SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાય 7 275 સહિત પ્રથમ તેણે મૈત્યોને જુહારવા જોઈએ. ત્યાર પછી યથાશક્તિ સાધર્મિક બધુઓને પ્રણામ કરવા પૂર્વક અતિ કિંમતી કોમળ સ્વચ્છ વસ્ત્રોની પહેરામણી કરીને તેઓનો મહા આદર કરવો, તેમનું સુંદર સન્માન કરવું. આ સમયે શાસ્ત્રના સાર જેમણે સારી રીતે જાણેલા છે. એવા ગુરૂમધ્યરાજે વિસ્તારથી આક્ષેપણી નિક્ષેપણી. ધર્મકથા કહી સંસારનો નિર્વેદ ઉત્પાદ શ્રદ્ધા-સંવેગ વર્ધક ધમપદેશ આપવો. પિ૯૬-૫૭ત્યાર પછી પરમ શ્રદ્ધા સંવેગ તત્પર બનેલો જાણીને જીવન પર્યન્તના કેટલાક અભિગ્રહ આપવા. જેવા કે હે દેવાનપ્રિય ! તે ખરેખર આવો સુંદર મનુષ્યભવ મેળવ્યો તેને સફળ કર્યો. તારે આજથી માંડીને જાવજજીવ હંમેશા ત્રણે કાળ ઉતાવળ વગર શાંત અને એકાગ્ર ચિત્તથી ચૈત્યોના દર્શન-વંદન કરવા, અશુચિઅશાશ્વત ક્ષણભંગુર એવા મનુષ્યપણાનો આજમાત્ર સાર છે. દરરોજ સવારે ચૈત્ય અને સાધુને વંદન ન કરું દર્શન ન કરું ત્યાં સુધી મુખમાં પાણી ન નાખવું. બપોરના સમયે ચિત્યાલયમાં દર્શન ન કરું ત્યાં સુધી મધ્યાલું ભોજન ન કરવું. સાંજે પણ ચૈત્યના દર્શન કર્યા સિવાય સંધ્યાકાલનું ઉલ્લંઘન ન કરવું.આવા પ્રકારના અભિગ્રહના નિયમો જીંદગી સુધીના કરાવવા. ત્યાર પછી હે ગૌતમ ! આગળ કહીશું તે (વર્ધમાન વિદ્યાથી મંત્રીને ગુરુએ તેના મસ્તક ઉપર સાત ગંધચૂર્ણની મુષ્ઠિઓ નાખવી અને એવા આશીર્વાદના વચનો કહેવા કે - આ સંસાર સમુદ્રનો વિસ્તાર કરીને પાર પામનારો થા. - વર્ધમાન વિદ્યા- 34 ની અવળો અને સિંહ ને બવ મહાવિષ્ણા વર મહાવીર जयवीरे सेणवीरे यद्धमाण वीरे जये विजये जयंते अपराजिए स्वाहा ઉપવાસ કરીને વિધિપૂર્વક સાધના કરવી જોઈએ. આ વિદ્યાથી દરેક ધમરાધનામાં તું પાર પામનારો થા. વડી દીક્ષામાં, ગણીપદની અનુજ્ઞામાં સાત વખત આ વિદ્યાનો જાપ કરવો અને નિત્યારગ પારગો હોહ. એમ કહેવું. અંતિમ સાધના અનસન અંગીકાર કરે ત્યારે મંત્રીને વાસક્ષેપ કરવામાં આવે તો આત્મા આરાધક બને છે. આ વિદ્યાના પ્રભાવથી વિબના સમૂહો ઉપશાન્ત થાય છે. શુરવીર પુરુષ સંગ્રામમાં પ્રવેશ કરેતો કોઈથી પરાભવ પામતો નથી. કલ્પની સમાપ્તિમાં મંગલ અને ક્ષેમ કરનાર થાય છે. પિ૯૮] તેમજ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા સમગ્ર નજીકના સાધર્મિક ભાઈઓ, ચારે પ્રકારનાં શ્રમણ સંઘના વિપ્નો ઉપશાંત થાય છે અને ધર્મકાર્યમાં સફળતા મેળવે છે. વળી તે મહાનુભાવને- એમ કહેવું કે ખરેખર તું ધન્ય છો, પૂયવંત છો, એમ બોલતા બોલતા વાસક્ષેપ મંત્રીને ગ્રહણ કરવો. ત્યાર પછી ગદગુરુ જિનેન્દ્રની આગળના સ્થાનમાં ગંધયુક્ત, ન કરમાયેલી શ્વેત માળા ગ્રહણ કરીને ગુરુ મહારાજ પોતાના હસ્તથી બંને ખભા ઉપર આરોપણ કરતા કરતા નિઃસંદેહપણે આ પ્રમાણે તેને કહે કે- અરે મહાનુભાવ! જન્માન્તરમાં ઉપાર્જન કરેલા મહાપૂરય સમૂહવાળા! તે તારો મેળવેલો, સુંદર રીતે ઉપાર્જન કરેલો મનુષ્ય જન્મ સફળ કયોં હે દેવાનુપ્રિય! તારા નરકગતિ અને તિર્યંચગતિના દ્વારા બંધ થઈ ગયા. હવે તને અપયશ અપકિત નીચ ગૌત્ર કર્મનો બંધ નહિ થાય. ભવાનરમાં જઈશ ત્યાં તને પંચ નમસ્કાર અતિદુર્લભ નહિ થાય. ભાવિ જન્માનતરોમાં પંચ નમસ્કારના પ્રભાવથી જ્યાં જ્યાં ઉત્પન્ન થઈશ ત્યાં ત્યાં ઉત્તમ જાતિ, ઉત્તમકુલ ઉત્તમપુરુષ, આરોગ્ય, સંપતિ પ્રાપ્ત થશે. આ વસ્તુઓ તને નક્કી મળવાની જ. થાવત્ . દર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005102
Book TitleAgam Deep 39 Mahanisiham Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages181
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy