SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ 288 મહાનિસીહ–જા-૭૮ મુહપત્તિનું પડિલેહણ કરતા એવા સાધુને મેં પ્રેરણા આપી કે વાયુ કાયનો સંઘા થાય તેમ ફટકડાટ અવાજ કરતા પડિલેહણા કરો છો. પડિલેહણ કરવાનું કારણ યાદ કરાવ્યું જેનું આવા પ્રકારનું ઉપયોગવાળુ જયણાયુક્ત સંયમ છે. અને તે તમો ઘણું પાલન કરો છો તો સંદેહ વગરની વાત છે કે તેમાં તમે આવો ઉપયોગ રાખો છો? આ આ સમયે તે મને નિવાર્યો કે મૌન રાખો, સાધુઓને આપણે કંઈ કહેવું કલ્પતું નથી. આ હકીકત શું તું ભૂલી ગયો? તેથી હે ભદ્રમુખ? આણે સંયમ સ્થાનકમાંથી એક પણ સ્થાનક સમ્યક પ્રકારે રક્ષણ કરેલ નથી, જેનામાં આવા પ્રકારનો પ્રમાદ હોય તે સાધુ કેવી રીતે કહી શકાય? જેનામાં આવા પ્રકારનું નિર્બસપણું હોય તે સાધુ નથી. હે ભદ્રમુખ? દેખ દેખ શ્વાન સરખો નિર્દય છ કાય જીવોનું મર્દન કરનાર આ છે, તો તેને વિષે મને કેવી રીતે અનુરાગ થાય? અથવા તો શ્વાન પણ સારો છે કે જેને અતિસૂક્ષ્મ પણ નિયમ વ્રતનો ભંગ થતો નથી. આ નિયમનો ભંગ કરનાર હોવાથી કોની સાથે તેની સરખામણી કરી શકાય? માટે હે વત્સ ! સુમતિ ! આવા પ્રકારના કૃત્રિમ આચરણથી સાધુ બની શકતા નથી. આવા પ્રકારના કૃત્રિમ-દેખાવ માત્ર આચાર વડે યુક્ત હોય તેઓને તીર્થંકરના વચનને સ્મરણ કરનારો કયો વંદન પણ કરે! બીજી વાત એ પણ ધ્યાનમાં રાખવાની છે કે તેઓના સંસર્ગથી આપણને પણ ચરણ-કરણમાં શિથિલતા આવી જાય કે જેનાથી વારંવાર ઘોર ભવની પરંપરામાં આપણને રખડવાનું થાય. ત્યારે સુમતિએ કહ્યું કે જો એઓ કુશીલ હોય અગર સુશીલ હોય તો પણ હું તો તેમની પાસે જ પ્રવજ્યા સ્વીકારીશ વળી તમો કહો છો તેજ ધર્મ છે પરન્તુ તે કરવાને આજે કોણ સમર્થ છે? માટે મારો હાથ છોડી દો, મારે તેમની સાથે જવું છે, તેઓ દૂર ચાલ્યા જશે તો ફરી મેળાપ થવો મુશ્કેલ થાય, ત્યારે નાગિલે કહ્યું કે- હે ભદ્રમુખ! તેમની સાથે જવામાં તારું કલ્યાણ નથી, હું તને હિતનું વચન કહું છું. આ સ્થિતિ હોવાથી જે બહુ ગુણકારક હોય તેનું જ સેવન કર. હું કંઈ તને બળાત્કારથી પકડી રાખતો નથી. ન હવે કંઈ સમય અનેક ઉપાયો કરીને નિવારણ કરવા છતાં પણ ન રોકાયો અને મંદ ભાગ્યશાળી તે સુમતિએ હે ગૌતમ! પ્રવ્રજ્યા અંગિકાર કરી ત્યાર પછી કોઈક સમયે વિહાર કરતા કરતા પાંચ મહિના પછી મહાભંયકર બાર વરસનો દુષ્કાળ આવ્યો. ત્યારે તે સાધુઓ તે કાળના દોષથી, યોની આલોચના પ્રતિક્રમણ કર્યા વગર મૃત્યુ પામીને ભૂત, યક્ષ, રાક્ષસ, પિશાચ, વગેરે વાણવ્યંતર દેવોના વાહનપણે ઉત્પન થયાં. ત્યાંથી ચાલીને પ્લેચ્છ જતિમાં માંસાહાર કરનાર કુર આચરણ કરવાવાળા થયા. કુર પરિણામવાળા હોવાથી સાતમી નારકીમાં ઉત્પન્ન થયા. ત્યાંથી નીકળીને ત્રીજી ચોવીસીમાં સમ્યકત્વ પામશે. ત્યાર પછી સમ્યકત્વ પ્રાપ્ત થએલા ભવથી ત્રીજા ભવમાં ચાર જણ સિદ્ધિ પામશે, પરન્તુ જે સર્વથા મોટા પાંચમાં હતા તે એક સિદ્ધ નહિ પામશે. કારણકે તે એકાંત મિથ્યાદ્રષ્ટિ અને અભિવ્યછે. હે ભગવંત! જે સુમતિ છે તે ભવ્ય કે અભવ્ય? હે ગૌતમ તે ભવ્ય છે. હે ભગવંત! તે ભવ્ય છે તો મૃત્યુ પામીને ક્યાં ઉત્પન્ન થશે? હે ગૌતમ! પરમાધાર્મિક અસુરોને વિશે. 78] હે ભગવાન! ભવ્યજીવો પરમાધાર્મિક અસુરોમાં ઉત્પન્ન થાય ખરા? હે ગૌતમ ! જે કોઈ સજ્જડ રાગ દ્વેષ મોહ અને મિથ્યાત્વના ઉદયથી સારી રીતે કહેવા છતાં પણ ઉત્તમ હિતોપદેશની અવગણના કરે છે. બાર પ્રકારના અંગો તથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005102
Book TitleAgam Deep 39 Mahanisiham Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages181
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy