SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ આઠમો પ્રકાશ, શ્લો. ૨૩-૩૪ ૫૦૭ આ પ્રમાણે અનાહત-અવ્યક્ત મંત્રરાજ કહ્યો. પૂર્વે જણાવેલ લક્ષ્ય-આલંબન ગ્રહણ કરી તેમાં આગળ વધતાં ક્રમે ક્રમે તેવાં આલંબનનો ત્યાગ કરી નિરાલંબન સ્થિતિમાં નિશ્ચલ બનતાં આત્મસ્વરૂપ પ્રગટ થાય છે. તેથી પ્રથમ સાલંબન ધ્યાન, પછી નિરાલંબન ધ્યાન ગ્રહણ કરવું. હવે બીજા પ્રકારે પરમેષ્ઠિ-વાચક પદમયી-મંત્રમયી-દેવતાને બે શ્લોકોથી કહે છે तथा हृत्पद्ममध्यस्थं, शब्दब्रह्मैककारणम् स्वर - व्यञ्जनसंवीतं, वाचकं परमेष्ठिनः ૨૦૦ ।। ૨ । I मूर्धसंस्थितशीतांशु-कलामृतरसप्लुतम् कुम्भकेन महामन्त्रं, प्रणवं परिचिन्तयेत् || ૨૦ | ટીકાર્થ :- તથા હૃદય-કમળમાં રહેલા વચન-વિલાસ સ્વરૂપ શબ્દ-બ્રહ્મની ઉત્પત્તિનું અપૂર્વ કારણ સ્વરો, વ્યંજનો મળેલા હોય તેવા પરમેષ્ઠિપદના વાચક, મસ્તકમાં રહેલા, ચંદ્રકલામાંથી નીકળતા, અમૃતરસથી ભીંજાતા મહામંત્ર ૐૐ કાર પ્રણવને કુંભક એટલે શ્વાસોચ્છ્વાસને રોકી ચિંતવવો. ॥ ૨૯-૩૦ તેના ધ્યેયપણામાં બીજા પ્રકારો જણાવે છે -- ८०२ ८०९ पीतं स्तम्भेऽरुणं वश्ये, क्षोभणे विद्रुमप्रभम् 1 कृष्णं विद्वेषणे ध्यायेत्, कर्मघाते शशिप्रभम् ।। ૨ ।। ટીકાર્થ :- સ્તંભન કરવામાં પીળા ૐ કારનું, વશીકરણ કરવામાં લાલ, ક્ષોભ પમાડવામાં પરવાળાની કાંતિ સરખા, વિદ્વેષણમાં કાળા, કર્મોનો નાશ કરવામાં ચંદ્ર-કાંતિ સમાન ઉજ્જવલ ૐ કારનું ધ્યાન કરવું. જોકે કર્મનો નાશ કરવાની ઈચ્છાવાળાએ ચંદ્રકાન્તિ સરખા ઉજ્જવલ ૐ પ્રણવનું ધ્યાન કરવું યોગ્ય છે, તો પણ તેવા તેવા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ સામગ્રીના કારણે પીત આદિ ધ્યાનો પણ કોઈક વખત ઉપકારક થાય છે, માટે અહિં તે કહેલું છે. . ॥ ૩૧ | બીજા પ્રકારે પદમય પંચપરમેષ્ઠિ દેવતાની સ્તવના કરે છે -- ८०३ तथा पुण्यतमं मन्त्रं, जगत् त्रितयपावनम् योगी पञ्चपरमेष्ठि- नमस्कारं विचिन्तयेत् 1 ॥ ૨૨ ॥ ટીકાર્થ :- તથા ત્રણ જગતને પવિત્ર કરનાર, મહાપવિત્ર, પંચપરમેષ્ઠિ નમસ્કાર-મંત્રને યોગીએ વિશેષ પ્રકારે ચિંતવવો. ॥ ૩૨ ॥ ત્યાર પછી -- ૮૦૪ अष्टपत्रे सिताम्भोजे, कर्णिकायां कृतस्थितिम् 1 आद्यं सप्ताक्षरं मंत्रं, पवित्रं चिन्तयेत् ततः ॥ ૨૩ ॥ ટીકાર્થ :- આઠ પાંખડીવાળું સફેદ કમળ તેની કર્ણિકામાં સ્થાપન કરેલો સાત અક્ષરવાળો પવિત્ર મંત્ર નમો અરિહંતાણં ચિંતવવો. ।। ૩૩ ।। ८०५ सिद्धादिकचतुष्कं च, दिक्पत्रेषु यथाक्रमम् चूलापादचतुष्कं च विदिक्पत्रेषु चिन्तयेत् ૪ । ટીકાર્થ :- પછી સિદ્ધાદિક ચાર મંત્રપદો અનુક્રમે ચારે દિશાઓની પાંખડીઓમાં અને ચૂલાનાં ચાર પદો I ।।
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy