SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૭ 281 શરીરને હંમેશા આહારદિકથી પોષે, પંપાળે અને તેવી શરીરની ચેષ્ટાઓ કરે, પરન્તુ સેંકડો ભવોમાં દુર્લભ એવા જ્ઞાન દર્શનાદિ સહિત એવા શરીરવડે અત્યન્ત ધોરવીર ઉગ્ર કષ્ટકારી ઘોર તપ સંયમના અનુષ્ઠાનો ન આચરે તે ચેણ કુશીલ કહેવાય. તથા જે વિભૂષા કુશીલ છે તે પણ અનેક પ્રકારનો - તે આ પ્રમાણે- તેલથી શરીરને અશ્વેગન કરવું, ચોળાવવું, લેપો કરાવવા અંગ મર્દન કરાવવું, સ્નાનવિલેપન કરવા, મેલ ઘસીને દૂર કરવો. તંબોલ ખાવું, ધૂપ દેવરાવવા, સુગંધી વસ્તુઓથી શરીરવસ્ત્રો વાસિત કરવા, દાંત ઘસવા, લીસા કરવા, ચહેરો સુશોભિત બનાવવો, પૂષ્પો કે તેની માળા પહેરવી, કેશ ઓળવા, પગરખાં પાવડી વાપરવા, અભિમાનથી ગતિ કરવી, - બોલવું, હાસ્ય કરવું, બેસવું, ઉઠવું, પડવું, ખેંચવું, શરીરની વિભૂષા દેખાય તે પ્રકારે ઉપરનું કપડું, નીચે પહેરવાનું કપડું પહેરવું, દાંડો ગ્રહણ કરવો. આ સર્વ શરીર વિભૂષા કુશીલ સાધુ સમજવા. આ કુશીલ સાધુઓ પ્રવચનની ઉડાહણા-ઉપઘાત કરાવનાર, જેનું ભાવિ પરિણામ દુષ્ટ છે તેવા અશુભ લક્ષણવાળો, ન દેખવા લાયક મહા પાપ કર્મ કરનાર વિભૂષાકુશીલ સાધુ હોય છે. આ પ્રમાણે દર્શનકુશીલ પ્રકરણ પૂર્ણ થયુ. [62] હવે મૂલગુણો અને ઉત્તરગુણોમાં ચારિત્રકુશીલ અનેક પ્રકાર જાણવા. તેમાં પાંચ મહાવ્રતો અને રાત્રિભોજન છä એમ મૂલગુણો કહેલા છે. તે છએ વિષે જે પ્રમાદ કરે, તેમાં પ્રાણાતિપાત એટલે, પૃથ્વી પાણી, અગ્નિ, વાયુ વનસ્પતિ રૂપ એકેન્દ્રિય જીવો. બે-ત્રણચાર-પાંચ ઈન્દ્રિયવાળા જીવોનો સંઘટ્ટો કરવો, પરિતાપ ઉપાવવો, કિલામણા કરવી, ઉપદ્રવ કરવો. મૃષાવાદ બે પ્રકારનો - સુક્ષ્મ અને બાદ તેમાં “ઉતપન્ના કર . કોઈક સાધુ દિવસે ઊંઘતા- ઝોલા ખાતો હતો, બીજા સાધુએ તેને કહ્યું કે - દિવસે કેમ ઊંઘે છે? પેલા એ જવાબ આપ્યો કે ના હું ઊંઘતો નથી. ફરી પણ નિંદ્રા આવવા લાગી. ઝોકા ખાવા લાગ્યો ત્યારે સાધુએ કહ્યું કે ઊંઘ નહીં. ત્યારે પ્રત્યુત્તર આવ્યો કે હું ઊંઘતો નથી. તો આ સૂક્ષ્મ મૃષાવાદ. કોઈ સાધુ વરસાદ પડતો હોવા છતાં બહાર નીકળ્યા બીજા સાધુએ કહ્યું કે ચાલુ વરસાદમાં કેમ જાય છે? તેણે કહ્યું કે ના હું વરસાદમાં જતો નથી. એમ કહેતા જવા લાગ્યો. અહિં વાસૂધાતુ શબ્દ કરવામાં હોવાથી શબ્દ થતો હોય ત્યારે હું જતો નથી. આવા છળવાના શબ્દ પ્રયોગ કરે તે સૂક્ષ્મ મૃષાવાદ, કોઈક સાધુએ ભોજન સમયે કહ્યું કે - ભોજન કરો. તેણે જવાબ આવ્યો કે મને પચ્ચકખાણ છે- એમ બોલીને તરતજ ખાવા લાગ્યો, બીજા સાધુએ પૂછ્યું કે હમણા પચ્ચકખાણ કર્યું છે, એમ કહેતો હતો અને વળી ભોજન કરે છે. ત્યારે તેણે કહ્યું કે શું મે પ્રાણાતિપાત આદિ પાંચ મહાવ્રતની વિરતિનું પ્રત્યાખ્યાન કર્યું નથી ? આવી રીતે આ છળવાના પ્રયોગથી સૂક્ષ્મમૃષાવાદ લાગે.) સૂક્ષ્મમૃષાવાદ અને કન્યાલીક આદિ બાદર મૃષાવાદ કહેવાય વગર આપેલું ગ્રહણ કરવું તેના બે ભેદો સુક્ષ્મ અને બાદર તેમાં તણ કાં. રક્ષાકુંડી વગેરે ગ્રહણ કરવા તે સુક્ષ્મ અદત્તાદાન. વગર ઘડેલું અને ઘડેલું સુવર્ણ વગેરે ગ્રહણ કરવા રૂપ બાદર અદત્તાદાન સમજવું. તથા મૈથુન દીવ્ય અને ઐદારિક તે પણ મન વચન-કાયા, કરણ કરાવણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005102
Book TitleAgam Deep 39 Mahanisiham Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages181
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy