SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ [૭] नमो नमो निम्मल दंसणस्स પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ S ૩૦ ચંદાવેઝર્ષ પછણય IIIII (સાતમું પ્રકિર્ણક-ગુર્જર છાયા [૧]લોક પુરૂષ ના મસ્તક [સિદ્ધશિલા]ઉપર સદા વિરાજમાન વિકસિત-પૂર્ણ શ્રેષ્ઠ જ્ઞાન અને દર્શન ગુણના ધારક એવા શ્રી સિદ્ધ ભગવંતો અને લોકમાં જ્ઞાનનો ઉદ્યોત કરનારા શ્રી અરિહંત પરમાત્માને નમસ્કાર થાઓ. [૨] આ પ્રકરણ મોક્ષમાર્ગના દર્શક શાસ્ત્રો-જિનાગમો ના સારભૂત અને મહાન ગંભીર અર્થવાળું છે. તેને ચાર પ્રકારની વિકથાઓથી રહિત એકાગ્ર ચિત્ત વડે સાંભળો અને સાંભળીને તદનુસાર આચરણ કરવામાં લેશ પણ પ્રમાદ ન કરો [૩]વિનય, આચાર્યના ગુણો, શિષ્યના ગુણો, વિનયનિગ્રહના ગુણો, જ્ઞાન ગુણ, ચારિત્ર ગુણ, અને મરણ ગુણ. ને હું કહીશ. [૪]જેમની પાસેથી વિદ્યાશિક્ષા મેળવે છે, તે આચાર્ય-ગુરૂનો જે મનુષ્ય પરાભવ તિરસ્કાર કરે છે, તેની વિદ્યા ગમે તેટલા કષ્ટથી પ્રાપ્ત કરેલી હોય તો પણ નિષ્ફળ થાય છે. [૫]કની પ્રબળતાને લઈને જે જીવ ગુરૂનો પરાભવ કરે છે, તે અક્કડ-અભિમાની અને વિનયહીન જીવ જગતમાં કયાંય યશ કે કીતિ પ્રાપ્ત કરી શકતો નથી. પરંતુ સર્વત્ર પરાભવ પામે છે. [9]ગુરુજનોએ ઉપદેશેલી વિદ્યાને જે મનુષ્ય વિનય પૂર્વક પ્રહણ કરે છે, તે . સર્વત્ર આશ્રય, વિશ્વાસ અને યશ-કીર્તિ પ્રાપ્ત કરે છે. [૭]અવિનીત શિષ્યની શ્રમપૂર્વક શીખેલી પણ વિદ્યા ગુરુજનો ના પરાભવ કરવાની બદ્ધિના દોષથી અવશ્ય નાશ પામે છે, કદાચ સર્વથા નાશ ન પામે તો પણ પોતાના વાસ્તવિક લાભ-ફળને આપનારી બનતી નથી. [૮-૯]વિદ્યા વારંવાર સ્મરણ કરવા યોગ્ય છે, સાચવવા યોગ્ય છે. દુર્વિનીત-અપાત્રને આપવા યોગ્ય નથી. કેમકે દુર્વિનીત વિદ્યા અને વિદ્યાદાતા ગુરૂ-બનેનો પરાભવ કરે છે. વિધાનો પરાભવ કરતો અને વિદ્યાદાતા આચાર્યના ગુણોને પ્રગટ નહીં કરતો-પ્રબળ મિથ્યાત્વને પામેલો દુર્વિનીત જીવ ઋષિઘાતકની ગતિ એટલે નરકાદિ દુર્ગતિનો ભોગ બને છે. [૧૦]વિનયાદિ ગુણોથી યુક્ત પુન્યશાલી પુરૂષવડે ગ્રહણ કરાયેલી વિદ્યા પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy