SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ગૂઢમંડપ, દશ-ચોકીનો બનેલો ત્રિકમંડપ, સભામંડપ, શૃંગારચોકી અને ચોવીસ દેવકુલિકાઓથી વિભૂષિત છે. દેવકુલિકાઓની આગલી હરોળની મધ્યમાં બલાનકની રચના છે. દેરાસરનું શિખર તારંગાના અજિતનાથ દેરાસરના શિખરને મળતું આવે છે. દેરાસરની પીઠમાં ગજથર, નરથર, યક્ષ– યક્ષિણીનાં ને દેવલીલાનાં દ્રશ્યો તથા મિથુન શિલ્પો પણ ઉચ્ચ કોટિનાં છે. મંડોવર પણ ઉત્તમ કોટિની કોતરણીવાળો છે. સ્તંભો અને વિતાનોના ઘાટ આબુના દેરાસર સાથે સામ્ય ધરાવે છે. દેરાસરમાં કુલ ૪૪ સ્તંભો છે. એ પૈકીના ૨૨ સ્તંભ ઉત્તમ કોતરણીવાળા છે. દેરાસરનો રંગમંડપનો કરોટક ઉત્તમ કોતરણીવાળો છે. આ સિવય દેરાસરની અનેકવિધ ખંડિત અને અખંડિત શિલ્પ સમૃદ્ધિથી, જિનમાતૃપટ્ટો, સમી–વિહારપટ્ટ, પરિકરો, મૂર્તિઓ તથા દેરાસરનાં અનેકાનેક વખત થયેલાં સમારકામો, સંવર્ધનો, બિંબ પ્રતિષ્ઠાપનો વગેરેની માહિતી પૂરી પાડતા વિક્રમ સંવત ૧૧૯૧ થી ૧૬૭૫ સુધીના લેખ ખાસ નોંધપાત્ર છે. મહાવીર સ્વામીનું દેરાસર વિમલમંત્રીએ બંધાવ્યું હોવાનું મનાય છે. ગર્ભગૃહ, અંતરાલ, ગૂઢમંડપ, સભામંડપ, શૃંગારચોકી અને સોળ દેવકુલિકાઓથી શોભતું આ દેરાસર ભવ્ય છે. બાકીની આઠ દેવકુલિકાઓને બદલે આઠ ખત્તકોની રચના કરી ચોવીસની પરિપાટી પૂરી પાડી છે. ગર્ભગૃહમાં મહાવીરની એક તીર્થપરિકરયુક્ત ભવ્ય પ્રતિમા છે. ગૂઢમંડપને ત્રણ દ્વાર છે. રંગમંડપની છતોમાં જૈન સૂરિઓનાં જુદા જુદા દ્રશ્યો આલેખવામાં આવ્યા છે. આ દહેરાસરમાં ઘણા શિલાલેખો છે. મંદિરને ફરતા પ્રાકારમાં પૂર્વ-પશ્ચિમ એક એક પ્રવેશદ્વારની યોજના છે. Jain Education Intemational ૩૪૩ પાર્શ્વનાથનું દેરાસર મૂળ ગભારો, અંતરાલ, ગૂઢમંડપ, છ-ચોકી, સભામંડપ, શૃંગારચોકીઓ અને બન્ને બાજુએ થઈને ૨૪ દેવકુલિકા છે. શાંતિનાથનું દેરાસર મૂળ ગભારો, અંતરાલ, ગૂઢમંડપ, છ ચોકી, સભામંડપ અને ચોવીસ દેવકુલિકાઓનું બનેલું છે. ગૂઢમંડપના દ્વારની બન્ને બાજુએ સુંદર કોતરણીવાળા બે ખત્તક છે. છચોકી અને સભામંડપની છતમાં જુદા જુદા સુંદરભાવ કોતરેલા છે એવાં પંચકલ્યાણકની સાથે તીર્થંકરોના વિશિષ્ટ પ્રકારના જીવનપ્રસંગો, કલ્પસૂત્રમાં નિર્દેશેલી ઘટનાઓ અને સ્થૂલિભદ્રનો પ્રસંગ ખાસ નોંધનીય છે. ટૂંકમાં, કુંભારિયાના દેરાસરનું સ્થાપત્ય, બાંધણી, આકાર વગેરે આબુનાં દેરાસરોને મળતાં છે. સ્તંભો, દ્વાર અને છતોમાં કરેલું કોતરકામ આબુ–દેલવાડાનાં મંદિરોને મળતું છે. પરંતુ અવાર નવાર જીર્ણોદ્વારના કારણે એના કલાસૌષ્ઠવમાં ઓટ આવી છે. છતાં એની છતોની કલાભાવના ઘણી ઊંચી કોટિની છે. વિમલશાહે આબુ–દેલવાડા (હાલ જી. શિરોહી, રાજસ્થાન) પર બંધાવેલું જૈન દેરાસર સામાન્યતઃ ‘વિમલવસહી’ નામે ઓળખાય છે. આ દેરાસર વિમલે વિક્રમસંવત-૧૦૮૮ (ઇ.સ. ૧૦૩૧-૩૨)માં બંધાવ્યું હતું એમ ‘વિવિધતીર્થકલ્પ’–અંતર્ગત અર્બુદાદ્વિકલ્પમાં સ્પષ્ટ જણાવ્યું છે, પરંતુ એનાં બધાં અંગ વિમલના સમયનાં જણાતાં નથી. વિમલના જીવનકાલ દરમિયાન એ મંદિર આજના સ્વરૂપનું ન હતું. એ મંદિર હાલના સ્વરૂપમાં ગર્ભગૃહ, અંતરાલ, ગૂઢમંડપ, નવચોકી, રંગમંડપ, મંદિર ફરતી બાવન દેવકુલિકાઓ, તેઓની આગળ સ્તંભાવલી યુક્ત પડાળી, બલાનક, હસ્તિશાલા અને તોરણનું બનેલું છે. એમાં કુલ ૧૫૭ મંડપ છે. અને એમાં ૧૨૧ સ્તંભ છે. એ પૈકીના ૩૦ સ્તંભ સુંદર કોતરણીવાળા છે. આ મંદિરનો મૂળ પ્રાસાદ–ગર્ભગૃહ અને એની સાથે આવેલ ગૂઢમંડપ મંત્રી વિમલના સમયના હોવાનું સ્પષ્ટ જણાય છે. ગર્ભગૃહ, અંતરાલ અને ગૂઢમંડપ શ્યામ પાષાણનાં છે. ગર્ભગૃહની દ્વારશાખા પ્રાચીન નથી અને હાલના મૂળનાયકની પ્રતિમા પણ ઇ.સ.૧૩૨૨ની જીર્ણોદ્ધારના સમયની છે. ગૂઢમંડપની આગળ આરસનો હાલનો નવચોકીવાળો ભાગ પણ વિમલ સમયનો નથી. ગૂઢમંડપ આગળની શ્યામ પાષણના મુખમંડપ–શૃંગારચોકીના સ્થાને સફેદ આરસની ષટ્ચોકીની રચના વિમલના કુટુંબી ચાહિલ્લે કરાવી હોય એમ જણાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy