SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પ્રકાશ, શ્લો.૫૩-૫૯ ૨૧૩ અર્થ : “રાત્રિમાં યજ્ઞકર્મ સ્નાન, શ્રાદ્ધકર્મ, દેવાર્ચન અને દાન નથી કરાતું અને વિશેષ પ્રકારે ભોજન નથી કરાતું. || પ૬ || ટીકાર્થઃ અગ્નિમાં સમિધ (લાકડા) આદિની આહુતિ આપવી, સ્નાન શ્રાદ્ધ, દેવપૂજા, દાન, આદિ, શુભ કાર્યો અને ખાસ કરીને ભોજન રાત્રે ન કરવા. પ્રશ્ન કર્યો કે, “નક્તભોજન તો કલ્યાણકારી છે, એમ સાંભળ્યું છે અને રાત્રિભોજન વગેરે તે સંભવ નહિ,' તેના જવાબમાં જણાવ્યું છે કે, નક્ત શબ્દના અર્થને ન સમજવાથી આમ બોલાય છે. | પ૬ || તે જ કહે છે. ૨૨૮ વિવસ્થાઈને મા, મન્દીભૂતે વિશ્નરે ! नक्तं ताद्धि विजानीयान्न नक्तं निशि भोजनम् ॥ ५७ ॥ અર્થ : દિવસનો આઠમો ભાગ (ચાર ઘડી) બાકી રહે ને સૂર્ય મંદ થાય તેને નક્ત કહેવાય છે, પણ નક્તભોજનને રાત્રિભોજન કહેવાતું નથી. / પ૭ | ટીકાર્થ : દિવસના આઠમાં ભાગમાં પાછલા અર્ધ પ્રહરમાં જે ભોજન કરાય, તે નક્તભોજન કહેવાય. શબ્દની મુખ્ય અને ગૌણ એમ બે પ્રકારની પ્રવૃત્તિ છે. તેમાં કોઈ વખત મુખ્યથી વ્યવહાર કરવો. કોઈક વખત મુખાર્થની બાધા થાય, તો ગૌણ પ્રવૃત્તિ કરવી, નક્તનો મુખ્ય અર્થ કરવામાં રાત્રિભોજન લક્ષણ મુખાર્થની બાધ થાય છે. રાત્રિ ભોજનનો ત્યાં ત્યાં પ્રતિષેધ કરેલો હોવાથી નક્ત શબ્દનો ગૌણ અર્થ દિવસ થોડો બાકી રહ્યો હોય તે તે સમયે ભોજન કરવું એવા અર્થમાં નક્ત-ભોજન શબ્દ લેવો. ત્યાં જાણવું કે, સૂર્ય ઠંડો પડે ત્યારે એટલે મુખ્ય અર્થનો પ્રતિષેધ થવાથી નક્ત એટલે રાત્રિભોજન અર્થ ન કરવો. | પ૭ || રાત્રિભોજનનો નિષેધ બીજાં શાસ્ત્રોમાં જણાવેલો છે. તે બે શ્લોકોથી જણાવે છે કે २२९ देवैस्तु भुक्तं पूर्वाह्ने, मध्याह्ने ऋषिभिस्तथा । अपराह्ने तु पितृभिः, सायाह्ने दैत्यदानवै ॥ ५८ ॥ २३० सन्ध्यायां यक्षरक्षोभिः सदा भुक्तं कुलोद्वह । सर्ववेलां व्यतिक्रम्य, रात्रौ भुक्तमभोजनम् ॥ ५९ ॥ અર્થ : હે કુલોહ ! યુધિષ્ઠિર ! દેવોએ હંમેશા પૂર્વાહ્ન કાળમાં ખાધું છે. ઋષિ મુનિઓએ દિવસના મધ્ય સમયમાં આહાર કર્યો છે. પિતાઓએ અપરાહ્ન કાળમાં ભોજન કર્યું છે. દેત્યો તથા દાનવોએ સાયાત (વિકાળ) કાળમાં ખાધું છે અને યક્ષો તથા રાક્ષસોએ સંધ્યા (સૂર્યાસ્ત પછીના) કાળમાં ખાધું છે. તેથી દેવાદિ સઘળાના અવસરને ઓળંગીને રાત્રિમાં ખાધેલું અન્ન અભોજનરૂપ છે. || ૫૮-૫૯ // ટીકાર્થ : દિવસના પ્રથમ પ્રહરમાં દેવોએ ભોજન કર્યું. મધ્યાહ્ન સમયે ઋષિઓએ પાછલા દિવસે પિતૃઓએ સાંજે વિકાલ સમયે દૈત્યોએ અને દાનવોએ ભોજન કર્યું. સંધ્યા એટલે રાત્રિ, દિવસનો પ્રવેશ અને નીકળવાનો સમય તેમાં યક્ષોએ અને રાક્ષસોએ ભોજન કર્યું. યુધિષ્ઠિર ! સર્વ દેવાદિકની વેળાનો સમય ઉલ્લંઘન કરી રાત્રે ભોજન કરવું તે અભોજન ગણાય છે ૫૮-૫૯ / (આ પ્રમાણે પુરાણમાં રાત્રિભોજનનો પ્રતિષેધ કહીને આયુર્વેદ સાથે સમ્મતિ જણાવે છે. આયુર્વેદમાં આ પ્રમાણે જણાવેલું છે.)
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy