SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન જેનલેખસંગ્રહ, (૧૫૯) [ આબુ પર્વત આગેવાન અને સુલતાનને+ મંત્રી હતા. જૈનધર્મને એ પ્રભાવક શ્રાવક હતે. ઘણા વર્ષો સુધી એણે સરલભાવે પ્રત્યેક પાક્ષિક (ચતુર્દશી) દિવસે ઉપવાસ કર્યા હતા અને તેમના દરેક પારણે બસો ત્રણસો શ્રાવકેનું વાત્સલ્ય કરતે. એણે ૧૨૦ મણની પિત્તલની પ્રતિમા કરાવી આ આબુ ઉપરના ભીમસાહન મંદિરમાં ઘણા આબરની સાથે પ્રતિષ્ઠિત કરી. એ પ્રતિષ્ઠા કરવા માટે એણે અમદાવાદથી મેટે સંઘ કાઢો હતો જેમાં હજારે માણસ અને સેંકડે ઘડાઓ અને ૭૦૦ ગાડાઓ હતા. જ્યારે તે આબુ ઉપર આવ્યો ત્યારે “ ભાનુ ” અને “ લક્ષ * આદિ રાજાઓએ તેને સત્કાર કર્યો હતે. આબુ ઉપર એણે એક લાખ સોના મહોરે ખચી સાધમી વાત્સલ્ય, સંઘભક્તિ અને પ્રતિ ઠાદિ મહત્કાર્યો કર્યા હતાં. તથા એની પહેલાં એણે સેઝત્રિકા (હાલનું સોજીત્રા જે ચડેતરમાં પ્રસિદ્ધ કસબ છે) નામના ગામમાં ૩૦૦૦૦ દ્રમ્પ ટક (તે વખતે ચાલતા સિક્કાઓ ) ખચી નવીન જૈન મંદિર બનાવ્યું હતું. * . (૨૫૭–૨૬૨) આ નંબરે વાળા લેખ “ખરતરવસતિ” નામના ચતુર્મુખ પ્રાસાદમાં આવેલા છે જેને હાલમાં કેટલાક લોકો “સલાટનું મંદિર કહે છે. • + આ સુલતાન કર્યો હતો તેનું નામ આપ્યું નથી. પરંતુ અનુમાનથી જણાય છે કે તે મહમૂદ બેગડો હશે. કારણ કે એ સમયમાં જ ગુજરાતને સુલતાન હતે. * “ ભાનુ” રાજા તે ઈડરનો રાવ ભાણજી છે જેની હકીકત ફાર્બસ સાહેબની “રાસમાલા ' ભાગ ૧, ના પત્ર ૬૨ ઉપર આપેલી છે. અને લક્ષ” રાજા તે સીરોહીને મહારાવ લાખા છે જે સં. ૧૫૦૮ માં રાજ્યગાદીએ આવ્યો હતો અને સં. ૧૫૪૦ માં મરણ પામ્યા હતા. * આ વૃત્તાન્ત માટે જુઓ “ગુરુકુળત્નાશાવ્ય ' ( કાશીની જૈનયશવિજય ગ્રન્થમાલામાં પ્રકાશિત) રૂ. ૩૪ અને ૩૬, ૫૬૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005113
Book TitlePrachin Jain Lekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJinagna Prakashan Ahmedabad
Publication Year2010
Total Pages780
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy