SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન જેનલેખસંગ્રહ, ( ૧૨ ) [ શત્રુંજય પર્વત કુટુંબ સમેત, એજ આચાર્ય દયના સદુપદેશથી, શાંતિનાથની દેવકુલિકા કરાવી. (૧૦) આ લેખ, મોટા મંદિરની ઉત્તર તરફની દિવાલની સામે અને અને ઉપરના લેખવાળી દેહરીની પશ્ચિમ તરફની દેહરીના ઓટલાના ડાબા ખૂણામાં, ૯ પંકિતમાં કરેલ છે. મિતિ નં. ૬-૭ પ્રમાણે. ગધાર નિવાસી શ્રીમાળી જ્ઞાતીય + પરી દેવા (સ્ત્રી બાઈ કમલાઈ) ના પુત્ર પરીમૃથી (મથા?); તથા ગુજરજ્ઞાતીય દેસી શ્રીકર્ણ (સ્ત્રી બાઈ અમરી) ના પુત્ર દેસી હંસરાજ; આ બંને મળી શત્રુ જ્ય ઉપર, આચાર્ય શ્રીવિજયદાનસૂરિ અને હીરવિજયસૂરિના સદુપદેશથી, આદિનાથની દેવકુલિકા બનાવી. નંબર ૪ થી ૧૦ સુધીના લેખે એકજ સાલના છે. ન. ૭ ને લેખ અમદાબાદનિવાસીને અને બાકીના ગધારનિવાસીના છે. એ વર્ષે તપાગ ચ્છના પ્રતાપી આચાર્ય શ્રીવિજયદાનસૂરિ પિતાના પ્રભાવક શિષ્ય શ્રીહીરવિજયસૂરિ સાથે શત્રુંજય ઉપર યાત્રાર્થે આવ્યા હતા. ઘણું કરીને વિજય દાનસુરિશ્મી શત્રુંજયની આ છેલ્લી યાત્રા હતી. કારણ કે તેઓ શત્રુજ્યથી વિહાર કરી ઉત્તર ગુજરાતમાં ગયા હતા અને સંવત્ ૧૬૨૨ માં પાટણની પાસે આવેલા વટપલ્લી (વડાલી) ગામમાં સ્વર્ગસ્થ થયા હતા. નં. ૫ મા વાળા ગધારનિવાસી સા. રામજીના એ મંદિરને ઉલેખ, વિજયદાનસૂરિના પ્રચંડ શિષ્ય શ્રી ધર્મસાગરજીએ પિતાની પુત્રી (અગર તપગચ્છપટ્ટાવલી) માં પણ કરે છે. तथा यदुपदेशपरायणैर्गान्धारीय सा० रामजी, अहम्मदावादसत्क सं० कुंअरजी प्रभृतिभिः श्रीशत्रुञ्जये चतुर्मुखाष्टापदादिप्रासादा देवकुસ્ક્રિશ્ચ વારિતા: ” એજ પંકિતઓને અનુવાદ, સંઘવી ઝાષભદાસ કવિએ “હીરસૂરિરાસ ” માં પણ કરે છે. + “પરી” એ સંસ્કૃત “પરીક્ષક ' નું ટુંકું રૂપ છે. વર્તમાનમાં જે “ પારેખ ” ચા “પારીખ” કહેવાય છે તે એજ શબ્દના વિકૃત-સ્વરૂપો છે. ૪૩૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005113
Book TitlePrachin Jain Lekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJinagna Prakashan Ahmedabad
Publication Year2010
Total Pages780
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy