SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ 208 હવાસગ દસાઓ- 855 અપશ્ચિમ મારણાત્તિક સંલેખના વડે ક્ષીણ શરીરવાળા યાવતુ ભક્ત-પાનનું પ્રત્યા ખ્યાન કરનાર શ્રમણોપાસકને સત્ય યાવતુ અનિષ્ટ કથન વડે બીજા ને ઉત્તર આપવો, કલ્પતો નથી. હે દેવાનુપ્રિય ! તે રેવતી ગૃહપત્નીને સત્ય છતાં અનિષ્ટ વચનો વડે ઉત્તર આપ્યો છે. માટેનું એ સ્થાનની આલોચના કર અને યથાયોગ્ય પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કર. ત્યાર બાદ ભગવાન ગૌતમ શ્રમણ ભગવંત મહાવીરના એ કથનને 'તહ' ત્તિ કહી વિનયપૂર્વક સ્વીકાર કરે છે, સ્વીકાર કરીને ત્યાંથી નીકળે છે, જ્યાં મહાશતક શ્રમણો પાસક શ્રમણોપાસક છે, ત્યાં પહોંચે છે. ત્યારે તે મહાશતક શ્રમણોપાસક ભગવાન ગૌતમને આવતાં જુએ છે. જોઈને પ્રસન્ન અને સંતુષ્ટ હદયવાળો, તે ભગવંત ગૌતમને વંદન-નમસ્કાર કરે છે. ત્યાર પછી ભગવાન ગૌતમે મહાશતક શ્રમણોપાસકને આ. પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય! શ્રમણ ભગવાન મહાવીર આ પ્રમાણે કહે છે, ભાષે છે અને પ્રરૂપે છે. હે દેવાનુપ્રિય ! સૌથી છેલ્લી મારણાન્તિક સંલેખના વડે જેનું શરીર ક્ષીણ થયું છે, એવા શ્રમણોપાસકને સત્ય છતાં અનિષ્ટ ઉત્તર વડે કહેવું યોગ્ય નથી. હે દેવાનુપ્રિય! તે રેવતી. ગૃહપત્નીને અદ્દભૂત છતાં અપ્રિય ઉત્તર આપ્યો છે.માટે હે દેવાનુપ્રિયતું એ સ્થાનની આલોચના કર,યાવતું પ્રાયશ્ચિત સ્વીકાર તે પછી તે મહાશતક શ્રમણોપપાસકે ભગવંત ગૌતમના એ અર્થને ‘તહત્તિ કહીને વિનયપૂર્વક સ્વીકાર કર્યો. સ્વીકાર કરીને તે સ્થાનની આલોચના કરી, યાવતુ યથા યોગ્ય પ્રાયશ્ચિત અંગીકાર કરી, ત્યાર બાદ ભગવાન ગૌતમ, મહાશતક શ્રમણોપાસકની પાસેથી બહાર નીકળ્યા, અને શ્રમણ ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કરીને સંયમ અને તપ વડે આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યાં. તે પછી શ્રમણ ભગવાન મહાવીર અન્ય કોઈ દિવસે રાજગૃહ નગરમાંથી નીકળે છે, નીકળીને બહારના દેશોમાં વિચરણ કરવા લાગ્યાં. Jપs]મહાશતક શ્રમણોપાસક ઘણા શીલવ્રત વગેરે વડે યાવતું આત્માને ભાવિત કરીને વીસ વરસ સુધી શ્રમણોપાસક પયયને પાળીને અગિયાર ઉપાસક પ્રતિમાઓને સમ્યક પ્રકારે કાયા વડે સ્પર્શીને માસિક સંલેખના વડે પોતાને ક્રશ કરીને સાઠ ભક્ત અનશન વડે પૂર્ણ કરીને આલોચના અને પ્રતિક્રમણ કરીને સમાધિને પ્રાપ્ત થઈ, કોલ કરીને સૌધર્મ દેવલોકમાં અણાવસંતક વિમાનમાં દેવ થયો. તેની ચાર પલ્યોપમની સ્થિતિ કહી છે. તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ગ્રહણ કરી સિદ્ધિ પામશે. અધ્યયન-૮-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ! (અધ્યયન-૯-નંદિનીપતા) પિ૭] હે જંબૂ ! તે કાલે અને તે સમયે શ્રાવસ્તી નામક નગરી હતી. ત્યાં કોષ્ટક નામક ચૈત્ય હતું. જિતશત્રુ રાજા હતો. તે શ્રાવસ્તી નગરીમાં નદિનીપિતા નામક ગૃહપતિ રહેતો હતો. તે આત્ય- ધનવાન હતો. તેને ચાર હિરણ્યકોટિ નિધાનમાં, ચાર હિરણ્યકોટિ વ્યાજે અને ચાર હિરણ્યકોટિ ધન-ધાન્યાદિના વિસ્તારમાં રોકી હતી. દસ હજાર ગાયોના એક વ્રજના હિસાબે ચાર વ્રજો હતાં. તેનાં પત્નીનું નામ અશ્વિની હતું. મહાવીર સ્વામી સમોસય. આનંદ શ્રાવકની પેઠે તેણે તેમ જ ગૃહસ્વધર્મનો સ્વીકાર , કર્યો. પછી મહાવીર સ્વામી બહારના દેશોમાં વિચરવા લાગ્યા.નજિનીપિતા શ્રાવક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005067
Book TitleAgam Deep 07 Uvasagdasao Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages43
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 07, & agam_upasakdasha
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy