશ્નોતરી આદિ નૂતન શૈલીથી લખાયેલા ગ્રંથો છે. વિજ્ઞાન વિષયક ગ્રંથોની તો હજારો નકલો ખપી ગયેલી છે અને દેશવિદેશમાં લોકપ્રિય પણ થયેલી છે. એવી અનેકવિધ શાસનપ્રભાવના દ્વારા બહુમુખી પ્રતિભાને ઉપસાવતા સાધુવરને સં. ૨૦૪૧માં માગશર સુદ ૬ને દિવસે પાલિતાણામાં પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજે ણિ પદ, સં. ૨૦૪૪ના ફાગણ વદ ૩ને દિવસે અમદાવાદમાં પૂ. આ. શ્રી વિજયમિત્રાનંદસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે પંન્યાસ પદ અને સં. ૨૦૪૬ના ફાગણ સુદ ૧૧ને શુભ દિવસે બોરસદ મુકામે પૂ. આ. શ્રી વિજયરાજતિલક-સૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે આચાર્ય પદ પ્રદાન કરવામાં આવ્યાં. પદપ્રદાનના આ દિવસે, પ્રસંગને અનુલક્ષીને બોરસદમાં જીર્ણોદ્ધાર પામી રહેલા શ્રી આદિનાથ જિનમંદિર માટે સારું ફંડ થયું. બોરસદમાં તાજેતરમાં ૨૦૫૯માં ઉપાશ્રયના જીર્ણોદ્ધાર માટે ૨૭ લાખનું ફંડ કરેલ અને નૂતન ઉપાશ્રયનું ઉદ્ઘાટન કરી વિદ્યાનગર ચાતુર્માસ કરેલ છે. બહારગામના સંઘોએ તેમજ ભાવિકોએ જૈનમંદિરમાં દેવદ્રવ્ય અને સ્વદ્રવ્ય અર્પણ કરી સુંદર લાભ લીધો. જીવદયામાં પણ અનુમોદનીય ફાળો નોંધાયો. આ પ્રસંગે પૂજ્યશ્રીના સંસારી સંબંધીઓએ પણ દ્રવ્યનો અનુપમ સદ્ભય કર્યો હતો. સાધના-આરાધનામાં ઉત્કૃષ્ટ સ્થાને બિરાજતા આ સૂરિવર નિરામય દીર્ઘાયુષ્ય પામીને શાસનપ્રભાવનાનાં સર્વોત્કૃષ્ટ કાર્યો સફળતાપૂર્વક પાર પાડતા રહો અને તે માટે શાસનદેવ પૂજ્યશ્રીને સંપૂર્ણ સ્વાસ્થ્ય બક્ષો એવી અભ્યર્થના સાથે પૂજ્યશ્રીનાં ચરણોમાં કોટિ કોટિ વંદના! For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy