SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૮/ચૂલિકા-૨ ૩૭૭ નિયાણું, માયા શલ્યથી મુકાયેલા, નિઃશલ્યપણે આલોચના નિંદના-ગણાપૂર્વક યથોપદિષ્ટ પ્રાયશ્ચિત સેવતા સર્વ પ્રમાદના આલંબનથી સર્વથી મુક્ત થએલા, અનેક ભવમાં ઉપાર્જન કરેલા એવા નહિ ખપાવેલા કર્મરાશીને જેણે ઘણા ખપાવીને ઘણા અલ્પ પ્રમાણવાળા સ્ત્રીપણાના કારણભૂત કર્યા છે, કર્મો તેવા તેમને બાકી. અન્યભવમાં માયા કરેલી તે નિમિત્તે બાંધેલા આ કર્મનો ઉદય થયો છે. ' હે ભગવંત ! અન્ય ભવમાં તે મહાનુભાવે કેવી રીતે માયા કરી કે જેનો આવા પ્રકારનો ભયંકર કમ્દય થયો? હે ગૌતમ ! તે મહાનુભાવ ગચ્છાધિપતિનો જીવ ઓછા કે અધિક નહિં એવા. બરાબર લાખમાં ભવ પહેલાં સામાન્ય રાજાની સ્ત્રીથી પુત્રીપણે ઉત્પન થઈ. કોઈક સમયે લગ્ન થયા પછી તરત જ તેનો ભતરિ મૃત્યુ પામ્યો. ત્યારે તેના પિતાએ રાજકુંવરીને કહ્યું કે - હે ભદ્ર! હું તને મારા રાજ્યમાંથી પાંચસો ગામો આપું છું. તેની આવકમાંથી તારી ઈચ્છા પ્રમાણે અંધોને, અધુરા અંગવાળા, ન ચાલી શકતા હોય તેવા અપંગોને, ઘણી વ્યાધિ વેદનાઓથી વ્યાપ્ત શરીરવાળાને, સર્વ લોકોથી પરાભવ પામેલાઓને, દાદ્ધિ, દુઃખ, દુર્ભાગ્યથી કલંકિત થએલાઓને, જન્મથી દરિદ્રો હોય તેવાને, શ્રમણોને, શ્રાવકોને, મુંઝાએલાઓને, સબંધી બંધુઓને, જે કોઈને જે ઈષ્ટ હોય તેવા ભોજન, પાણી, વસ્ત્રો, યાવતુ ધન-ધાન્ય, સુવર્ણ-હિરણ્ય કે સમગ્ર સુખ આપનાર, સંપૂર્ણ દયા કરી અભયદાન આપ. જેનાથી હવે ભવાંતરમાં પણ સમગ્ર લોકોને અપ્રિયકારિણી સર્વને પરાભવ કરવાના સ્થાનભુત તું ન થાય. તેમજ ગંધ, પુષ્પમાલા, તંબોલ, વિલેપન, અંગરાગ વગેરે ઈચ્છા મુજબ ભોગ અને ઉપભોગના સાધન વગરની ન થા, અપૂર્ણ મનોરથવાળી, દુઃખી જન્મ આપનારી, પત્ની વંધ્યા રંડા વગેરે દુઃખવાળી ન થા. - ત્યારે હે ગૌતમ ! તેણે તહત્તિ કરીને તે વાતનો સ્વીકાર કર્યો. પરંતુ નેત્રમાંથી હડ હડ કરતાં અશ્રુજળથી જેના કપોલભાગ ધોવાઈ રહેલા છે. ખોખરા સ્વરથી કહેવા લાગી કે વધારે બોલવાનું હું જાણતી નથી. અહિંથી આપ જઈને જલ્દી કાષ્ટની મોટી ચિતા તૈયાર કરાવો જેથી મારા દેહને તેમાં બાળી નાંખું. પાપિણી એવી મને હવે જીવવાનું કંઈ પ્રયોજન નથી. રખેને કદાચ કર્મ પરિણતિને આધીન થઈને મહાપાપી સ્ત્રીના ચંચલ સ્વભાવપણાના કારણે આપના આ અસાધારણ પ્રસિદ્ધ નામવાળા, આખા જગતમાં જેની કીર્તિ અને પવિત્ર યશ ભરેલો છે એવા આપના કુલને કદાચ કલંક લગાડનારી બનું. આ મારા નિમિત્તે આપણું સર્વ કુળ મલીન બની જાય ત્યાર પછી તે રાજાએ ચિંતવ્યું કે-ખરેખર હું અધન્ય છું કે અપુત્રવાળા એવા મને આવી રત્નસરખી પુત્રી મળી. અહો ! આ બાલિકાનો વિવેક ! અહો તેની બુદ્ધિ ! અહો તેની પ્રજ્ઞા ! અહો તેનો વૈરાગ્ય ! અહો તેનું કુલને કલંક લગાડવાનું ભીરુપણું! અહો ખરેખર ક્ષણે ક્ષણે આ બાલિકા વંદનીય છે, જેના આવા મહાન ગુણો છે તો જ્યાં સુધી તે મારા ઘરમાં વાસ કરશે ત્યાં સુધી મારું મહા કલ્યાણ થશે. તેને દેખવાથી, સ્મરણ કરવાથી, તેની સાથે બોલવાથી, આત્મા નિર્મળ થશે, તો પુત્ર વગરના મને આ પુત્રી પુત્ર તુલ્ય છે- એમ વિચારીને રાજાએ કહ્યું કે-હે પુત્રિ ! આપણા કુલના રિવાજ પ્રમાણે કાષ્ટની ચિતામાં રાંડવાનું હોતું નથી. તો તું શીલ અને શ્રાવક ધર્મરૂપ ચારિત્રનું પાલન કર, દાન આપ, તારી ઈચ્છા પ્રમાણે પૌષધ ઉપવાસ વગેરે કર, અને ખાસ કરીને જીવદયાના કાર્યો કર. [25] WWW.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy