SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ પ્રકાશ, શ્લો.૯૪-૯૫ ૪ ૨૩ છે. કહેલું છે કે- “માયાથી પુરૂષ જો કે અપરાધ ન કરે તો પણ પોતાના દોષ વડે સર્પ માફક દરેકને અવિશ્વાસુ થાય છે.” (પ્રશમરતિ/૨૮) આ પ્રમાણે માયાની પ્રતિપક્ષભૂત સરળતા ધર્મ ૧૦. મુક્તિ - નિર્લોભતા એટલે બાહ્ય કે અત્યંતર પદાર્થ-વિષયક તૃષ્ણાનો વિચ્છેદ થવો અર્થાત્ લોભ અને આશાનો અભાવ. લોભાધીન થએલો આત્મા ક્રોધ, માન, માયા, હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ રૂપ દોષ-સમુદાયથી પુષ્ટ થાય છે. કહેવું છે કે- “સર્વ વિનાશનું આશ્રયસ્થાન, સર્વ દુ:ખનો એક રાજમાર્ગ એવા લોભના મુખમાં ગયેલો લોભી પુરૂષ ક્ષણે ક્ષણે નવા નવા દુઃખો પ્રાપ્ત કર્યા કરે છે. (પ્રશમરતિ ૨૯) એ પ્રમાણે લોભના ત્યાગરૂપ નિર્ભયતા, સ્વ-પર-હિત આત્મપ્રવૃત્તિ, મમત્વનો અભાવ, નિઃસંગતા, બીજાનો દ્રોહ ન કરવાપણું, રજોહરણ આદિ સંયમના ઉપકરણોમાં પણ રાગરહિતપણું એ વિગેરે રૂપ મુક્તિધર્મ - આ પ્રમાણે દશ પ્રકારનો ધર્મ કહ્યો. પ્રશ્ન કર્યો કે, સંયમ, સત્ય, શૌચ, બ્રહ્મ, અકિંચનતાને મહાવ્રતોમાં તથા ક્ષમા, માર્દવ, આર્જવ, મુક્તિને સંવર-પ્રકરણમાં અને તપને સંવર અને નિર્જરાના કારણરૂપ કહેલો હોવાથી ધર્મ-પ્રતિપાદનના પ્રકરણમાં ફરી કહેવાથી પુનરુક્તતા થઈ. તેના સમાધાનમાં જણાવે છે કે, અહીં સંયમાદિનું ફરી કથન કરવું એમ અધિકાર નથી. પરંતુ સંયમ આદિ દશ પ્રકારના ધર્મ-પ્રતિપાદનના પ્રકાર વડે અરિહંત ભગવંતોએ સારી રીતે કહેલા ધર્મની વિચારણા જ છે. ધર્મોના ગુણપણાને અંગે તેની વ્યાખ્યા કરનારા ભગવંતોની અનુપ્રેક્ષા-નિમિત્તે સ્તુતિ થાય છે, માટે કહેલું સર્વ વાસ્તવિક સમજવું. / ૯૩ / આ ધર્મનો પ્રભાવ કહે છે– ४२० धर्मप्रभावतः कल्प-द्रुमाद्या ददतीप्सितम् । गोचेरऽपि न ते यत्स्यु-रधर्माधिष्ठितात्मनाम् ॥ ९४ ॥ અર્થ : ધર્મના પ્રભાવથી કલ્પવૃક્ષ આદિ ઉત્તમ વસ્તુઓ પણ ઈષ્ટ પદાર્થો આપે છે, પરંતુ અધર્મનો આશરો લેનાર પુરૂષોને તે કલ્પદ્રુમાદિ સ્વપ્ન પણ દેખાતા નથી. || ૯૪ || ટીકાર્થ : ધર્મના પ્રભાવથી કલ્પવૃક્ષો, આદિથી ચિંતામણિરત્ન વિગેરે સુષમાદિક કાળમાં થનારા જે વનસ્પતિરૂપ અને પાષાણરૂપ હોવા છતાં ધર્મવાળા જીવોને ઈષ્ટ ફળ આપનારા થાય છે. તે જ ક દુઃષમાદિ કાળમાં થનારા ધર્મહીનોને દૃષ્ટિના વિષયમાં પણ આવતા નથી, તો પછી તેનાથી અભિષ્ટની પ્રાપ્તિ તો ક્યાં જ રહી ? અહીં અર્થ-પ્રાપ્તિ ફળ કહ્યું // ૯૪ || પવૃક્ષ તથા ४२१ अपारे व्यसनाभ्भोधौ, पतन्तं पाति देहिनम् । ___ सदा सविधवत्र्यैक-बन्धुर्धर्मोऽतिवत्सलः ॥ १५ ॥ અર્થઃ સદા નજીકમાં રહેનારો અને અતિ વત્સલ બંધુ જેવો ધર્મ અપાર દુઃખસાગરમાં પડતાં પ્રાણીનું રક્ષણ કરે છે. | ૫ || ટીકાર્થ : ધર્મ એ નજીક રહેલો અતિવત્સલતાવાળો હંમેશના બંધુસમાન છે. તથા પાર વગરના દુઃખસમુદ્રમાં પડતાં એવા પ્રાણીનું રક્ષણ કરે છે. અહીં અનર્થ-પરિહાર ફળ જણાવ્યું કે ૯૫ / તથા
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy