SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૬ ૩૪૭ સવદરથી માર્ગની જરૂરિયાતો, ખાવાનું ભાથું વગેરે લઈને પછી પ્રયાણ કરે છે તો પછી ચોર્યાશી લાખ યોનિવાળા સંસારની ચારગતિની લાંબી મુસાફરીના પ્રવાસ માટે તપશીલ-સ્વરૂપ ધર્મના ભાથાનું ચિંતવન કેમ કરતો નથી? જેમ જેમ પ્રહર દિવસ માસ વર્ષ સ્વરૂપ સમય પ્રસાર થાય છે, તેમ તેમ મહા દુખમય મરણ નજીક આવી રહેલ છે. તેમ સમજ જે કોઈને કાળવેળા દિવસનું જ્ઞાન થતું નથી, કદાચ તેવું જ્ઞાન થાય તો પણ આ જગતને કોઈ અજરામર થયો નથી કે કોઈ થશે નહિં. [૧૩૩૪] પ્રમાદિત થયેલ આ પાપી જીવ સંસારના કાર્ય કરવામાં અપ્રમત્ત બની ઉદ્યમ કરે છે, તેને દુઃખો થવા છતાં તે કંટાળતો નથી અને હે ગૌતમ ! તેને સુખોથી પણ તૃપ્તિ થતી નથી. [૧૩૩પ-૧૩૩૮] આ જીવે સેંકડો જાતિઓમાં ઉત્પન્ન થઈને જેટલાં શરીરનો ત્યાગ કર્યો છે પણ તેમાંનાં થોડાંક શરીરોથી પણ ત્રણે સમગ્ર ભુવનો પણ ભરાઈ જાય. શરીરોમાં પણ જે નખ દાંત મસ્તક ભ્રમર આંખ કાન વગેરે અવયવોનો જે ત્યાગ કર્યો છે તે દરેકના જુદા જુદા ઢગલાઓ કરીએ તો તેના પણ કુલ પર્વત કે મેરુપર્વત જેવડા ઉંચા ઢગલાઓ થાય, સર્વે જે આહાર ગ્રહણ કરેલો છે તે સમગ્ર અનંતગુણ એકઠો કરવામાં આવે તો તે હિમવાન, મલય, મેરુ પર્વત કે દ્વીપ સમુદ્રો અને પૃથ્વીના ઢગલાઓ કરતાં પણ આહારના ઢગલાઓ ઘણાં અધિક થાય ભારી દુઃખ આવી પડવાના કારણે આ જીવે જે આંસુઓ પાડેલા જો તે સર્વ જળ એકઠું કરવામાં આવે તો સમગ્ર કુવાઓ, તળાવો, નદીઓ અને સમુદ્રોમાં પણ સમાઈ શકે નહિ. [૧૩૩-૧૩૪૧] માતાઓના સ્તનપાન કરીને પીધેલા દુધો પણ સમુદ્રોના જળ કરતાં અતિશય વધી જાય. આ અનંત સંસારમાં સ્ત્રીઓની યોનિઓ અનેક છે આ તેમાંથી માત્ર એક કુતરી સાત દિવસ પહેલાં મૃત્યુ પામેલી હોય અને તેની યોનિ સડી ગયેલી હોય તેના મધ્ય ભાગમાં માત્ર જે કૃષિપણે ઉત્પન્ન થયેલાં જીવોએ જે કલેવરો છોડેલા તે સર્વ એકઠાં કરીને સાતમી નરક પૃથ્વીથી માંડીને સિદ્ધિક્ષેત્ર સુધી ચૌદરાજ પ્રમાણલોક જેવડો ઢગલો કરીએ તો તે યોનિમાં ઉત્પન થયેલાં કૃમિ કલેવરોના તેટલા અનંતા ઢગલા થાય. [૧૩૪૨-૧૩૪] આ જીવે અનંતકાળ સુધી દરેક કામભોગો અહિં ભોગવેલા છે. છતાં પણ દરેક વખતે વિષય સુખો અપૂર્ણ લાગે છે. લુ-ખસ ખણખની પીડાવાળો. શરીરને ખણતો દુઃખને સુખ માને છે તેમ મોહમાં મુંઝાયેલા મનુષ્યો કામના દુઃખને સુખરૂપે માને છે. જન્મ-જરા-મરણથી થવાવાળા દુખોને જાણે છે અનુભવે છે. તે પણ હે ગૌતમ ! દુર્ગતિમાં ગમન માટે પ્રયાણ કરતો જીવ વિષયમાં વિરક્ત બનતો નથી. સૂર્ય-ચન્દ્રાદિ સર્વ ગ્રહોથી ચડિયાતો સર્વ દોષોને પ્રવર્તાવનાર દુરાત્મા આખા જગતને પરાભવ કરનારા કામાધીન બનેલાઓને પરેસાન કરનાર હોય તો દુરાત્મા મહાગ્રહ એવો કામ ગ્રહ છે. અજ્ઞાની જડાત્માઓ જાણે છે કે ભોગ ઋદ્ધિની સંપત્તિ એ સર્વ ધર્મનું જ ફલ છે તો પણ અતિશય મુઢ દયવાળા પાપો કરીને દુગતિમાં જાય છે. [૧૩૪૭૧૩૪૯] જીવના શરીરમાં વાત, પિત્ત કફ ધાતુ જઠરાગ્નિ આદિના ક્ષોભથી ક્ષણવારમાં મૃત્યુ થાય છે તો ધર્મમાં ઉદ્યમ કરો અને ખેદ ન પામો. આવા પ્રકારનો ધર્મનો સુંદર યોગ મળવો ઘણો દુર્લભ છે. આ સંસારમાં જીવને પંચેન્દ્રિયપણું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy