SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ૨૯. ઉત્તર ચૂડા : વંદન કર્યા પછી મોટા શબ્દથી 'મસ્થળ વંમિ' એમ શિખા ચડાવવા માફક બોલવું. ૩૧૬ ૩૦. મૂક ઃ મુંગા માફક ન સમજાય તેમ સૂત્રના અક્ષરો આલાવા મનમાં જ બોલવા પ્રગટ ન બોલવા. અગર ન સમજાય તેમ બોલવા. ૩૧. ઢઢર : મોટા શબ્દથી બોલી વંદન કરવું. ૩૨. ચૂડલ દોષ : ચુડલ એટલે સળગતું ઉંબાડીયું બાળક તેને છેડેથી પકડી ભમાવે તેમ ઓઘાને છેડેથી પકડી ભમાવતા સર્વ સાધુઓને વંદન કરું છું અથવા હાથ લાંબા કરી હું વંદન કરું છું-એમ બોલતા વંદન કરવું. આ પ્રમાણે ગુરુવંદન કરતા કહેલાં બત્રીસ દોષોને ટાળીને વિધિપૂર્વક શુદ્ધ વંદન કરવું. દરેક નામને ‘દોષ' જોડી દેવો. વંદનમાં શિષ્ય ગુરુને છ પ્રશ્નો પૂછવા રૂપ-૭ અભિલાપો કહે છે— તે આ પ્રમાણે—૧ ઈચ્છા ૨ અનુજ્ઞા, ૩ અવ્યાબાધ, ૪. સંયમયાત્રા ૫. સમાધિ, ૬. અપરાધ-ક્ષમાયાચના કહેલું છે કે– ‘ઈચ્છા અનુજ્ઞા, અવ્યાબાધ, સંયમયાત્રા સમાધિ અને અપરાધની ક્ષમા-યાચના એ છને અંગે તે તે પાઠથી શિષ્ય પ્રશ્ન કરે, (આ. નિ. ૧૨૩૨) તે શિષ્યના છ સ્થાનો રૂપ ગુરુવંદનનું દ્વાર સમજવું.' એ છએના ગુરુ ઉત્તરો આપે છે; તે છ ગુરુ વચનો આ પ્રમાણે– ૧ જેવી તારી ઈચ્છા, ૨ અનુજ્ઞા આપું છું, ૩ તેમ જ છે, ૪ તને પણ વર્તે છે ? ૫ એ જ પ્રમાણે છે અને ૬. હું પણ તમોને ખમાવું છું કહેલું છે કે “તારી ઈચ્છા પ્રમાણે, ૨જા આપું છું, તેમ જ તને પણ વર્તે છે ? એ જ પ્રમાણે છે અને હું પણ તમોને ખમાવું છું – આ પ્રકારે ગુરુ છ ઉત્તરો આપે” (આ. નિ. ૧૨૩૮) આ બંને યથાસ્થાને સૂત્રવ્યાખ્યા કરીશું ત્યારે બતાવીશું સૂત્ર કહે છે—– " इच्छामि खमासमणो ! वंदिउं जावणिज्जाए निसीहिआए, अणुजाणह मे मिउग्गहं, निसीहि । अहोकायं काय-संफासं खमिणिज्जो भे ! किलामो, अप्पकिलंताणं बहुसुभेण भे ! दिवसो वक्ता ? जत्ता भे ! जवणिज्जं च भे ! खामेमि खमासमणो ! देवसिअं वइकम्मं, आवस्सियाए पडिक्कमामि खमासमणाणं देवसिआए आसायणाए तित्तीसन्नयराए जं किंचि मिच्छाए मणदुक्कडाए, વવતુધાડા, નાયડુવાડા, જોહાણ, માળા, માયા, તોમાત્, સવ્વાતિઞા, સમિચ્છોવ્વવારાપ્ सव्यधम्माइक्कमणाए आसायणाए जो मे अइआरो कओ, तस्स खमासमणो ! पडिक्कमामि, નિંદ્રામિ, રિહામિ, અપ્પાનું વોસિમિ ॥'' સૂત્ર વ્યાખ્યા : અહીં દ્વાદશાવર્ત વંદન કરવાની ઈચ્છાવાળો શિષ્ય ખમાસમણરૂપ લઘુવંદનપૂર્વક સંડાસા પ્રમાર્જીને બેઠાં બેઠાં જ પૂર્વે જણાવ્યા પ્રમાણે પચીશ બોલથી મુત્ત અને પચીશ બોલથી શરીર પડિલેહે તે પછી પરમ વિનયપૂર્વક પોતે મન, વચન અને કાયથી શુદ્ધ થઈને ગુરુના આસનથી પોતાના દેહપ્રમાણમાં ભૂમિરૂપ સાડા ત્રણ હાથ અવગ્રહની બહાર ઉભો રહીને દોરીએ ચડાવેલ ધનુષ્ય જેમ વાંકું હોય, તેમ કેડ ઉપરનું અર્ધું શરીર મસ્તક સાથે નમાવીને અર્થાત્ કાંમૂક નીચો નમીને હાથમાં ઓધો મુહપત્તિ લઈને વંદન કરવા માટે આ પ્રમાણે બોલેઃ– ‘ફચ્છામિ' = હું ઈચ્છું છું આ શબ્દથી કોઈના બળાત્કારથી વંદન કરતો નથી' એમ જણાવ્યું હવે, ‘સ્વમાસમો’ ક્ષમાશ્રમમાં ક્ષમ ધાતુને સ્ત્રીલિંગનો આ પ્રત્યય લગાડી ક્ષમા શબ્દ તૈયાર કર્યો જેનો અર્થ સહન કરવું' એવો થાય, તથા શ્રમ્ —
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy