________________ સમવય-પ્રકીર્ણક આ પ્રમાણે ભારત અને ઐરાવતક્ષેત્રમાં આગામી કાળમાં બલદેવ- વાસુદેવો થશે. 383 આ શાસ્ત્ર જે નામોથી ઓળખાય છે. તે નામો આ પ્રમાણે છે કુલકરોના વંશનું પ્રતિપાદન હોવાથી આ શાસ્ત્રનું નામ “કુલકરવંશ” છે. તીર્થકરોના વંશનું પ્રતિપાદન હોવાથી આ શાસ્ત્રનું નામ “તીર્થકરવંશ” છે. એજ પ્રમાણે “ગણધર વંશ” “ચક્રવર્તી વંશ” તેમજ “દશાહ વંશ પણ છે. ઋષિઓ-ગણધર સિવાયના તીર્થંકરોના શિષ્યોના વંશનું પ્રતિપાદક હોવાથી, “ઋષિવંશ” છે. ઋષિ, મુનિ યતિ એ સમાન અર્થવાળા શબ્દો હોવાથી “થતિવંશ', “મુનિવંશ' નામ પણ છે. તથા ત્રણે કાળનું બોધક હોવાથી તેનું નામ “શ્રુતસમાસ” પણ છે. શ્રુતસમુદાય રૂપ હોવાથી તેનું નામ “શ્રુતસ્કંધ પણ છે તથા જીવ અજીવ આદિ પદાર્થોનું આ અંગમાં સમાવેશ થતો હોવાથી તેનું નામ સમવાય’ પણ છે. એક, બે આદિ સંખ્યા ક્રમથી પદાર્થોનું આ અંગમાં પ્રતિપાદન કરવામાં આવ્યું હોવાથી સંખ્યા પણ છે. ભગવાને આ સુત્રને સંપૂર્ણરૂપે કહેલ છે. તેમાં એક જ અધ્યયન છે. હું તમને, તે કહું છું. | પ્રકિર્ણકસમવાયનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ સમવાઓ-ગુર્જરછાયાપૂર્ણ ! અંગસૂત્રઃ ૪-ગુર્જરછાયા પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org