SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૭ીચૂલિકા-૧ ૩પ૯ દંડપુચ્છણક થી કાજો ન લે તો નીવી, ભોજન માંડલીના સ્થાનમાં જગ્યા સાફ કરીને પુચ્છણક આપીને કાજો એકઠો કરીને ઈરિયા પ્રતિક્રમે તો નિવી. એ પ્રમાણે ઈરિયાવહી, કહીને બાકી રહેલા દિવસનું અથાત્ તિવિહાર કે ચોવિહારનું પ્રત્યાખ્યાન ન કરે તો આયંબિલ ગુરુની સમક્ષ તે પચ્ચખાણ ન કરે તો પુરિમુઢા, અવિધિથી પચ્ચખ્ખાણ કરે તો આયંબીલ, પચ્ચખ્ખાણ કર્યા પછી ચૈત્ય અને સાધુઓને ન વાંદે તો પુરિમુઢ, કુશીલને વંદન કરે તો અવંદનીય, ત્યાર પછીના સંયમમાં બહાર ઠડીલ ભૂમિએ જવા માટે પાણી લેવા માટે જાય, વડીનિતી કરીને પાછા ફરે તે સમયે કંઈક ન્યુન ત્રીજી પોરિસી પૂર્ણ થાય. તેમાં પણ ઈરિયાવહી પ્રતિક્રમીને વિધિથી ગમનાગમનની આલોચના કરીને પાત્રા માત્રક વગેરે ભાજન અને ઉપકરણો વ્યવસ્થિત કરે ત્યારે ત્રીજી પોરિસી બરાબર પૂર્ણ થાય. આ પ્રમાણે ત્રીજી પોરિસી વીતી ગયા પછી હે ગૌતમ ! જે ભિક્ષ ઉપધિ અને સ્થડિલો વિધિપૂર્વક ગુરુની સન્મુખ સંદિસાઉં - એમ આજ્ઞા માંગીને પાણી પીવાના પણ પચ્ચખ્ખાણ કરીને કાલાવેલા સુધી સ્વાધ્યાય ન કરે તેને છઠ્ઠ પ્રાયશ્ચિત જણાવવું. આ પ્રમાણે કાલવેલા આવી પહોંચે ત્યારે ગુરુની ઉપધિ અને ચંડિલ, વંદન, પ્રતિક્રમણ, સઝાય, મંડળીઆદિ વસતિની પ્રત્યુપેક્ષણા કરીને સમાધિ પૂર્વક ચિત્તના વિક્ષેપ વગર સંયમિત બનીને પોતાની ઉપધિ અને થંડિલની પ્રત્યુપ્રેક્ષણા કરીને ગોચર ચરિત અને કાલને પ્રતિક્રમીને ગોચર ચરિયા ઘોષણા કરીને ત્યાર પછી દેવસિક અતિચારોની વિશુદ્ધિ નિમિત્ત કાઉસગ્ગ કરવો. આ દરેકમાં અનુક્રમે ઉપસ્થાપન, પુરિમુઠ્ઠ એકાસન અને ઉપસ્થાપના પ્રાયશ્ચિત જાણવા. આ પ્રમાણે કાઉસગ્ન કરીને મુહપતિની પ્રતિલેખના કરીને વિધિપૂર્વક ગુરુ મહારાજને કૃતિકર્મ વંદન કરીને સૂર્યોદથી માંડીને કોઈ પણ સ્થાનમાં જેવાં કે બેસતાં જતા ચાલતા ભમતા ઉતાવળ કરતા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, લીલોતરી, તૃણ, બીજ, પુષ્પ ફુલ, કુંપળ, અંકુર, પ્રવાલ, પત્ર, બે, ત્રણ, ચાર, પાંચ ઈન્દ્રિયોવાળા જીવોનાં સંઘટ્ટ, પરિતાપન, કિલામણા, ઉપદ્રવ વગેરે ક્યાં હોય તથા ત્રણ ગુપ્તિઓ, ચારકષાયો, પાંચમહાવ્રતો, છ જીવનીકાયો, સાત પ્રકારના પાણી અને આહારાદિકની એષણાઓ, આઠ પ્રવચન માતાઓ, નવ બ્રહ્મચર્યની ગુપ્તિઓ, દશ પ્રકારનો શ્રમણધર્મ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, ની જે ખંડના વિરાધના થઈ હોય તેની નિન્દા, ગહ, આલોચના, પ્રાયશ્ચિત, કરીને એકાગ્ર માનસથી સુત્ર, અર્થ અને તદુભયને અતિશય ભાવતો તેના અર્થની વિચારણા કરતો, પ્રતિક્રમણ ન કરે તો ઉપસ્થાપન, એમ કરતાં કરતાં સૂર્યનો અસ્ત થયો. ચૈત્યોને વંદન કર્યા સિવાય પ્રતિક્રમણ કરે તો ચોથભક્ત, અહીં અવસર જાણી લેવો. પ્રતિક્રમણ કર્યા પછી રાત્રે વિધિસહિત બિલકુલ ઓછા સમય નહિ એવા પ્રથમ પહોરમાં સ્વાધ્યાય ન કરે તો દુવાલસ, પ્રથમ પોરિસી, પૂર્ણ થતાં પહેલા, સંથરો કરવાની વિધિની આજ્ઞા માગે તો છ8, સંદિસાવ્યા વગર સંથારો કરીને સુઈ જાય તો ચઉથ, પ્રત્યુપ્રેક્ષણા, કર્યા વગરની જગ્યામાં સંથારો કરે તો દુવાલસ, અવિધિથી સંથારો કરે તો ચઉત્થ ઉતરપટ્ટા વગર સંથારો કરે તો ચઉલ્થ બે પડનો સંથારો પાથરે તો ચઉત્થ, વચમાં પોલાણવાળો દોરીવાળા ખાટલામાં, નીચે નરમ હોય તેવા ઢોલિયામાંપંલગમાં સંથારો કરે તો ૧૦) આયંબિલ, સર્વ શ્રમણસંઘ, સર્વે સાધર્મિકો તેમજ સર્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy