SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ મહાનિસીહ – ૭/-/૧૪૮૩ ૭૦ અજ્ઞાનપણાના કારણે આલોચના નિંદના-ગર્હણા-પ્રાયશ્ચિત સેવન કરવા છતાં તેનો સંસારનાશ ન પામ્યો ? હે ગૌતમ ! જયણા તે કહેવાય કે જે અઢાર હજાર શીલના અંગો, સત્તર પ્રકારનું સંયમ, ચૌદ પ્રકારના જીવના ભેદો, તેર ક્રિયાસ્થાનકો, બાહ્ય અત્યંતર ભેદવાળા બાર પ્રકારના તપ અનુષ્ઠાન, બાર પ્રકારની ભિક્ષુપ્રતિમા દશ પ્રકારનો શ્રમણધર્મ, નવ પ્રકારની ભ્રમચર્યની ગુપ્તિ, આઠ પ્રકારની પ્રવચનમાતાઓ, સાત પ્રકારની પાણી અને પિંડની એષણાઓ, છ જીવનિકાયો, પાંચમહાવ્રતો, ત્રણગુપ્તિઓ સમ્યગ્-દર્શન જ્ઞાન ચારિત્રરૂપ રત્નત્રયી વગેરે સંયમ અનુષ્ઠાનોને ભિક્ષુ નિર્જન નિર્જલ અટવી દુષ્કાલ રોગ વગેરે મહા આપતિઓ ઉત્પન થઈ હોય, અન્તર્મુહુર્ત માત્ર આયુષ્ય બાકી હોય. પ્રાણ કંઠે આવી ગયા હોય તો પણ મનથી તે પોતાના સંયમનું ખંડન કરતા નથી. વિરાધતા નથી. ખંડન વિરાધના કરાવતા નથી કે ખંડન વિરાધનાની અનુમોદના કરતા નથી. યાવત્ જાવજ્જપર્યન્ત આરંભ કરતા કરાવતા નથી. આવા પ્રકારની સંપૂર્ણ જયણા જાણનારા પાલન કરનારા જયણાના ભક્ત છે, જયણા ધ્રુવપણે પાળનારા છે, જયણામાં નિપુણ છે, તે જયણાના સારા જાણકાર છે. હે ગૌતમ ! આ સુસઢની અતિશય વિસ્મય પમાડનારી મોટી કથા છે. સાતમા અધ્યનનની મુનિ દીપરત્નસાગરે કરેલ “ગુર્જરછાયા” પૂર્ણ અધ્યનનઃ ૮ - સુસઢ કથા/ચૂલિકા : ૨ [૧૪૮૪] હે ભગવંત ! કયા કારણથી આમ કહ્યું ? તે કાલે તે સમયે અહિં સુસઢ નામનો એક અનગાર હતો. તેણે એક એક પક્ષની અંદર ઘણા અસંયમ સ્થાનકોની આલોચના આપી અને અને અતિ મહાન ઘોર દુષ્કર પ્રાયશ્ચિતોનું સેવન કર્યું. તો પણ તે બિચારાને વિશુદ્ધિ પદ પ્રાપ્ત ન થયું. આ કારણે એમ કહેવાયું. હે ભગવંત ! તે સુસઢની વકતવ્યતા કેવા પ્રકારની છે ? હે ગૌતમ ! આ ભારત વર્ષમાં અવંતિનામનો દેશ છે. ત્યાં સંબુક્ક નામનું એક નાનું ગામ હતું. તે ગામમાં જન્મથી દરિદ્ર મર્યાદા-લાજ વગરનો કૃપા વગરનો, કૃપણ અનુકંપા રહિત, અતિક્રુર, નિર્દય, રૌદ્ર પરિણામવાળો, આકરો શિક્ષા કરનાર, અભિગ્રહિક મિથ્યાષ્ટિ જેનું નામ પણ ઉચ્ચાર કરવામાં પાપ છે, એવો સુજ્ઞ શિવ નામનો બ્રાહ્મણ હતો સુજ્ઞશ્રી નામની તેને પુત્રી હતી. સમગ્ર ત્રણે ભુવનમાં નર અને નારી સમુદાયોના લાવણ્ય કાંતિ તેજ રૂપ સૌભાગ્યાતિશય કરતાં તે પુત્રીના લાવણ્ય રૂપ કાંતિ વગેરે અનુપમ અને ચડિયાતા હતા તે સુજ્ઞશ્રીએ કોઈ આગલા બીજા ભવમાં એમ દુષ્ટ વિચાર્યું હતું કે “જો આ બાળકની માતા મૃત્યુ પામેતો બહુ સારું થાય તો હું શોક વગરની થાઉં. પછી આ બાળક દુઃખે કરીને જીવી શકશે. તેમજ રાજલક્ષ્મી મારા પુત્રને પ્રાપ્ત થશે.’ તે દુષ્ટ ચિંતવનના ફળરૂપે તે કમર્ના દોષથી જન્મતાની સાથે જ તેની માતા મૃત્યુ પામી. ત્યાર પછી હે ગૌતમ ! તે સુજ્ઞશિવ પિતાએ મોટા કલેશથી આજીજી કરીને કરગરીને ઘણી નવા બાળકોને જન્મ આપનારી માતાઓને ઘરેઘરે ફરી આરાધી તે પુત્રીનો બાલ્યકાળ પૂર્ણ થયો. તેટલામાં માતા-પુત્રનો સંબંધ ટાળનાર મહા ભયંકર બાર વર્ષનો લાંબા કાળનો દુષ્કાળ સમય આવી લાગ્યો. જેટલામાં સગા-સંબંધીઓનો ત્યાગ કરીને સમગ્ર જનસમુહ ચાલી જવા લાગ્યો, ત્યારે હવે કોઈક દિવસે ઘણા For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy