SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ 176 ભગવાઈ- ૮-ર૪૩૯૩ કજ્ઞાનલબ્ધિ, યાવતુ કેવલજ્ઞાનલબ્ધિ. હે ભગવનું અજ્ઞાનલબ્ધિ કેટલા પ્રકાર કહી છે? હે ગૌતમ ! ત્રણ પ્રકારની કહી છે, મતિઅજ્ઞાનલબ્ધિ, શ્રતઅજ્ઞાનલબ્ધિ અને વિભંગજ્ઞાનલબ્ધિ, હે ભગવન્! દર્શનલબ્ધિ કેટલા પ્રકારની કહી છે? હે ગૌતમ ! ત્રણ પ્રકારની કહી છે, સમ્યગ્દર્શનલબ્ધિ, મિથ્યાદનિલબ્ધિ અને સમ્યગ્દમિથ્યાદર્શન લબ્ધિ. હે ભગવન્! ચારિત્રલબ્ધિ કેટલા પ્રકારની કહી છે? હે ગૌતમ ! પાંચ પ્રકારની કહી છે, સામાયિકચારિત્રલબ્ધિ, છેદપસ્થાનીયચરિત્ર લબ્ધિ, પરિહારવિશુદ્ધિચારિત્રલબ્ધિ, સૂક્ષ્મસંપરાયચારિત્રલબ્ધિ અને યથાખ્યાત ચારિત્રલબ્ધિ. હે ભગવન્! ચારિત્રાચારિત્રલબ્ધિ કેટલા પ્રકારની કહી છે? હે ગૌતમ ! એક પ્રકારની કહી છે, એ પ્રમાણે યાવતુ ઉપભોગલબ્ધિ પણ એક પ્રકારની કહી છે. હે ભગવન્ ! વીર્યલબ્ધિ કેટલા પ્રકારની કહી છે? હે ગૌતમ! વીર્યલબ્ધિ ત્રણ પ્રકારની કહી છે, તે આ પ્રમાણે-બાલવીર્યલબ્ધિ પંડિતવીર્યલબ્ધિ અને બાલપંડિત વીલિબ્ધિ. હે ભગવન્! ઈદ્રિયલબ્ધિ કેટલા પ્રકારની કહી છે? હે ગૌતમ! ઇંદ્રિયલબ્ધિ પાંચ પ્રકારની કહી છે, શ્રોત્રેન્દ્રિયલબ્ધિ વાવ, સ્પર્શેન્દ્રિયલબ્ધિ. હે ભગવનું ! જ્ઞાનલબ્ધિવાળા જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે? હે ગૌતમ! તેઓ જ્ઞાની છે પણ અજ્ઞાની નથી. તેઓને પાંચ જ્ઞાન ભજનાએ હોય છે. હે ભગવન્! જ્ઞાનલધુધિરહિત જીવો શું અજ્ઞાની. છે કે અજ્ઞાની છે? હે ગૌતમ! તેઓ જ્ઞાની નથી પણ જ્ઞાની છે. કેટલાએક બેઅજ્ઞાનવાળા છે, અને તેઓને ત્રણ અજ્ઞાન ભજનાએ હોય છે. હે ભગવન્! આભિનિબોધિકજ્ઞાનલબ્ધિવાળા જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે? હે ગૌતમ ! તેઓ જ્ઞાની હોય છે, પણ અજ્ઞાની નથી. કેટલાએક બેજ્ઞાન વાળા છે, તેઓને ચાર જ્ઞાન ભજનાએ હોય છે. હું ભગવનું ! આભિનિબોધિકજ્ઞાનલબ્ધિરહિત જીવો જ્ઞાની છે કે અજ્ઞાની ? હે ગૌતમ ! તેઓ જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. જેઓ જ્ઞાની છે તેઓ અવશ્ય એક કેવલજ્ઞાની છે, જેઓ અજ્ઞાની છે તેમાં કેટલાક બેઅજ્ઞાનવાળા છે અને કેટલાક ત્રણ અજ્ઞાનવાળા છે, એ પ્રમાણે શ્રુતજ્ઞાનલબ્ધિવાળા પણ જાણવા. શ્રુતજ્ઞાનલબ્ધિરહિત જીવો અભિનિબોધિકલધિરહિત જીવોની પેઠે જાણવા. હે ભગવન્! અવધિજ્ઞાન લબ્ધિવાળા જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે? હે ગૌતમ! તેઓ જ્ઞાની છે, પણ અજ્ઞાની નથી. તેઓમાં કેટલાક ત્રણ જ્ઞાનવાળા છે અને કેટલાક ચારજ્ઞાનવાળા છે, જેઓ ત્રણ જ્ઞાનવાળા છે તેઓ આભિનિબોધિક, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનવાળા છે. જેઓ ચારજ્ઞાનવાળા છે તેઓ આભિનિબોધિકજ્ઞાન, કૃતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવ જ્ઞાનવાળા છે. હે ભગવન્!અવધિજ્ઞાનલબ્ધિરહિત જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે?હ ગૌતમ! તેઓ જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે, એ પ્રમાણે તેઓને અવધિજ્ઞાન સિવાય ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાએ હોય છે. હે ભગવન્! મન:પર્યવ જ્ઞાનલબ્ધિવાળા જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે? હે ગૌતમ ! તેઓ જ્ઞાની છે, પણ અજ્ઞાની નથી, તેમાં કેટલાક ત્રણ જ્ઞાનવાળા છે અને કેટલાક ચાર જ્ઞાનવાળા છે. જે ત્રણ જ્ઞાનવાળા છે તો એ આભિનોબોધિકજ્ઞાની, શ્રુતજ્ઞાની અને મન:પર્યવજ્ઞાની છે, અને જેઓ ચાર જ્ઞાનવાળા છે તેઓ આભિનિબોધિજ્ઞાની, શ્રુતજ્ઞાની અવધિજ્ઞાની મનપર્યવજ્ઞાની છે. મનઃ પર્યવજ્ઞાનલબ્ધિરહિત જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે? હે ગૌતમ ! તેઓ જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે, તેંઓને મનપવિજ્ઞાન સિવાય ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy