________________
માયા કષાય નામના આઠમા પાપસ્થાનકની સજ્ઝાય
બીજાને કહે વલી ત્યાગ ઉપર રહેલા બીજાના ભવનો તાગ, ભવનો અંત થયો એમ જ્ઞાનીઓ કહે છે || ૬ ||
-
ગાથાર્થ - કુસુમપુર નામના નગરમાં એક શેઠને ઘેર નીચે સંવેગી (પણ નિંદક) સાધુ નીચે ઉતરેલા છે અને ઉપરના માલે બીજા આચારપાલનમાં કંઈક ઢીલા પણ ઉત્તમગુણજ્ઞ સાધુ રહેલા છે. એક શેઠને ઘેર ઉપર-નીચે આવી પ્રકૃતિવાળા બે મુનિ ઉતરેલા છે. નીચેના મુનિ દંભી હોવાથી ઉપરનાની નિંદા કરે છે. અને બીજા (ઉપરના) મુનિ નીચેના મુનિના ગુણોનો અનુરાગ હૈયામાં ધરે છે. જ્ઞાની પુરુષો પહેલાને સંસાર દુસ્તર કહે છે અને બીજાને સંસારનો તાગ (છેડો-અંત) કહે છે ॥ ૫-૬ ||
૯૭
વિવેચન - કુસુમપુર નામનું એક નગર છે તેમાં એક સુખી શેઠ રહે છે. વિચરતા વિચરતા એક મુનિ પોતાના શિષ્યો સાથે ત્યાં આવે છે ઉતરવા માટે શેઠ તેઓને નીચેના ભાગમાં જગ્યા આપે છે. આ મુનિ સંવેગી છે આચાર પાલન સારું કરે છે. પરંતુ બીજાની નિંદા કરવાની અને છિદ્રો જ જોવાની વૃત્તિવાળા છે તેવામાં વિચરતા વિચરતા બીજા મુનિ પણ ત્યાં આવે છે. શેઠે તેઓને ઉતરવા માટે ઉપરના માળની જગ્યા આપી. તે મુનિ શારીરિક પરિસ્થિતિ આદિના કારણે આચારપાલનમાં કંઈક ઢીલા છે. પરંતુ “સુગુણજ્ઞ” છે બીજાના ગુણોને જ માત્ર જોનારા અને અતિશય ઉત્તમ છે.
Jain Education International
નીચેના સાધુ નિરંતરપણે ઉપરના સાધુની તેના આચાર પાલનની મંદતાનીઃ નિંદા જ કર્યા કરે છે. પોતે આચારપાલનમાં સારા છે. પરંતુ ઉપરના મુનિની નિંદા જ કરે છે. ગુણોને પણ દોષો રૂપે જ ગાય છે. છિદ્રો જ વધારે દેખે છે. જ્યારે ઉપરના મુનિ નીચેના મુનિના આચારપાલનની પ્રશંસા અને અનુમોદના જ કરે છે. તેઓના ગુણોને જ જુએ છે. કદાચ કોઈ છિદ્ર દેખાય તો પણ તે
For Private & Personal Use Only
www.jainelibrary.org