SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૪ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ હોય તો પણ જેને અપ્રીતિ કે પ્રીતિ હોતી નથી તે સમતાનો સ્વામી છે. આ સામ્ય કોઈ ગૂઢ કે કોઈ આચાર્યની મુષ્ટિરૂપ ઉપદેશ કે બીજું કંઈ પણ નથી. બાળક હોય કે પંડિત હોય, બંને માટે એક સામ્ય જ ભવ-રોગ મટાડનાર ઔષધ છે. શાંત એવા પણ યોગીઓનું આ અત્યંત ક્રૂર કર્મ છે કે, તેઓ સામ્યશસ્ત્ર વડે રાગ વગેરેનાં કુળોને હણે છે ! સમભાવના આ પરમ પ્રભાવની તમે પ્રતીતિ કરી કે, જે ક્ષણવારમાં પ્રાણીઓને પણ પરમસ્થાન પ્રાપ્ત કરાવે છે. જે સમભાવની હાજરીમાં રત્નત્રયી સફલતાને પામે છે અને સમભાવની ગેરહાજરીમાં નિષ્ફળ નીવડે છે, તેવા મહાબળવાળા તે સમભાવને નમસ્કાર થાઓ. સર્વ શાસ્ત્રોનું અને તેના અર્થોનું અવગાહન કરીને મોટા શબ્દોથી બૂમ પાડીને તમને જણાવું છું કે, આ લોક કે પરલોકમાં પોતાનું કે બીજાનું સામ્ય સિવાય બીજું કોઈ સુખ કરનાર નથી. ઉપસર્ગોના પ્રસંગમાં કે મૃત્યુ-સમયે, તે કાલોચિત સામ્ય સિવાય બીજો કોઈ ઉપાય નથી. રાગ-દ્વેષ આદિ શત્રુઓનો નાશ કરવામાં નિપુણ એવી સામ્ય-સામ્રાજ્યલક્ષ્મીનું સેવન કરીને અનેક પ્રાણીઓ શાશ્વત શુભગતિરૂપ અને પદવીને પામ્યા છે, તેથી કરી આ મનુષ્યપણું સફળ બનાવવાની ઈચ્છાવાળાએ નિઃસીમ સુખ-સમુદાયથી ભરપૂર એવા આ સામ્યમાં પ્રમાદ ન કરવો. | પ૪ || શંકા કરી કે, સર્વ દોષોનું નિવારણ કરવાનું કારણ સમત્વ એ અમે સમજ્યા. અમે પ્રસન્ન થયા છીએ. જો તે સામ્ય પ્રતિ કોઈ ઉપાય હોય અને તે ઉપાયના પણ બીજા ઉપાયો હોય અને તે સહજ કરી શકાય તેવા હોય, તો અમે આકાંક્ષા વગરના થઈ આનંદ પામીએ-એમ મનમાં વિચારીને બે શ્લોકો જણાવે છે ३८१ साम्यं स्याद् निर्ममत्वेन, तत्कृते भावनाः श्रयेत् । अनित्यताशरणं भवमेकत्वमन्यताम् ३८२ अशौचमाश्रवविधिं संवरं कर्मनिर्जराम् । __ धर्मस्वाख्याततां लोकं, द्वादशी बोधिभावनाम् ॥ ५६ ॥ અર્થ : સમતાની પ્રાપ્તિ નિર્મમત્વથી થાય છે તથા નિર્મમત્વને પામવા બાર ભાવનાઓનો આશ્રય કરવો. તે ભાવનાઓ આ મુજબ છે. (૧) અનિત્ય-ભાવના (૨) અશરણ (૩) સંસાર (૪) એકત્વ (૫) અન્યત્વ (૬) અશુચિત (૭) આશ્રવ (૮) સંવર (૯) નિર્જરા (૧૦) ધર્મવાખ્યાત (૧૧) લોક અને (૧૨) બોધિદુર્લભ ભાવના. || પપ-પ૬ || ટીકાર્થ : જેનું સ્વરૂપ કહેવાઈ ગયું છે એવું સામ્ય નિર્મમત્વ ઉપાયથી થાય છે. શંકા કરી કે, સામ્ય અને નિર્મમત્વ એમાં શો તફાવત ? સમાધાન કરે છે કે-રાગ-દ્વેષ બંનેના પ્રતિપક્ષભૂત સામ્ય છે અને નિર્મમત્વ તો એકલા રાગનો પ્રતિપક્ષ છે. માટે બંને દોષનું નિવારણ કરવા માટે સામ્ય કરવાની ઈચ્છા કરી. એટલે બલવત્તર રાગના પ્રતિપક્ષભૂત નિર્મમત્વ ઉપાય પણ અંદર સમાઈ જાય છે. જેમ બળવાન સેના હોય, તેમાં કોઈ બળવાનનો વિનાશ થયો, એટલે બીજાનો પણ વિનાશ કરતાં મુશીબત પડતી નથી, તેવી રીતે રાગનો નિગ્રહ હેતુ નિર્મમત્વ તે હીનબળવાળા દ્વેષાદિકના વિનાશ માટે થાય છે, માટે વધારેથી સર્યું. નિર્મમત્વનો ઉપાય બતાવે છે તે નિર્મમત્વ નિમિત્તે યોગી અનુપ્રેક્ષા-ભાવનાઓનો આશ્રય કરે. એ ભાવનાઓ નામથી કહે છે
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy