SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ साइमं अणत्थणाभोगेणं, सहसागारेणं महत्तरागारेणं, सव्वसमाहिवत्तिआगारेणं, वोसिरह શંકા - એકાસણ વિગેરે પ્રત્યાખ્યાનો એવી રીતે થાય છે કે- જેમાં વિસરિk ની જરૂર રહેતી નથી. માટે દિવસ-ચરિમ પ્રત્યાખ્યાન નિષ્ફળ છે. સમાધાન - એમ નથી, પણ એકાસણ વિગેરેમાં આઠ વિગેરે આગારો રાખેલાં છે અને દિવસચરિમમાં તો ચાર જ આગારો છે, જેથી વધારે અપવાદ-છૂટોનો સંક્ષેપ થવાથી ઓછા આગારવાળું આ પચ્ચખાણ નિષ્ફળ નથી, પણ સફળ છે. વળી સાધુએ રાત્રિભોજનનો ત્રિવિધ ત્રિવિધ માવજીવ માટે ત્યાગ કરેલ હોવાથી તેઓને માટે એકાસણ વગેરે પચ્ચકખાણો દિવસ પૂરતાં જ અને ગૃહસ્થને ઉદેશીને તે એકાસણ વિગેરે પચ્ચખાણો બીજા દિવસના સૂર્યોદય સુધીના હોય છે. કારણકે-દિવસ શબ્દનો અર્થ જેમ દિવસ થાય છે, તેમ અહોરાત્રિ-રાત્રિ સહિત દિવસ એવા પર્યાયવાળો પણ જોવામાં આવે છે, તેમાં જેમને રાત્રિભોજનનો ત્યાગ હોય તેવા સાધુ કે શ્રાવકને રાત્રિભોજન-ત્યાગ હોય, તેઓને પણ આ પચ્ચક્ખાણથી પુનઃ તે રાત્રિ ભોજન-ત્યાગનું સ્મરણ થતુ હોવાથી સફળ જ છે. ‘મવરમમ્' પચ્ચકખાણમાં એટલું વિશેષ છે કે- જ્યારે એમ જાણવામાં આવે છે કે – “મહત્તર' અને સર્વસમાધિ-પ્રત્યય' આગારોની જરૂર નથી, ત્યારે માત્ર “અનાભોગ અને સહસાકાર” એ બે આગારોથી પણ ભવચરમ પ્રત્યાખ્યાન થઈ શકે છે. ઉપયોગ-શૂન્યપણે કે સહસા આંગળી વિગેરે મુખમાં નાંખવાનો સંભવ હોવાથી આ બે આગારો તો જરૂરી છે જ. આથી જ જો મહત્તર અને સર્વસમાધિ-પ્રત્યય આગારો ન રાખે, તો પૂર્વ જણાવેલાં આ પ્રત્યાખ્યાનને અનાગાર પચ્ચફખાણ પણ કહેવાય. આ બે આગારોના પરિહાર કરી શકાતો ન હોવાથી. ૩૫થ મારવ્યાનમ્ ! હવે અભિગ્રહ-પ્રત્યાખ્યાન કહે છે– તે “દાંડા પૂંજી-પ્રમાર્જીને લેવા મૂકવા અને આપવા' ઇત્યાદિ અભિગ્રહરૂપ એવા વિવિધ અભિગ્રહો આ રીતે કરી શકાય છે. તેવા કોઈપણ અભિગ્રહવાળું પચ્ચખાણ તે, “અભિગ્રહ-પચ્ચકખાણ' કહેવાય. તેમાં ચાર આગારો કહેલા છે. તેના પાઠ આ પ્રમાણે – "अभिग्गहं पच्चक्खाइ "अण्णत्थणाभोगेणं, सहसागारेणं, महत्तरागारेणं, सव्वसमाहिવત્તિમારેvi વોસિર આ અભિગ્રહ-પ્રત્યાખ્યાનમાં વસ્ત્રના ત્યાગરૂપ અભિગ્રહ કરે ત્યારે યોનિપટ્ટારેvi એ પાંચમો આગાર કહેલો છે, એટલે કારણ પડે તો ચોલપટ્ટો પહેરવાથી અભિગ્રહ-પ્રત્યાખ્યાનનો ભંગ ન થાય. 1ણ વિકૃતિ – પ્રત્યાહ્યાનમ્ આ વિગઈ-પચ્ચકખાણમાં આઠ કે નવ આગારો કહેલા છે તેનો પાઠ આ પ્રમાણેઃ विगईओ पच्चक्खाइ अण्णथणाभोगेणं, सहसागारेणं, लेवालेवेणं गिहत्थसंसटेणं, उक्खित्त विवेगेणं पडुच्चमक्खिवेगेणं पारिट्ठावणियागारेणं, महत्तरागारेणं, सव्वसमाहिवत्तिआगारेणं वोसिरइ ‘વિતિ' = મનને વિકારમાં કારણભૂત હોવાથી વિકૃતિ-વિગઈ કહેવાય તેના દસ પ્રકાર છે. કહેલું છે કે – ૧ દૂધ ૨. દહીં ૩ માખણ, ૪ થી ૫ તેલ, ૬ ગોળ, ૭ મદ્ય, ૮ મદ્ય ૯ માસ, ૧૦ તળેલું (પંચવસ્તુ ૩૭૧) ૧ દૂધ - ગાય, ભેંસ, ઊંટડી, બકરી અને ઘેટી-એ પાંચના દૂધ તે વિગઈના પાંચ પ્રકાર ઊંટડીના દૂધનું દહીં થતું ન હોવાથી તે સિવાય દહીં, માખણ અને ઘી ચાર પ્રકારનાં તેલ-તલ, અળશી, લટ્ટા, તથા સરસવ એ ચારેના તેલ એમ તેલના ચાર પ્રકાર છે. બાકીના તેલોને વિગઈમાં ગણ્યા નથી. પણ લેપકૃત જણાય છે. ૬ ગોળ-શેરડીનો રસ ઉકાળવાથી બને તે દ્રવ્ય નરમ અને કઠિન ગોળ એમ બે પ્રકારે
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy