SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] [ ૮૩ સભ્યપદે રહેલા. ૧૯૭૩ થી ૧૯૭૪ દરમ્યાન નેશનલ કે. એ. કન્ઝ્યુમસ ફેડરેશનના ડિરેકટર તરીકે પણ રહ્યા. ભૂતકાળમાં પણ તેમણે ૧૯૫૩-૫૬ દરમ્યાન જામનગર ( રે ) મ્યુનિ. ના પ્રમુખ તરીકે પણ સેવા આપી અને છેલ્લાં ત્રીસેક વર્ષથી તેઓ વિવિધ જાહેર સસ્થાઓ સાથે સંકળાયેલા છે. આગેવાન કૉંગ્રેસી તરીકે તેમની સેવાએ જાણીતી છે. ૧૯૫૮ થી ૧૯૬૭ દરમ્યાન એ. આઈ. સી. સી.ના સભ્યપદે પણ હતા. તેમણે તેમની ધંધાકીય કારકિર્દીની શરૂઆત સ્ટીશિપ એજન્ટ તરીકે અને કાર્ગો કન્ટ્રોલર તરીકે મુબઈ અને સૌરાષ્ટ્રનાં બંદરો પર કરી અને વહાણવટુ તથા ટ્રાન્સપોટની ઊંડી સૂઝ દાખવી. કેટલાંક વર્ષો સુધી તેમણે એક્સપોર્ટ એડવાઇઝરી કાઉન્સિલ, ન્યુ દિલ્હીમાં સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કર્યું. જામનગરની મુખ્યાબંધ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાએ સાથે પણ તેઓ સ’કળાયેલા રહ્યા છે. ૧૯૫૭ થી તેએ શ્રી ગંગાજલા વિદ્યાપીઠ, અલિયાબાડાના પ્રમુખ તરીકે અને ૧૯૫૮ થી જામનગરના વિદ્યોત્તેજક મંડળના મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. ગુલાબકુવરબા આયુવેદિક સેસાયટીના તેઓ મ`ત્રી છે. ગુજરાત આયુર્વેØિક યુનિવર્સિટીમાં પ્રતિનિધિત્વ પણ કરે છે. ભૂતકાળમાં જિલ્લા શિક્ષણ સમિતિના પ્રમુખ પણ હતા. પચીસ વર્ષથી જિલ્લા બાલ્કન–જી—આરીના પ્રમુખ તરીકે તેમની સેવાએ નોંધપાત્ર બની છે. ૧૯૭૨ થી અંધ વ્યક્તિએ માટે ઔદ્યોગિક તાલીમકેન્દ્રના ટ્રસ્ટના તેઓશ્રી પ્રમુખ છે. જામનગર જિલ્લા ટી. બી. એસેસિયેશનના પ્રમુખ છે. ભૂતકાળમાં જામનગરમાં રણજીત સ્પેસ એસોસિયેશનના પ્રમુખ હાઈ ને રમતગમતમાં પણ સારા રસ લીધા હતા. લાઈફ ઇન્સ્યુરન્સના સલાહકાર એના સભ્ય તરીકે, ગુજરાત લેબર વેલ્ફેર એના સભ્ય તરીકે અને રિજિયાનલ ટ્રાન્સપોર્ટ એથેરીટીના સભ્ય તરીકે ગુજરાત રાજ્યમાં પાંચ વર્ષની તેમની સેવાએ યાદગાર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy