SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો 9૧૭ બેંગ્લોરમાં પ્રવેશ કરતા પૂર્વે એક વિરાટ અહિંસા-સંમેલન યોજાયું હતું. વિજયાપુરમ્માં યોજાયેલા આ સંમેલનમાં પૂજ્યશ્રીની તારક નિશ્રામાં પદ્માવતી પ્રાણીદયા ટ્રસ્ટ માટે માતબર ફંડ થયું હતું. બેંગ્લોરમાં કૂતરાઓની રક્ષા માટે પૂજ્યપાદશ્રીના આશીર્વાદથી પ્રાણી કલ્યાણ કેન્દ્ર નામની સંસ્થા સ્થપાઈ. ત્યારે બેંગ્લોરમાં કૂતરાઓની હિંસા સંપૂર્ણ બંધ થઈ ગઈ હતી. * કર્ણાટક સરકારના મુખ્યમંત્રી એસ. બંગારપ્પાના, રાજ્યની સ્કૂલમાં સાતમા ધોરણ સુધીના બાળકોને મધ્યાહ્ન ભોજનની અંતર્ગત દર સપ્તાહે એક ઈંડુ આપવાનો પ્રસ્તાવ રજૂ થયો હતો. પણ પૂજ્યપાદશ્રીની પ્રેરણાથી તેની “મુંબઈ સમાચાર’માં આ સમાચાર પ્રગટ થયા હતા. * કર્ણાટક રાજ્યમાં એનિમલ ફૂડ કોર્પોરેશન દ્વારા ૫૮૦ લાખ રૂપિયાના ખર્ચે બેંગ્લોરમાં કાચરમનહલ્લી નામના ગામમાં તળાવની જમીન પર હનુર બેલ્લારી રસ્તા પર ૫૭ એકર જમીન પર મોટું યાંત્રિક કતલખાનું શરૂ થવાનું હતું. તે જ વિસ્તારમાં વિચરી રહેલા કરૂણાના અવતાર પૂજ્યપાદશ્રી આ કેવી રીતે ખમી શકે? તેઓશ્રીએ આ યોજના સામે પ્રચંડ વિરોધનું વાતાવરણ સજર્યું અને જે સફળતા મળી તે વાંચો તા. ૧૩-૨-૯૦ના “મુંબઈ સમાચાર'ના શબ્દોમાં જ. વિજયભુવનભાનુસૂરીશ્વરજીના શુભાશિષ સહ શ્રી અહિંસા સંધ કર્ણાટકના પ્રયાસોને કારણે બેંગ્લોર નજીક કતલખાનું બાંધવાનું આયોજન થયેલું તે હવે નહીં બંધાય અને તેને બદલે તે જગાનો ઉપયોગ મંદિર, શાળા, ચિલ્ડ્રન્સ પાર્ક કે ગોશાળા બાંધવામાં થશે.” (અને ખરેખર ત્યાં મદિર સ્થપાયું જ) શાળાના બાળકોને મધ્યાહ્ન ભોજનમાં ઈડા આપવાની યોજના તામિલનાડુ સરકારે પણ કરી હતી. ઇરોડના જૈન ઉપાશ્રયના ઉદ્દઘાટન પ્રસંગે તામિલનાડુ સરકારના સમાજ કલ્યાણ ખાતાના પ્રધાનશ્રી શુભલક્ષ્મી જગદીશન આવેલા તે અવસરે પૂજ્યપાદશ્રીએ અહિંસાની પરમોચ્ચાતા' એ વિષય ઉપર અંગ્રેજીમાં હૃદયસ્પર્શી પ્રવચન ફરમાવ્યું. પૂજ્યશ્રીએ સમજાવેલી દલીલોથી મંત્રીથી ખૂબ જ પ્રભાવિત થઈ ગયા અને ઈડા આપવાની યોજના બંધ કરવામાં આવી. ઈ.સ. ૧૯૯૨માં પૂજ્યપાદશ્રી જિનપ્રતિમા અંજનશલાકાપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે શિરડી પધાર્યા હતા. તેઓશ્રીની જાણમાં આવ્યું કે સોલાપુર જિલ્લામાં ત્રણ થી પાંચ વર્ષના બાળકોને પોષક આહાર રૂપે ઈડા આપવાની યોજના કરવામાં આવી છે. તા. ૧૭-૨-૯૨ના દિવસે પૂજ્યપાદશ્રીએ મહારાષ્ટ્ર સરકારના મુખ્યમંત્રીને ઇંડાની હાનિકારકતા સમજાવતો એક વિસ્તૃત અંગ્રેજી પત્ર લખીને આ યોજના બંધ કરવાના તાત્કાલિક પગલા લેવા અનુરોધ કર્યો હતો. * ઇરોડથી બેંગ્લોર તરફના વિહાર દરમ્યાન એક ગામની સ્કૂલમાં ઉતારો હતો ત્યારે બાજુના લમ્માદેવીના મંદિરમાં કેન્દ્ર સરકારના પ્રધાન શ્રી બૂટાસિંહજીને બેંગલોર , નજીકના કતલખાનાને અટકાવવાનો જોરદાર અસરપ્રદાયક ઉપદેશ આપતા પૂજ્યપાદશી સામે મોટું વિરોધ-આંદોલન શરૂ થયું જેને કારણે સરકારે આ હિંસક યોજના આખરે મૂકી દેવી પડી. પૂજ્યપાદશ્રી કર્ણાટકમાં વિચરતા હતા ત્યારે તેઓશ્રીને સમાચાર મળ્યા કે મુંબઈ નજીક પાલઘર પાસે સરકાર એક મોટું કતલખાનું બાંધવાની છે. પૂજ્યપાદશ્રીએ સરકારને પત્ર લખીને આ યોજનાની ભયાનકતા સમજાવી. પૂજયશ્રીના પ્રત્યેનોને જ્વલંત સફળતા પ્રાપ્ત થઈ અને યોજના બંધ રાખવામાં આવી. તા. ૭-૮-૮૯ના દિવસે કતલખાનાની યોજના મોકૂફ રાખવાના ઓર્ડરની કોપી પૂજ્યશ્રીને સરકારે પાઠવી હતી. તા. ૨૪-૧૦-૮૯ના ૧૦ Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org www.janela
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy