SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૮ મહાનિસીહ-૭-/૧૪૪૩ ત્રસ જીવોનો હાથથી સ્પર્શ કરવાનો માવજીવન પર્યન્ત વર્જન કરવા, પૃથ્વીકાયના જીવોને ઠડા, ગરમ, ખાટા,પદાર્થો સાથે ભેળવવા, પૃથ્વી ખોદવી, અગ્નિ, લોહ, ઝાકળ, ખાટા, ચીકાશ, યુક્ત તેલવાળા પદાર્થો પૃથ્વીકાય વગેરે જીવોનો પરસ્પર ક્ષય કરનાર, વધ કરનાર શસ્ત્રો સમજવા. સ્નાન કરવામાં શરીર પર માટી (ક્ષાર-સાબુ) વગેરે તે મર્દન કરી સ્નાન કરવામાં, મુખ ધોઈને શોભા વધારવામાં હાથ અંગુલિ નેત્રાદિ અંગોનો શૌચ કરવામાં પીવામાં અનેક (અનંત) અપૂકાયના જીવોનો ક્ષય થયા છે. [૧૪૪૪-૧૪૪૫] અગ્નિ સંઘુકવામાં સળગાવવામાં, ઉદ્યોગ કરવામાં, પંખો નાખવામાં, ફેંકવામાં સંકોરવામાં અગ્નિકાયના જીવોના સમુદાય ક્ષય પામે છે. બીજા પણ અનેક પ્રકારે છ કાયના જીવ જુદા જુદા પ્રકારના નિમિત્તે વિનાશ પામે છે. જો અગ્નિ સારી રીતે સળગી ઉઠે તો દશે દિશામાં રહેલા પદાર્થોને ભરખી જાય છે. [૧૪] વીંજણા, તાડપત્રના પંખા, ચામર ઢોળવા, હાથના તાલ ઠોકવા, દોડવું, કુદવું, ઉલ્લંઘન કરવું, શ્વાસ લેવા મુકવા, ઈત્યાદિક કારણોથી વાયુકાયના જીવોની વિરાધના-વિનાશ થાય છે. [૧૪૩-૧૪૪૮] અંકુર, ફણગા, કૂંપળ, પ્રવાલ પુષ્પ, ફુલ, કંદલ, પત્રો, વગેરેના ઘણા વનસ્પતિકાયના જીવ હાથના સ્પર્શથી નાશ પામે છે. બે ત્રણ-ચાર-પાંચ ઈન્દ્રિયવાળા ત્રસજીવ અનુપયોગથી અને પ્રમત્તપણે હાલતા ચાલતા જતા આવતા બેસતા ઉઠતા સુતા નક્કી ક્ષય પામે મૃત્યુ પામે છે. [૧૪૪૯] પ્રાણાતિપાતની વિરતિ મોક્ષફળ આપનાર છે. બુદ્ધિશાળી તેવી વિરતિને ગ્રહણ કરીને મરણ સરખી આપત્તિ આવે તો પણ તેનું ખંડન કરતો નથી. [૧૪૫૦-૧૪૫૨] જુઠ વચન ન બોલવાની પ્રતિજ્ઞા ગ્રહણ કરીને પાપવાળું એવું સત્ય વચન પણ ન બોલવું, પારકી વસ્તુ વગર આપેલી ન લેવાની પ્રતિજ્ઞા ગ્રહણ કરીને કોઈ તેવા પદાર્થ આપે તો પણ લોભ ન કરીશ. દુર્ધર બ્રહ્મ ચર્યવ્રતને ધારણ કરીને પરિગ્રહનો ત્યાગ કરીને, રાત્રિ ભોજનની વિરતી સ્વીકારીને વિધિપૂર્વક પાંચ ઈન્દ્રિયોનો નિગ્રહ કરીને બીજા પણ ક્રોધ-માન-માયા-લોભ-રાગ-દ્વેષના વિષયમાં આલોયણા આપીને પછી મમત્વભાવ અહંકાર વગેરે પ્રયત્ન પૂર્વક ત્યાગ કરવા. ૧૪૫૩-૧૪૫૫] હે ગૌતમ ! આ વિજળી લતાની ચંચળતા સરખા જીવતરમાં શુદ્ધ ભાવથી તપ-સંયમ સ્વાધ્યાય-ધ્યાન વગેરે અનુષ્ઠાનોમાં ઉદ્યમ કરવો યુક્ત છે. હે ગૌતમ ! વધારે કેટલું કથન કરવું ? આલોચના આપીને પછી પૃથ્વીકાયની વિરાધના કરવામાં આવે પછી ક્યાં જઈને તેની શુદ્ધિ કરીશ? હે ગૌતમ ! વધુ શું કહેવું કે અહિં આલોચના-પ્રાયશ્ચિત કરીને તે જન્મમાં સચિત્ત અથવા રાત્રે પાણીનું પાન કરે અને અપકાયના જીવોની વિરાધના કરે તો તે ક્યાં જઈને શુદ્ધિ પામશે? [૧૪૫૬-૧૪૫૯] હે ગૌતમ ! કેટલું વધારે કથન કરું કે આલોયણ લઈ પછી તાપણાની જ્વાળાઓ પાસે તાપવા જાય અને તેનો સ્પર્શ કરે અગર થઈ ગયો તો પછી તેની શુદ્ધિ ક્યાં થશે ? એ પ્રમાણે વાયુકાયના વિષયમાં તે જીવોની વિરાધના કરનાર ક્યાં જઈને શુદ્ધ થશે? જે લીલી વનસ્પતિ પુષ્પ ફુલ વગેરેનો સ્પર્શ કરશે તે ક્યાં શુદ્ધ થશે? તેવી રીતે બીજકાયને જેઓ ચાંપશે તે ક્યાં શુદ્ધ થશે? [૧૪૧૦-૧૪૪૨] બે-ત્રણ ચાર ઈન્દ્રિયવાળા વિકસેન્દ્રિય, પંચેન્દ્રિયજીવોને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy