SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પ્રકાશ, શ્લો.૧૨૩ ૨૯૩ ‘સિદ્ધિક્ષેત્ર કહેવાય છે. કહેવું છે કે “અહીં મનુષ્યલોકમાંના છેલ્લાં શરીરનો ત્યાગ કરીને ત્યાં સિદ્ધિક્ષેત્રમાં જઈને કાયમ માટે સ્થિરતાથી વસે છે,' નિશ્ચયનયથી તો આત્મા પોતાના મૂળ સ્વરૂપમાં જ રહે છે, રમે છે અને સ્વ-સ્વરૂપનો આનંદ અનુભવે છે. નિશ્ચયનયથી તો “સર્વ પદાર્થો પોતાના સ્વરૂપમાં જ રહે છે. કોઈ દ્રવ્ય પોતાના મૂળ સ્વરૂપને છોડતું નથી.' એમ કહેલું છે, આગળ જણાવેલાં શિવ, અચલ, આદિ વિશેષણો પરમાર્થથી સ્થાનને નહિ પણ મુક્ત આત્માને ઘટે છે, તો પણ સ્થાન અને સ્થાનીનો અભેદ હોવાથી ઉપચારથી ત્યાં રહેનાર સ્થાનીનાં લક્ષણો સ્થાનમાં પણ ઘટાવી શકાય છે. એવા પ્રકારના સ્થાનને પામેલા અર્થાત્ સંપૂર્ણ પણ કર્મક્ષય થવા રૂપ સંસારી અવસ્થા નાશ થવાથી સ્વાભાવિક આત્મસ્વરૂપ પ્રગટ થવાથી આત્માનું શુદ્ધસ્વરૂપ પામેલા, આવા આત્માને જ “વિભુ-વ્યાપક માનીએ તો ઉપર જણાવ્યું તેવા વ્યવહાર અને નિશ્ચયરૂપ સિદ્ધિસ્થાનની તેને પ્રાપ્તિ થઈ શકે નહિ, કારણકે સર્વગત-વ્યાપક માનવાથી તે હંમેશા સર્વત્ર રહે, કોઈ સ્થાન બદલવાનું બાકી રહે નહિ અને તેથી પોતાનો ભાવસ્વરૂપ નાશ પામે નહિ. બદલાય નહિ. તે નિત્ય કહેવાય” આવો વ્યાપક આત્મા સદાકાળ એક સ્વરૂપે રહેવાથી એકાન્ત નિત્ય ગણાય એથી “તેને સંસારી અવસ્થાનો નાશ અને સ્વસ્વરૂપની પ્રાપ્તિ' એ ફેરબદલી તેમાં ઘટે નહિ. આથી એ નક્કી થયું કે જેઓ ક્ષેત્રથી સર્વવ્યાપક નથી તેઓને જ સંસારી અવસ્થાના ત્યાગરૂપ મોક્ષ-અવસ્થા યા સિદ્ધિગતિ નામનું સ્થાન પ્રાપ્ત થાય છે. માટે જે “વા પ્રમાણમાત્મા' અર્થાત્ “આત્મા પોતાના શરીર પ્રમાણવાળો છે.” એમ જે કહ્યું છે, તે બરાબર છે. એવા ભગવંતોને નમસ્કાર થાઓ. બુદ્ધિમંત આત્માઓને એવા જ ભગવંતો નમસ્કરણીય છે. આ સૂત્રમાં આદિમાં અને અંતમાં નમસ્કાર કર્યો છે, તેથી વચ્ચેનાં પદોમાં પણ નમસ્કાર સંબધ જોડવો. વળી ભયોને જિતનારા પણ એ અરિહંતો જ છે, બીજા નહિ-એમ પ્રતિપાદન કરવા ઉપસંહાર કરતા કહે છે– નમો નિVIri, નિયમથાઇ અર્થાત જિનોને ભયો જિતનારાઓને નમસ્કાર થાઓ.” નો અને નિર' એનો અર્થ પહેલા કહી ગયા, તે પ્રમાણે જાણવો અને વિમાની એટલે “સંસારરૂપ પ્રપંચથી નિવૃત્ત થએલા હોવાથી કોઈપણ ભય જેઓએ નથી-સર્વ ભયોનો જેઓએ ક્ષય કરેલો છે– એવા અરિહંત ભગવંતોને નમસ્કાર થાઓ. એ પ્રમાણે “સત્ર થી આરંભી નિયમથી' સુધીના પાઠમાં ત્રણ વાક્યોથી જ્ઞાન-દર્શનાદિ પ્રધાન ગુણોના કદી ક્ષય ન થાય તેવા મોક્ષરૂપ પ્રધાન ફળની પ્રાપ્તિ નામની નવમી સંપદા જણાવી. અહીં એમ શંકા ન કરવી કે, એક જ પ્રકારના વિશેષણોથી વારંવાર સ્તુતિ કરવા રૂ૫ પુનરુક્તક્તિ દોષ કેમ ન લાગે? કારણકે, સ્તુતિ વારંવાર કરવા છતાં પણ પુનરુક્તિ દોષ લાગતો નથી. કહ્યું છે કે – “સ્વાધ્યાય ધ્યાન તપ, ઔષધ, ઉપદેશ, સ્તુતિ, દાન, વિદ્યમાન, ગુણોનું કીર્તન આ સર્વ વારંવાર કરવા છતાં પુનરુક્તિ દોષ મનાતો નથી.” (આ. નિ.૧૫૯) આ શકસ્તવ–“નમોત્થણે કહ્યા પછી પ્રાણિપાત એટલે નમસ્કાર કરાતો હોવાથી નવસંપદાવાળા આ “નમોત્થણે” સૂત્રનું “પ્રણિપાત દેડક' એવું પણ નામ કહેવાય છે જિનેશ્વરી તીર્થની સ્થાપના કરે તે પહેલા તેઓના જન્મ આદિ કલ્યાણકોના સમયે પણ પોતાના વિમાનમાં રહ્યા રહ્યા શક્રમહારાજા આના વડે તે તીર્થકર ભગવંતોની સ્તુતિ કરે છે એ કારણથી આ સૂત્રનું શકસ્તવ' એવું પણ નામ છે. આ સૂત્ર ઘણે ભાગે ભાવ-અરિહંતને આશ્રીને ભણાય છે. છતાં સ્થાપનાઅરિહંતની પ્રતિમામાં ભાવ અરિહંત'નો આરોપ કરીને પ્રતિમાજી સન્મુખ બોલવામાં દોષ નથી પ્રણિપાત, પછી અતીત, અનાગત અને વર્તમાન જિનેશ્વરોને વંદન કરવા માટે કેટલાંક લોકો આ ગાથા પણ ભણે છે.
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy