SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો शीलवीर प्रधानाय ब्रह्मानन्दविधायिने । नमः श्रीनेमिनाथाय, रैवताचलमूर्त्तय ॥ જૈનતીર્થધામ તરીકે આપણા આ પવિત્ર પર્વતરાજ ગિરનારના દર્શન કરીએ. આપણા શ્વેતાંબર જૈન ધર્મીઓની માન્યતા પ્રમાણે પ્રાચીન સમયમાં ગિરનારનો ઉજ્જયંતગિરિ અને રેવગિરિ તરીકે ઉલ્લેખ કરવામાં આવતો હતો. મહાત્મ્ય ઘણા જૈનધર્મના ગ્રંથોમાં ગિરનારનું ભક્તિભાવથી આલેખવામાં આવ્યું છે. જૈન ધર્મશાસ્ત્રોમાં ગિરનારને શ્રી શત્રુંજય ગિરિની પાંચમી ટૂંક માનવામાં આવે છે. જૈન સંપ્રદાયના પ્રથમ તીર્થંકર શ્રી આદીશ્વર ભગવાનના સમયથી, ચોવીસમા તીર્થંકર મહાવીર ભગવાનના સમય સુધીમાં અનેક ચક્રવર્તીઓ, રાજા મહારાજાઓ અને જૈન શ્રેષ્ઠીઓએ અહીં રૈયતાચલ ઉપર યાત્રા કર્યાના ઉલ્લેખો મળી આવે છે. અહીંથી અનેક મુનિવરો તપશ્ચર્યા કરીને મોક્ષે સિધાવ્યા છે અને આવતી ચોવીસીના વીસ તીર્થંકરો પણ અહીંથી મોક્ષે સિધાવશે એવી માન્યતા પ્રવર્તે છે. જૂનાગઢથી આપણે ગિરનાર તરફ જઈએ તો વાઘેશ્વરી માતા, ગાયત્રી શક્તિપીઠ અને અશોકના શિલાલેખો આવે છે. આ શિલાલેખ આજે પણ જોવા મળે છે. આ શિલાલેખ પર મૌર્ય સમ્રાટ અશોકે એની સુપ્રસિદ્ધ ચૌદ દુર્મ આજ્ઞાઓ પ્રાચીન ખારોષ્ઠી લિપીમાં કોતરાવી છે. આજે પણ તે શિલાલેખો વાંચી શકાય છે. તળેટીમાંથી ઉપર ચઢતાં પાંડવડેરી, હનુમાન બાહુની આંબલી, ધોળી દેરી, કાળી દેરી, ભર્તુહરીની ગુફા વિગેરે સ્થળો વટાવી ઉપરકોટની ટૂંક ઉપર પહોંચાય છે. તળેટીથી આ ચડાણ ત્રણ કિલોમીટરનું છે. ચડવા માટે બેંતાલીસો (૪૨૦૦) Jain Education International ૪૫૭ પગથિયાં છે. દેવકોટ દરવાજામાંથી અંદર જતાં જૈનમંદિરો આવે છે. તેમાં નેમિનાથનું એક વિશાળ મંદિર છે. આ મંદિર વિક્રમસંવત ૬૦૯માં કાશ્મિરવાસી રતનશા નામના શ્રાવકે બંધાવ્યું હતું. સિદ્ધરાજના સમયમાં તેમના સૂબા, સોરઠનાં દંડનાયક, સજ્જન મહેતાએ વિક્રમ સંવત ૧૨૮૫માં તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. આ જીર્ણોદ્ધારમાં સજ્જન મહેતાએ સોરઠની ત્રણ વર્ષની આવક ખર્ચી નાંખી હતી. મંદિરમાં શ્યામ આરસમાંથી કંડારાયેલી નેમિનાથની વિશાળ પ્રતિમા છે. આ શ્વેતામ્બર જૈન મંદિર એકસોને નેવું (૧૯૦) ટ લાંબા અને એકસોને ત્રીસ (૧૩૦) ફૂટ પહોળા વિશાળ ચોકની વચમાં બાંધવામાં આવ્યું છે. મંદિરોને ફરતો બહારનો રંગમંડપ, ચોક અને જિનમંદિર કલાના મનમૌખિક નમૂના છે. પાછળ આવેલા પહાડોની પાર્શ્વભૂમિ તેને નયનરમ્ય બનાવે છે. નેમિનાથજીના દેરાસરમા ચાર શિલાલેખો છે. તેમાં આ દેરાસરને રા'માંડલિકે સોનાના પતરાથી મઢાવ્યું હતું. અને મેવાડા જ્ઞાતિના સૂત્રધાર ગણના પુત્ર હિરપાલને મંદિરમાં લેખો કોતરવાના વંશ પરંપરાગત હક્કો આપ્યાના ઉલ્લેખો છે. નેમિનાથજીના મંદિરની પાછળ જૈનમંદિરોના મુનિ જગમાલ ગોરધનદાસે બનાવેલું મંદિર છે. જગમાલના નામ ઉપરથી જૂનગઢમાં “જગમાલ ચોક” પણ છે. આ મંદિરની સામે માનસિંગ ભોજરાજની ટૂંક છે. અહીં મંદિરમાં મૂળનાયક શ્રી સંભવનાથ ભગવાન છે. આ મંદિરના ચોકમાં એક સુંદરકુંડ આવેલો છે. આગળ જતાં મેલક વરાહીની ટૂંક આવે છે. આ ટૂંકમાં મૂળનાયક શ્રી સહસ્ત્રકલા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા છે. આ ટૂંક ગુજરાતના પાટણનરેશ શ્રી સિદ્ધરાજના મહામંત્રી શ્રી સજ્જનશેઠે નિર્માવ કરાવી હતી. આ ટૂંકમાં ઋષભદેવની આસનસ્થ વિશાળકાય પ્રતિમા છે. એને અર્બુદ્દજી કે અદબજી દાદા કહેવામાં આવે છે. આગળ જતાં સંગ્રામ સોનીની ટૂંક આવે છે. અહીં ઓશવાલ જ્ઞાતિના સોની સમરસિંહ અને માલદેવે મંદિર બનાવ્યું હતું. આ મંદિર બે માળનું છે અને બધા મંદિરોમાં ઊંચામાં ઊંચું છે. અહીં પણ મૂળનાયક સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાન છે. આગળ જતાં શ્રી કુમારપાળની ટૂંક આવે છે. આ ટૂંક તેરમી સદીમાં કુમારપાળ રાજાએ નિર્માણ કરાવ્યાનો ઊલ્લેખ છે. અહીં મંદિરમાં મૂળનાયક શ્રી અભિનંદન ભગવાન છે. આ ટૂકની પાસે ભીમકુંડ અને ગજપદાકુંડ છે. મુખ્ય માર્ગ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy