SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-9ચૂલિકા-૧ 369 પરિતાપ ઉપજાવીને તે જીવ ક્યાં શુદ્ધિ મેળવેશે? બારીકાઈથી જે છ કાયના જીવોનું રક્ષણ નહિ કરે તે ક્યાં જઈને શુદ્ધિ પામી શકશે? હે ગૌતમ! હવે વધારે કહેવાથી શું? અહિં આલોયણા આપીને જે કોઈ ભિક્ષુ ત્રસ અને સ્થાવર જીવોનું રક્ષણ નહિ કરશે તો તે ક્યાં જઈને તેની શુદ્ધિ કરશે? [143-1470 આલોચના નિન્દના ગહૃણા કરીને પ્રાયશ્ચિત કરવા પૂર્વક નિઃશલ્ય થએલ ઉત્તમ સ્થાનમાં રહેલો પૃથ્વીકાયના આરંભનો પરિહાર કરે, અગ્નિનો ' સ્પર્શ ન કરે, આલોચનાદિક પ્રાયશ્ચિત્ કરીને નિશલ્ય બની સંવેગવાળો થઈ ઉત્તમ સ્થાનમાં રહેલો ભિક્ષુ શરણ વગરના જીવોને વેદના ન પમાડે, આલોચનાદિક કરીને સંવેગ પામેલા ભિક્ષુ છેદેલા તણખલાને કે વનસ્પતિને વારંવાર કે લગાર પણ સ્પર્શ ન કરે. લાગેલા દોષોની આલોચના નિંદના ગણા પ્રાયશ્ચિત કરીને શલ્ય વગરનો થઈને સંવેગ પામેલો ભિક્ષુ ઉત્તમ સંયમ સ્થાનમાં રહેલો હોય તે જીવનના છેડા સુધી બે-ત્રણ ચાર કે પાંચ ઈન્દ્રીયવાળા જીવોને સંઘટ્ટન પરિતાપની કિલામણ ઉપદ્રવ આદિ અશાતા ન ઉપજાવે. આલોચનાદિ કરવા પૂર્વક સંવેગ પામેલો ભિક્ષ ગૃહસ્થોએ લોચ માટે ઉંચે ફેંકીને આપેલી રાખ પણ ગ્રહણ કરતા નથી. 1471-1474] સંવેગ પામેલો શલ્ય વગરનો જે આત્મા સ્ત્રી સાથે વાર્તાલાપ કરે છે ગૌતમ ! તે ક્યાં શુદ્ધિ પામશે? આલોચનાદિક કરીને સંવેગ પામેલો ભિક્ષુ ચૌદ ઉપરાંત ઉપકરણનો પરિગ્રહ ન કરે. તે સંયમના સાધનભુત ઉપકરણ ઉપર વૃઢપણે. નિમમત્વ, અમૃચ્છ, અમૃદ્ધિ રાખવી. હે ગૌતમ ! જો તે પાર્થ ઉપર મમત્વ કરશે તેની શુદ્ધિ વ. વધારે કેટલું કહેવું? આ વિષયમાં આલોચના કરીને જે રાત્રિએ પાણીનું પાન કરવામાં આવે તો તે ક્યાં જઈને શુદ્ધ થશે? [૧૪૭પ-૧૪૮૨) આલોચના, નિન્દના, ગ્રહણ કરીને પ્રાયશ્ચિત કરીને નિઃશલ્ય થએલો ભિક્ષુ જો શરૂની છ પ્રતિજ્ઞાઓનું રક્ષણ ન કરે તો પછી તેનામાં ભયંકર પરિણામવાળા જે અપ્રશસ્ત ભાવ સહિત અતિક્રમ કર્યો હોય, મૃષાવાદ વિરમણ નામના બીજા મહાવ્રતમાં તીવ્ર રાગ કે દ્વેષથી નિષ્ફર, કઠોર આકરા, કર્કશ વચનો બોલીને મહાવ્રતનું ઉલ્લંઘન કર્યું હોય, ત્રીજા અદત્તાદાન વિરમણ મહાવ્રતમાં રહેવાની. જગ્યા માગ્યા વગર માલિકની સંમતિ મેળવ્યા વગર વાપરી હોય અગર અણગમતું સ્થાન મળ્યું હોય, તેમાં રાગ-દ્વેષ રૂપ અપ્રશસ્ત ભાવ થાય તે ત્રીજી મહાવ્રતનું અતિક્રમણ, ચૌથા મૈથુન વિરમણ નામના મહાવ્રતમાં શબ્દ રસ, ગંધ, સ્પર્શ અને પ્રવિચારના વિષયમાં જે અતિક્રમણ થએલું હોય, પાંચમાં પરિગ્રહ વિરમણ નામના મહાવ્રતના વિષયમાં મેળવવાની અભિલાષા, પ્રાર્થના, મુચ્છ શુદ્ધિ, કાંક્ષા, ગુમાવેલી વસ્તુનો શોક તે રૂપ જે લોભ તે રૌદ્ધ ધ્યાનના કારણરૂપ છે. આ સર્વે પાંચમાં વ્રતમાં દોષો ગણેલા છે. રાત્રે ભૂખ લાગશે એમ ધારી દિવસે અધિક આહાર લીધો સૂર્યોદય કે સૂયક્તિની શંકા હોવા છતાં આહારગ્રહણ કર્યો હોય તે રાત્રિભોજન વિરમણ વ્રતમાં. અતિક્રમ દોષ કહેલો છે. આલોચના નિન્દના ગહણા પ્રાયશ્ચિત કરીને શલ્ય રહિત બનેલો હોય પરંતુ જયણાને ન જાણતો હોય તો સુસઠની જેમ ભવ સંસારમાં ભ્રમણ કરનારો થાય છે. [1483 હે ભગવંત! તે સુસઢ કોણ હતો ? તે જયણા કેવા પ્રકારની હતી કે [24 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005102
Book TitleAgam Deep 39 Mahanisiham Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages181
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy