SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ મહાનિસીહ– ૮-૧૪૯૮ ભયથી આકુલ થવાના કારણે પોતાના કુલ ક્રમગત પુરુષકારની ગણના કર્યા વગર રાજા પલાયન થઈ ગયો. એક દિશા પ્રાપ્ત કરીને પરિવાર સહિત તે રાજા નાસવા લાગ્યો. હે ગૌતમ ! તે સમયે કુમારે ચિંતવ્યું કે મારા કુલક્રમમાં પીઠ બતાવવી એવું કોઈથી બનેલું નથી. બીજી બાજુ અહિંસા લક્ષણ ધર્મને જાણનાર તેમજ પ્રાણાતિપાતના કરેલા પ્રત્યાખ્યાનવાળા મને કોઈના ઉપર પ્રહાર કરવો યોગ્ય નથી. તો હવે અત્યારે મારે શું કરવું? અથવા આગારવાળા ભોજન-પાણીના ત્યાગના પચ્ચકખાણ કરું? એક દ્રષ્ટિમાત્રથી કુશીલનું નામ ગ્રહણ કરવામાં પણ આટલું મોટું નુકશાનકારક કાર્ય ઉભું થયું. તો અત્યારે હવે મારે મારા શીલની પરીક્ષાપણ અહિં કરવી. એમ વિચારીને કુમાર કહેવા લાગ્યો કે - જો હું વાચા માત્રથી પણ કુશીલ હોઉં તો આ રાજધાનીમાંથી ક્ષેમ કુશલ અક્ષત શરીરવાળો નહિં નીકળી શકીશ. જો હું મન-વચન-કાયા એમ ત્રણે પ્રકારથી સર્વ પ્રકારથી શીલયુક્ત હોઉં તો મારા ઉપર આ અતિ તીક્ષ્ણ ભયંકર, જીવનો અંત કરનાર હથિયારના ઘા ન થશો. “નમો અરિહંતાણં નમો અરિહતાંણ” એમ લોભીને જેટલામાં શ્રેષ્ઠ તોરણવાળા દરવાજાના દ્વાર તરફ ચાલચાલ કરવા લાગ્યા. એટલામાં હજુ થોડી ભૂમિભાગમાં પગલા માંડતો હતો તેટલામાં શોર બકોર કરતાં કોઈક કહ્યું કે - ભિક્ષુકના વેષમાં આ રાજા જાય છે. એમ કહીને આનંદમાં આવી જઈને કહેવા લાગ્યો-હણો-હણો, મારો-મારો, ઈત્યાદિક શબ્દો બોલતા તલવાર વગેરે હથિયારો ઉંચકીને પ્રવર બલવાળા યોદ્ધાઓ જેટલામાં દોડી આવ્યા, અત્યંત ભયંકર જીવનો અંત કરનાર, શત્રુ સૈન્યના યોદ્ધાઓ ઘસી આવ્યા. ત્યારો ખેદ વગરના ધીમે ધીમે નિર્ભયપણે ત્રાસ પામ્યા વગર અદીન મનવાળા કુમારે કહ્યું કે અરે દુષ્ટ પુરુષો ! આવા ઘોર તામસ ભાવથી તમે મારી પાસે આવો. અનેક વખત શુભ અધ્યવસાયથી એકઠાં કરેલા પુણ્યની પ્રકર્ષતાવાળો હું એ જ છું. અમુક રાજા તમારે સાચો શત્રુ છે. તમે એમ ન બોલશે કે અમારા ભયથી રાજા અદ્રશ્ય થયો છે. જો તમારામાં શક્તિ પરાક્રમ હોય તો પ્રહાર કરો. એટલામાં આટલું બોલ્યો તેટલામાં તે જ ક્ષણે તે સર્વે તંભી ગયા. હે ગૌતમ ! શીલાંલકત પુરૂષની વાણી દેવતાઓને પણ અલંઘનીય છે. તે નિશ્ચલ દેહવાળો થયો. ત્યાર પછી ઘસ કરતાંક મુચ્છ પામીને ચેણ રહિત થઈને ભૂમિ ઉપર કુમાર ઢળી પડ્યો. હે ગૌતમ ! એ અવસરે કપટી અને માયાવી તે અધમ રાજાએ સર્વભ્રમણ કરતા લોકોને અને સર્વત્ર રહેલા એવા ધીર, સમર્થ, ભીરું, વિચક્ષણ, મુખ શુરવીર, કાયર, ચતુર, ચાણક્ય સરખા બુદ્ધિશાળી બહુ પ્રપંચોથી ભરેલા સંધી કરાવનારા, વિગ્રહ કરાવનારા, ચતુર રાજસેવકો વગેરે પુરુષોને કહ્યું કે અરે ! આ રાજધાનીમાંથી તમે જલ્દી હીરા, નીલરત્ન, સૂર્યકાન્ત, ચન્દ્રકાન્ત મણિ, શ્રેષ્ઠમણિ અને રત્નના ઢગલાઓ, હેમ અર્જુન તપનીય જાંબુનદ સુવર્ણ વગેરે લાખભાર પ્રમાણ ગ્રહણ કરો. વધારે કેટલું કહેવું ? વિશુદ્ધ બહુમતિવંત એવા મોતીઓ. વિદુમ -પરવાળાં વગેરે લાખો ખારિ (એ જાતનું તે સમયે ચાલતું પાલી સરખું માપ વિશેષ) થી ભરપુર ભંડાર ચતુરંગ સેનાને આપી દો, ખાસ કરીને તે સુગૃહિત સવારના પહોરમાં ગ્રહણ કરવા. લાયક નામવાળા એવા તે પુરુષસિંહ વિશુદ્ધ શીલવાળા ઉત્તમકુમારના સમાચાર લાવો જેથી હું શાંતિ પામું. હે ગૌતમ ! ત્યાર પછી રાજાને પ્રણામ કરીને તે રાજસેવક પુરષો ઉતાવળ ઉતાવળા વેગથી ચપળતાથી પવન સરખી ગતિથી ચાલે તેવા ઉત્તમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy