SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરયણાણિ અધ્યયન-૩૪ : ટિપ્પણ ૨૦-૨૩ ન્યૂન કરોડ પૂર્વ બતાવવામાં આવેલ છે.' એનાથી ફલિત થાય છે કે દીક્ષા નવ વર્ષથી થોડીક ઓછી વયે પ્રાપ્ત થાય છે, આઠમા વર્ષે નહીં. બૃહત્કલ્પ ભાષ્યમાં દીક્ષા માટે ન્યૂનતમ આયુ સાધિક આઠ વર્ષનું છે. આનું તાત્પર્ય એ છે કે જ્યારે મુમુક્ષુ સવા આઠ વર્ષનો થાય છે ત્યારે ગર્ભના નવ માસ ઉમેરવામાં આવતાં નવમા વર્ષે તેને દીક્ષા પ્રાપ્ત થઈ શકે છે. ૨૦. (શ્લોક ૪૮) ભવનપતિ અને વ્યન્તર દેવોની કૃષ્ણ લેશ્યાની જધન્ય સ્થિતિ દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની કહેવામાં આવી છે. આનું તાત્પર્ય એ છે કે આ દેવોનું જઘન્ય આયુષ્ય દશ હજાર વર્ષનું હોય છે, એટલા માટે કૃષ્ણ લેશ્યાની જધન્ય સ્થિતિ પણ એટલી જ થશે. ઉત્કૃષ્ટ સ્થિતિનો જે ઉલ્લેખ છે તે મધ્યમ આયુષ્યવાળા દેવોની અપેક્ષાએ છે. પ્રજ્ઞાપનામાં ભવનપતિ દેવોની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ સ્થિતિ સાતિરેક એક સાગરની બતાવાઈ છે. વાનવ્યંતર દેવોની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક પલ્યોપમની બતાવાઈ છે. આથી પ્રસ્તુત શ્લોકમાં જે ઉત્કૃષ્ટ સ્થિતિ છે તે મધ્યમ આયુષ્યવાળા ભવનપતિ અને વાનવ્યંતર દેવોની અપેક્ષાએ છે. ૨૧. (શ્લોક ૪૯) નીલલેશ્યાનું કથન પણ સાપેક્ષ છે. અહીં જે અસંખ્યાતમો ભાગ કરવામાં આવ્યો છે. તે બૃહત્તર અસંખ્યેય ભાગ ગૃહીત છે.' કૃષ્ણ લેશ્યાના પ્રસંગમાં અસંખ્યેય ભાગ નાનો છે અને અહીં તે મોટો છે. * ૨૨. (શ્લોક ૫૨) અહીં મૂળપાઠમાં શ્લોક-વ્યત્યય થયેલ છે. ૫૨મા શ્લોકની જગ્યાએ ૫૩મો અને ૫૩માના સ્થાને ૫૨મો શ્લોક હોવો જોઈએ. કેમકે ૫૧મા શ્લોકમાં આગમકાર ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોની તેજોલેશ્યાના કથનની પ્રતિજ્ઞા કરે છે પરંતુ પ૨મા શ્લોકમાં નિરૂપિત તેજોલેશ્યા માત્ર વૈમાનિક દેવાની અપેક્ષાએ છે, જ્યારે ૫૩મા શ્લોકમાં પ્રતિપાદિત લેશ્યાનું કથન ચારે પ્રકારના દેવોની અપેક્ષાએ છે. ૨૩. (શ્લોક ૬૦) પ્રાણી જે લેશ્યામાં મરે છે, તે જ લેશ્યામાં ઉત્પન્ન થાય છે.' આનું તાત્પર્ય એ છે કે વર્તમાન ભવનું આયુષ્ય જ્યારે અંતર્મુહૂર્ત પરિમાણ બાકી રહે છે, તે સમયે પરભવની લેશ્યાનું પરિણામ શરૂ થઈ જાય છે. તે પરિણામ અંતર્મુહૂર્ત સુધી વર્તમાન જીવમાં રહે છે અને અંતર્મુહૂર્ત સુધી પરભવમાં ઉત્પન્ન થયા પછી રહે છે. બે અંતર્મુહૂર્ત સુધી લેશ્યાની અવસ્થિતિ હોવાનો એક સામાન્ય નિયમ છે. નારક અને દેવો માટે કેટલાક વિશેષ નિયમો છે. બે અંતર્મુહૂર્તનો નિયમ તેમને પણ લાગુ પડે છે, પરંતુ તેઓ જે લેશ્યામાં ઉત્પન્ન થાય છે તે લેશ્યાના પરિણામો તેમના આયુષ્ય પર્યંત રહે છે.° ૧. ર. ૩. ૪. ૫. ૮૭૬ भगवई २५ । ५३३ : सामाइयसंजए णं भंते! कालओ केवच्चिरं होई ? गोयमा ! जहणणेणं एक्कं समयं उक्कोसेणं सूणएहिं नवहिं वासेहिं ऊणिया पुव्वकोडी । एवं छेदोवावणिए वि । बृहद्वृत्ति, पत्र ६६० : एवंविधविमध्यमायुषामेव भवनपतिव्यन्तराणामियं द्रष्टव्या । पनवणा, ४ । ३१ तथा १६५ । વૃત્તવૃત્તિ, પત્ર ૬૬૦ : ... बृहत्तरोऽयमसंख्येयभागो વૃદ્ઘતે । એજન, પત્ર ૬૬૨ : ૩ દ્દિ પ્રજ્ઞાપનાયામ્—નમારૂં Jain Education International ૬. ૭. (બ્બાનું આતિજ્ઞા જાનું વતિ તાજેમનું લવજ્ઞફ ।'વૃત્તિકા૨ે આને પ્રજ્ઞાપનાનો પાઠ માનીને ઉદ્ધૃત કર્યો છે. પ્રજ્ઞાપનામાં આ પાઠ મળતો નથી. એજન, પત્ર ૬૬૨ : અન્તમુત્તુ ગત વ અતિજ્રાંત વ, તથા अन्तर्मुहूर्ते शेषके चैव - अवतिष्ठमान एव लेश्याभिः परिणताभिरुपलक्षिता जीवा गच्छन्ति परलोकं-भवांतरम् इत्थं चैतन्मृतिकाले भाविभवलेश्याया उत्पत्तिकाले वा अतीतभवलेश्याया अन्तर्मुहूर्त्तमवश्यम्भावात् । એજન, પત્ર ૬૬૨ : રેવના જાળાં સ્વસ્વનેયાવા: प्रागुत्तरभवांतर्मुहूर्त्तद्वयसहितनिजायुःकालं यावद् अवस्थितत्वात् । For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy