SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧૪ ૧૦ના દિવસે શ્રી શત્રુંજયની ગોદમાં પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સંયમ સ્વીકારીને મુક્તિલાલે મુનિશ્રી મહોદયવિજયજી નામ ધારણ કર્યું, પરંતુ માતા મણિબહેનના આગ્રહથી વડી દીક્ષા વખતે નામ બદલીને શ્રી મુક્તિવિજયજી રાખવામાં આવ્યું. આગળ જતાં, વચેટ ભાઈ કાંતિલાલ પણ સંયમ સ્વીકારીને મુનિશ્રી રવિવિજયજી મહારાજ બન્યા. ત્રણે પુત્રોને શાસનને ચરણે ધરીને માતા મણિબહેન જીવનને ધન્ય બનાવી ગયાં. ત્રણે ભાઈઓ આચાર્ય પદને વર્યા હતા. મુનિશ્રી મુક્તિવિજયજી મહારાજ નાનપણમાં વ્યાવહારિક અભ્યાસમાં આગળ રહેતા, તેમ શાસ્ત્રાભ્યાસમાં પણ આગળ રહેવા લાગ્યા. રાતદિવસ જોયા વિના સતત અભ્યાસ મગ્ન રહેવું એ પૂજ્યશ્રીનું એક મહાન લક્ષણ બની ગયું. પૂજ્યશ્રી માનતા કે કોઈ સાધુને ધર્મશાસ્ત્રોનું જ્ઞાનસંપાદન કરવું હોય તો ઓછામાં ઓછો દસ વર્ષનો સમય આપવો જોઈએ. એમાં ગુરુકૃપા ભળે તો તો કહેવું જ શું! પૂજ્યશ્રી ઉપર પૂ. આ. શ્રી વિજયદાનસૂરિજી મહારાજના ચાર હાથ હતા. તેઓશ્રીએ તેમને ઘડવામાં ખૂબ જ કાળજી લીધી હતી. દીક્ષા પછીનાં થોડાં જ વર્ષો પછી પૂજ્યશ્રીને પ્રવચન માટે તૈયાર કર્યા હતા. રાધનપુરમાં જ સગાં-વહાલાં-પરિચિતો સમક્ષ મુનિશ્રી મુક્તિવિજયજી મહારાજે પ્રથમ વ્યાખ્યાન કરીને સૌનાં મન મોહી લીધાં હતાં. સં. ૧૯૯૩માં પૂનામાં ચાતુર્માસ દરમિયાન પૂ. ગુરુદેવોની નિશ્રામાં ૭-૭ કલાકની વાચનાનો અખંડ લાભ લઈ અત્યંત જ્ઞાનવૃદ્ધિ કરી હતી. આ ચાતુર્માસમાં માતા મણિબહેનની તબિયતના સમાચાર મળતાં ત્રણે બંધુઓ મુરબાડ ચાતુર્માસ બાદ તુરત રાધનપુર તરફ વિહાર કરવા લાગ્યા. સં. ૨૦૧૦માં પૂ. પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યની નિશ્રામાં ચાતુર્માસ વખતે મુનિશ્રી મુક્તિવિજયજીના યુવાનીના ઉત્સાહને એક નવો જ દિશાબોધ મળ્યો. નમસ્કાર મહામંત્રાદિ વિષયક ચિંતનની દિશા મળતાં પૂજ્યશ્રીના જીવનમાં એક નવો જ પ્રકાશ ફેલાયો, જેના પ્રભાવે તેઓશ્રીની વૃત્તિ-પ્રવૃત્તિમાં સંઘવાત્સલ્ય, મૈત્રી આદિ અનેક ગુણોની વિશેષ ખિલવણી થવા પામી. પૂજ્યશ્રી વારંવાર આ ચાતુર્માસને યાદ કરીને ધન્યતા અનુભવતા. પૂજ્યશ્રીના જીવન-સાગરનું પેટાળ આમ તો ઢગલાબંધ તેજસ્વી રત્નોના પ્રકાશથી ઝગારા મારી રહ્યું હતું, પરંતુ એમાંયે નિરીહતા, સંયમપ્રિયતા, સ્વાધ્યાયરસિકતા આદિ ગુણો તો એવા વિશિષ્ટ કોટિના હતા કે એની જોડ જડવી મુશ્કેલ છે. સ્વાધ્યાય પ્રત્યે વિશેષ રુચિ એ પૂજ્યશ્રીનો વિશિષ્ટ Jain Education Intemational જિન શાસનનાં ગુણ હતો. નિત્ય નવું મેળવવાની તમન્ના પૂજ્યશ્રીને છેલ્લાં વર્ષોમાં અંગ્રેજી અભ્યાસ માટે પ્રયત્નશીલ રાખતી. નવસારી ચાતુર્માસ પછી તો તેઓશ્રીએ અંતરમુખી આરાધના વધુ પ્રમાણમાં આરંભી દીધી. સાંજે પ્રતિક્રમણ બાદ તુરત જ સૂઈ જતા અને રાત્રે સાડાબાર-એક વાગે જાગીને સવાર સુધી સ્વાધ્યાયમાં ખોવાઈ જતા. જીવનના પ્રારંભકાળે કંઠસ્થ કરેલું કેટલુંય શ્રુત આ રીતે પૂજ્યશ્રીએ છેલ્લાં વર્ષોમાં ફરી તાજું કરી લીધું હતું. સ્વપર સમુદાયના સુવિહિત સાધુઓ સાથે હળી-મળી જવાની પૂજ્યશ્રીની મિલનસાર વૃત્તિ તો સુપ્રસિદ્ધ છે. આ સર્વ ગુણોના યોગથી જીવનમાં જે શાંતિ-શુદ્ધિ અનુભવી શકાય એનો ભરપેટ આસ્વાદ માણીને પૂ. આચાર્યદેવશ્રી મૃત્યુમાં પણ સમાધિ સાધી ગયા, ત્યારે શાસનને એક મહાવક્તા, સમર્થ સ્વાધ્યાયવીર અને સદ્ગુણભંડાર સાધુવર્ય ગુમાવ્યાનો શોક વ્યાપી વળ્યો. લાખ લાખ વંદન હજો એ મહાન સાધુવર્યને! સૌજન્ય : ભરતભાઈ ચંદુલાલ શાહ (ખેડાવાલા) અમદાવાદ નિર્મલ શાંતિલાલ કટકાની રતલામ (મ.પ્ર.) વચનસિદ્ધ મહાત્મા, મહારાષ્ટ્ર-કેસરી પૂ. આ. શ્રી વિજયયશોદેવસૂરિજી મ. સં. ૧૯૪૪ના ચૈત્ર વદ ૧૩ના શુભ દિવસે ધર્મનગરી અમદાવાદમાં પૂજ્યશ્રીનો જન્મ થયો. તેમનું સંસારી નામ જેસિંગભાઈ હતું. પિતાનું નામ લાલભાઈ અને માતાનું નામ ગજરાબાઈ હતું. કુટુંબ જૈનધર્મ પ્રત્યેની શ્રદ્ધા, ભક્તિ અને સંસ્કારથી રંગાયેલું હતું. આવા ધર્મપરાયણ કુળમાં જન્મવાનું ભાગ્ય જેસિંગભાઈને પ્રાપ્ત થયું. કુટુંબના ધર્મના સંસ્કારો અને દેવ-ગુરુ ઉપરની દૃઢ શ્રદ્ધા–આ પ્રમુખ ગુણો તેમનામાં બાલ્યવયથી જ વણાઈ ગયા હતા. ભોગ-ઉપભોગનાં સાધનો વચ્ચે પણ તેમનું મન તેમ જ ધ્યેય સંયમજીવનની અનુમોદના તરફ જ રહેતું. કાળ વહેતો રહ્યો. જેસિંગભાઈ ભણી ગણીને યૌવનવય પામ્યા. ગૃહસ્થધર્મને સ્વીકારતાં તેઓ પરણ્યા અને સાથે સાથે પેઢીની અનેક જવાબદારીઓ પણ સંભાળી લીધી. કર્તવ્યની કસોટીમાં કુશળતા દાખવી વ્યવસાયમાં નામના For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy