SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૬ 327 શ્રાવકપણું પાળતો અને દરરોજ દશ કે તેથી અધિકને પ્રતિબોધ કરીને સંવિજ્ઞ ગુરુ મહારાજ પાસે દીક્ષા લેવા માટે મોકલતો હતો. [877-881] હવે તે પોતે દુર્મુખ સોનીથી પ્રતિબોધ પામ્યો તે કેવી રીતે ? તેણે નંદિણને કહ્યું કે- લોકોને ધમોપદેશ સંભળાવો છો અને આત્મકાર્યમાં તમે જાતે મુંઝવ છો. ખરેખર આ ધર્મ શું વેચવાનું કરીયાણું છે? કારણકે તમે પોતે તો તેને વતવ કરતા નથી. આવા પ્રકારનું દુર્મુખનું સુભાષિત વચન સાંભળીને થરથર કાંપતો પોતાના આત્માને લાંબા કાળ સુધી નિંદવા લાગ્યો. અરેરે ભ્રષ્ટ શીલવાળા મેં આ શું કર્યું ? અજ્ઞાનપણાની નીંદ્રામાં કર્મના કાદવપૂર્ણ ખાબોચીયામાં અશુચિ વિષ્ઠામાં જેમ કૃમિઓ ખરડાય તેમ ખરડાયો. અઘન્ય એવા મને ધિક્કાર થાઓ. મારી અનુચિત્ત ચેષ્ટાઓ જુઓ. જાત્ય કંચન સરખા મારા ઉત્તમ આત્માને અશુચિ સમાન મેં બનાવ્યો. [882-884 જેટલામાં ક્ષણભંગુર એવા આ મારા દેહનો વિનાશ ન થાય તેટલામાં તીર્થકર ભગવંતના ચરણ કમળમાં જઈને હું મારા અપરાધનું પ્રાયશ્ચિત કરું. હે ગૌતમ! આમ પશ્ચાતાપ કરતો તે અહિં આવશે અને ઘોર પ્રાયશ્ચિનું સેવન પામશે. ઘોર અને વર તપનું સેવન કરીને અશુભ કર્મ ખપાવીને શુકલધ્યાનની શ્રેણી ઉપર આરોહણ કરીને કેવલજ્ઞાન પામી મોક્ષે જશે. [885 માટે હે ગૌતમ ! આ દૃષ્ટાન્તથી સંયમ ટકાવવા માટે શાસ્ત્રાનુસારી ઘણા ઉપાયો વિચાય. નંદિષેણે ગુરુને વેષ જેવી રીતે અર્પણ કર્યો વગેરે ઉપાયો વિચારવાં. 8i86-889 સિદ્ધાન્તમાં જે પ્રમાણે ઉત્સગ કહેલા છે તે બરાબર સમજો. હે ગૌતમ ! તપ કરવા છતાં પણ તેને ભોગાવલી કર્મનો મહા ઉદય હતો. તો પણ તેને વિષયની ઉદીરણા ઉત્પન્ન થઈ ત્યારે તેણે આઠ ગણું ઘોર મહાતપ કર્યું તો પણ તેના. વિષયોનો ઉદય અટકતો નથી. ત્યારે પણ વિષ ભક્ષણ કર્યું. પર્વત પરથી ભૃગુપત કર્યો, અનશન કરવાની અભિલાષા કરી, તેમ કરતાં ચારણ મુનિએ એ વખત. રોક્યો. ત્યાર પછી ગુરુને રજોહરણ અર્પણ કરીને તે અજાણ્યા દેશમાં ગયો. હે ગૌતમ ! શ્રુતમાં કહેલા આ ઉપાયો જાણવી જોઈએ. [890-894] જેમકે જ્યાં સુધી ગુરને રજોહરણ અને પ્રવજ્યા પાછા અર્પણ ન કરાય ત્યાં સુધી ચારિત્ર વિરુદ્ધ કોઈ અપકાય ન આચરવું જોઈએ. જિનેશ્વરોએ ઉપદેશેલ આ વેષ-રજોહરણ ગુરુને છોડીને બીજા સ્થાને ન છોડવું જઈએ. અંજલિપૂર્વક ગુરુને રજોહરણ અર્પણ કરવું જોઈએ. જો ગુરુ મહારાજ સમર્થ હોય અને તેને સમજાવી શકેતો સમજાવીને માર્ગે લાવે. જો બીજા કોઈ તેને સમજાવી શકે તેમ હોય તો તેને સમજાવવા માટે કહેવું. ગુરુએ પણ કદાચિતુ બીજાની વાણીથી ઉપશાન્ત થતો હોયતો વાંધો ન લેવો. જે ભવ્ય છે, જેણે પરમાર્થ જાણેલો છે. જગતની સ્થિતિનો જાણકાર છે, તે ગૌતમ! જે આ પદનો તિરસ્કાર કરે છે તે જેમ “આસડે’ માયા, પ્રપંચ અને દંભથી ચાર ગતિમાં ભ્રમણ કર્યું તેમ તે પણ ચારે ગતિમાં ભ્રમણ કરશે. [895-900] હે ભગવંત! માયા પ્રપંચ કરવાના સ્વભાવવાળો આસડ કોણ હતો? તે અમો જાણતા નથી. તેમજ કયા નિમિત્તે ઘણા દુઃખથી પરેશાન પામેલો અહિં ભટક્યો ? હે ગૌતમ ! કોઈ બીજા છેલ્લા કાંચન સરખી કાંતિવાળા તીર્થંકરના તીર્થમાં ભૂતીક્ષ નામના આચાર્યનો આસડ નામનો શિષ્ય હતો. મહાવ્રતો અંગીકાર કરીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005102
Book TitleAgam Deep 39 Mahanisiham Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages181
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy