SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૫, ઉદેસી-૪ 103 તિર્યંચમાંથી કોઈ એક તિર્યંચ સંબંધી આયુષ્યબાંધે-એકેદ્રિય તિર્યંચનું આયુષ્ય ઈત્યાદિએ સંબંધી બધો વિસ્તાર-ભેદનવિશેષ-અહીં કહેવો. જો તે, મનુષ્યનું આયુષ્ય બાંધે તો તે બે પ્રકારના મનુષ્યોમાંથી કોઈ પ્રકારના મનુષ્યનું આયુષ્ય બાંધે અને જો તે, દેવનું આયુષ્ય બાંધે તો ચાર પ્રકારના દેવોમાંથી કોઈ એક પ્રકારના દેવોનું આયુષ્ય બાંધે. હે ભગવન્! તે એ પ્રમાણે છે. હે ભગવન્! એ પ્રમાણે છે એમ કહી. યાવવિહરે છે. | શતક-ઉદેસા ૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (ઉદેરાક૪:-) [22] હે ભગવન્! છઘસ્થ મનુષ્ય, વગાડવામાં આવતા શબ્દોને સાંભળે છે, તે આ પ્રમાણે તે મનુષ્ય, શંખના શબ્દોને, રણશિંગાના શબ્દોને, શંખલીના શબ્દોને, કોહલીના શબ્દોને, મોટી કોહલીના શબ્દોને ડુક્કરના ચામડાથી મઢેલ મોઢાવાળા-એક જાતના-વાજાના શબ્દોને, ઢોલના શબ્દોને, ઢોલકીના શબ્દોને, ઢક્કા-ડાક-ડાકલા-ના શબ્દોને, હોરંભના શબ્દોને, મોટી ઢક્કાના શબ્દોને, ઝાલરના શબ્દોને, દુદુબિના શબ્દને, તત-તાંતવાળા-વાજાના) શબ્દને. વિતત-ઢોલ-વાજાના શબ્દોને, નક્કર વાજાના શબ્દોને અને પહેલાં વાજાના શબ્દોને સાંભળે છે ? હે ગૌતમ ! હા, છદ્મસ્થ મનુષ્ય, વગાડવામાં આવતા શબ્દોને સાંભળે છે. અને તે પણ પૂર્વે કહ્યા એટલાં બધાં વાજઓના-શંખથી યાવતુ-પોલાં વાજાંઓના શબ્દને પણ સાંભળે છે. હે ભગવન્! શું તે શબ્દો કાન સાથે અથડાયા પછી સંભળાય છે કે અથડાયા વિના સંભળાય છે? ગૌતમ! તે શબ્દો કાન સાથે અથડાયા પછી સંભળાય છે, પણ અથડાયા વિના નથી સંભળાતા. અને તે ભાવતુ-અથડાયા પછી એ દિશામાંથી સંભળાય છે. હે ભગવનું ! શું છવસ્થ મનષ્ય, નજીક રહેલા શબ્દોને સાંભળે છે કે ઈદ્રિયોના વિષયથી દૂર રહેલ-શબ્દોને સાંભળે છે? હે ગૌતમ! છદ્મસ્થ મનુષ્ય, નીકટ રહેલા શબ્દોને સાંભળે છે, પણ દૂર રહેલા શબ્દોને સાંભળતો નથી. હે ભગવન! જેમ છવસ્થ મનુષ્ય ઓરે રહેલા શબ્દોને સાંભળે છે અને પરે રહેલા શબ્દોને સાંભળતો નથી તેમ શું કેવળી મનુષ્ય ઓરે રહેલા શબ્દોને સાંભળે છે અને પરે રહેલા શબ્દોને નથી સાંભળતો ? હે ગૌતમ ! કેવળી તો ઓરે રહેલા અને પરે રહેલા આદિ અને અંત વિનાના શબ્દોને-સર્વ પ્રકારના શબ્દને જાણે છે અને જૂએ છે. હે ભગવન્! “ઓરે રહેલા અને પરે રહેલા શબ્દને પણ યાવતુ- કેવળી જાણે છે અને જૂએ છે' તેનું શું કારણ? હે ગૌતમ! કેવળી જીવ પૂર્વ દિશાની મિત વસ્તુને પણ જાણે છે અમિત વસ્તુને પણ જાણે છે, એ પ્રમાણે દક્ષિણ દિશાની, પશ્ચિમ દિશાની, ઉત્તર દિશાની, ઉર્ધ્વદિશાની અને અધોદિશાની પણ મિત વસ્તુને તથા અમિત. વસ્તુને કેવળી જાણે છે અને જૂએ છે. કેવળી બધું જાણે છે અને બધું જૂએ છે. કેવળી બધી તરફ જાણે છે અને જૂએ છે. કેવળી સર્વ કાળે સર્વ પદાર્થો-ભાવો-ને જાણે છે અને જૂએ છે, કેવળીને અનંત જ્ઞાન અને અનંત દર્શન છે અને કેવળીનું જ્ઞાન અને દર્શન કોઈ જાતના પડદા (આવરણ) વાળું નથી માટે તે કારણથી યાવતુ- જૂએ છે એમ કહ્યું છે. [22] હે ભગવન્! છદ્મસ્થ મનુષ્ય હસે અને કાંઈપણ લેવાને ઉતાવળો થાય? હે ગૌતમ ! હાં, તે હસે અને ઉતાવળો પણ થાય ખરો. હે ભગવન્! જેમ છvસ્થ મનુષ્ય હસે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy